________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૫૩ પર ભલે હો, એને લઈને હું નથી, તો પછી એને લઈને મારામાં કાર્ય થાય એમ ક્યાં છે? એમ છે જ નહિ. સમજાણું કાંઈ.....?
આત્મા જ્ઞાનમાત્ર છે એમ કહ્યું છે ને! એનો અર્થ એ થયો કે અંદરમાં – પર્યાયમાં) જે રાગ છે તે—પણે પણ આત્મા નથી. ભગવાન આત્મા જ્ઞાન. જ્ઞાન જ્ઞાનપણે તત્ છે, અને તે જ અતત્ છે અર્થાત્ તે રાગપણે નથી; દયા, દાન, વ્રત આદિનો જે રાગ કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે રાગ તે રાગપણે આત્મા નથી. તેથી વ્યવહારના રાગથી આત્મામાં કાંઈ (જ્ઞાન) થાય એમ છે નહિ. વ્યવહારનો રાગ નથી હોતો એમ વાત નથી, એનાથી આત્માનું (જ્ઞાનમય) કાર્ય નીપજે છે એમ નથી. જેમ પરદ્રવ્યરૂપ નિમિત્ત અકિંચિત્થર છે તેમ રાગ પણ આત્માના સ્વભાવકાર્ય પ્રતિ અકિંચિત્કર છે. બાપુ! આ તો એકલું અમૃત ઝર્યું છે. આ વાણી તો માનો અમૃત વરસ્યાં રે પંચમકાળમાં !'
ભાઈ ! પર-નિમિત્તનું ને વ્યવહારનું લક્ષ મટાડીને તારી હોંશ (ઉત્સાહ, વીર્યની ફુરણા) અંદરમાં જવી જોઈએ. તારો ઉત્સાહ જે વર્તમાન પર્યાયમાં છે તે ત્રિકાળી દ્રવ્યમાં જવો જોઈએ, કેમકે હું સ્વપણે-જ્ઞાનમાત્રપણે છું એવો સમ્યક નિર્ણય, પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં ઢળ્યા વિના ક્યાંથી થશે? હું પૂરણ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ છું એવો યથાર્થ નિર્ણય તો ત્રિકાળી દ્રવ્યમાં ઢળવાથી જ થાય છે. આવી જ વસ્તુસ્થિતિ છે, અર્થાત્ વસ્તુ પોતે જ આ પોકાર કરી કહી છે. અહા ! આ તાતના બોલમાં કેટલું ભર્યું છે! આખો દરિયો ભર્યો છે; ભાવો બ્રહ્માંડના ભર્યા એમ આવે છે ને! ભાઈ ! આ સમજવા તારે ખૂબ ધીરજ જોઈશે. વસ્તુ વસ્તુપણે તત્ છે, ને તે અતત છે અર્થાત્ પરપણે નથી આ જૈન દર્શનની મૂળ વાત છે અને તે મહત્વના સિદ્ધાંત સ્થાપિત કરે છે કે
- નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ ન થાય. - વ્યવહારથી નિશ્ચય ન થાય. - બધું જ ક્રમબદ્ધ થાય.
નિમિત્ત નિમિત્તના સ્થાનમાં, ને વ્યવહાર વ્યવહારના સ્થાનમાં હો, પરંતુ એ જ્ઞાનના પરજ્ઞયપણે જ છે, સ્વય નહિ.
અહા! ત્રણલોકના નાથ સમોસરણમાં બિરાજે છે એને લઈને હું નહિ, એને લઈને મારું જ્ઞાન નહિ. ગજબ વાત છે ને! હું તો શુદ્ધ એક શાશ્વત જ્ઞાયકસ્વભાવમાત્ર વસ્તુ છું. હવે આવી વાત કાને પડ ને અંદર હુકાર આવે એય અસાધારણ ચીજ છે. બાકી ( જ્ઞાનસ્વરૂપમાં ) તદ્રુપ થઈ પરિણમે એની તો શી વાત ! એ તો સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રપૂર્વક સિદ્ધપદને પામશે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com