________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૪૦૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
જોઈએ. જુઓ આ અજ્ઞાન! કેવળીની શ્રદ્ધારહિત છે ને! તેથી કુતર્ક વડે નિમિત્તથી કાર્ય થવાનું સ્થાપે છે.
વળી કોઈ કહે છે- કેવળજ્ઞાનમાં અનંતા પદાર્થોને જાણવાની શક્તિ તો છે, પણ સામે પદાર્થ નથી તેથી કેવળજ્ઞાન તેને જાણતું નથી, પદાર્થ હોય તો તેને જાણે, મતલબ કે પદાર્થને લઈને અહીં જ્ઞાન થાય છે. પણ એની આ માન્યતા ખોટી છે. અરે! કેવળજ્ઞાનમાં સમગ્ર લોકાલોકને જાણવાનું સામર્થ્ય છે એટલું જ નહિ, બીજા અનંત લોકાલોક હોય તો તેને પણ જાણવાનું પોતાનું સહજ સામર્થ્ય છે. આ સામર્થ્ય કાંઈ લોકાલોકને કા૨ણે છે, બાહ્ય પદાર્થોને લઈને છે એમ નથી. લોકાલોક છે માટે કેવળજ્ઞાન તેને જાણે છે એમ નથી.
પ્રશ્ન:- હા, પણ લોકાલોક ન હોય તો જ્ઞાન ક્યાંથી થાય? માટે લોકાલોક છે તો કેવળજ્ઞાન તેને જાણે છે.
ઉત્તર:- ભાઈ ! એમ નથી બાપુ! લોકાલોક છે, કેવળજ્ઞાન છે, અને કેવળજ્ઞાન એક સમયમાં લોકાલોકને જાણે છે–એ બધુંય છે છતાં લોકાલોકને કારણે કેવળજ્ઞાન તેને જાણે છે એમ નથી ભાઈ! કેવળજ્ઞાન જે ઉત્પન્ન થયું છે તે તો પોતામાં પોતાથી થયું છે. લોકાલોકથી તો તે વાસ્તવમાં અસત્ છે; એનાથી એ કેમ થાય?
આત્મામાં જે સમયે જે પર્યાય થવાયોગ્ય છે તે પોતાથી જ થાય છે. પરંતુ અજ્ઞાની એમ ન માનતાં જે સમયે પર્યાય થઈ તે નિમિત્ત આવ્યું તે વડે થઈ એમ માને છે. તે પોતાની પર્યાયનું અસ્તિત્વ પરથી-નિમિત્તથી માને છે. પ્રગટ થયેલી પર્યાય તે તે સમયનું સત્ છે એમ નહિ માનીને તે પોતાના સત્ને ઉડાડે છે, નિમિત્તને હવાલે કરી દે છે. ભાઈ ! આ બધું સમજવું પડશે હોં. મૂળ વાતને સમજ્યા વિના શુભભાવની ક્રિયા લાભ માનીને કર્યા કરે પણ એથી શું? મહાન અશુભ જે મિથ્યાત્વ તે તો પડયું છે અંદર. સ્વથી થાય ને ૫૨થી ન થાય એવું જે વસ્તુનું સ્વરૂપ છે તે યથાર્થ સમજમાં લીધા વિના જ્ઞાનનું સમ્યક્ પરિણમન થતું નથી, સમ્યક્ શ્રદ્ધાન ઉદય પામતું નથી.
આ ઘઉંના લોટની રોટલી બને છે ને? તે કોને આધીન હશે ? સ્ત્રીની-બાઈની ઇચ્છાને આધીન હશે, કેમ ખરું કે નહિ? ભાઈ ! એ લોટના અનંતા રજકણો છે તે સ્વયં રોટલીની અવસ્થાપણે તે કાળે પરિણમી જાય છે. રજકણો સ્વયં પલટીને રોટલીઅવસ્થાએ થયા તે રોટલીનો સ્વકાળ છે, અને બાઈ વગેરે તે કાળે બહાર નિમિત્ત હોય છે બસ એટલું પણ બાઈની ઈચ્છાને આધીન રોટલી થઈ છે એમ માનના૨ રજકણોની એ દશા એ કાળે સત્ છે એમ માનતો નથી.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com