________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૦૩
જ્ઞાન (-તિર્યંચ એવા એકાન્તવાદીનું જ્ઞાન ) સીવતિ' નાશ પામે છે;..
જુઓ, શું કહ્યું? કે આત્મામાં જ્ઞાન, આનંદ ઇત્યાદિની અનેક પર્યાયો થાય છે તે પરશયોથી-નિમિત્તથી થાય છે એમ જે માને છે તેનું જ્ઞાન તો પરયો-નિમિત્ત સમસ્તપણે પી ગયું છે. અહાહા....! ત્રિકાળી શુદ્ધ વિજ્ઞાનઘન પ્રભુ આત્મા છે. તેની વર્તમાન જ્ઞાનની દશા પ્રગટ થઈ છે તે કાંઈ બાહ્ય નિમિત્તોને લઈને થઈ છે એમ નથી, પણ અજ્ઞાનીની દિષ્ટિ બહાર નિમિત્ત ઉપર જ હોવાથી, નિમિત્ત જેવું આવે તેવી અહીં જ્ઞાનમાં પર્યાય થાય એમ તે માને છે. તે કહે છે- ઉપાદાનમાં-ઉપાદાનની પર્યાયમાં યોગ્યતા તો અનેક પ્રકારની છે, પણ સામે જેવું નિમિત્ત-બાહ્ય સામગ્રી આવે એવી પર્યાય થઈ જાય છે. જેમ કે – માટીમાં ઘડો થવાની યોગ્યતા છે, સાથે સાથે તે જ કાળે શકો આદિ થવાની અનેક યોગ્યતાઓ તેમાં વિદ્યમાન છે. માટીમાંથી શું થાય એ કુંભાર પર નિર્ભર છે. કુંભારની મરજી ઘડો કરવાની હોય તો ઘડો થાય, ને શકોરું કરવાની હોય તો કોરું થાય. અહા ! આવી જેની માન્યતા છે તેનું જ્ઞાન તેની બધી પર્યાયો અહીં કહે છે, બાહ્ય નિમિત્ત પી ગયું છે, કેમકે તેણે પોતાનું સઘળું પરિણમન નિમિત્તને આધીન કરી દીધું છે. ન્યાય સમજાય છે કે નહિ? અહા ! પોતાની દશા પર નિમિત્તને લઈને થાય જેવું નિમિત્ત આવે તેમ પોતામાં થાય એમ માનનારની બધી દશાઓ નિમિત્ત જ લઈ ગયું છે. પરિવાતનું શબ્દ છે ને! મતલબ કે એને તો સમસ્તપણે નિમિત્ત જ પી ગયું છે; કેમકે હું જ્ઞાનસ્વરૂપ છું, ને વર્તમાન જ્ઞાનની દશા મારી મારાથી થઈ છે એમ એણે માન્યું નથી.
અજ્ઞાનીની દલીલ છે કે-કપડામાં કોટ થવાની તો યોગ્યતા છે, પણ દરજી કોટ કરે ત્યારે થાય ને? કપડું પડયું પડ્યું કાંઈ કોટ થઈ જાય? માટે ઉપાદાનમાં યોગ્યતા હોવા છતાં નિમિત્ત આવે તો કાર્ય-પર્યાય થાય છે. આવા જીવો કપડામાં કોટ બનવાનો
સ્વકાળ-પર્યાયકાળ હોય છે અને ત્યારે દરજી નિમિત્ત હોય છે એમ સ્વીકારતા નથી. (તેઓ તો એક પર્યાયના કાળે બીજી પર્યાયની કલ્પના કરી નિમિત્તથી કાર્યની સિદ્ધિ થવી ચાહે છે).
અહા! ત્રણકાળના જેટલા સમયો છે તેટલી દરેક દ્રવ્યની ત્રણકાળની પર્યાયો છે. તેથી અહીં (આત્મામાં) જે સમયે જે પર્યાય છે તે સમયે તે જ છે, વળી સામે (બાહ્ય પદાર્થોમાં, નિમિત્તમાં) પણ જે સમયે જે નિમિત્ત છે તે સમયે તે જ ( પ્રતિનિયત જ) છેઆ તો આમ કેવળજ્ઞાનમાં ભાસ્યું છે એની વાત છે. છતાં અજ્ઞાની તર્ક કરે છે કે- “આ કાળે આ જ છે' એમ કેવળજ્ઞાનમાં ભાસ્યું છે એ તો બરાબર છે, શ્રુતજ્ઞાની-અલ્પજ્ઞાનીએ તેનું શ્રદ્ધાન પણ કરવું જોઈએ, પણ કર્તવ્યના પ્રસંગમાં તો (થવાયોગ્ય પર્યાય પ્રત્યક્ષ નથી તેથી) અનિયત માનીને નિમિત્તને જુટાવવું-મેળવવું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com