________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ રિશિષ્ટ]
(અનુષ્ટ્રમ) अत्र स्याद्वादशुद्ध्यर्थ वस्तुतत्त्वव्यवस्थितिः। उपायोपेयभावश्च मनाग्भूयोऽपि चिन्त्यते।।२४७।।
[ પરિશિષ્ટ]
(અહીં સુધીમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવની ૪૧૫ ગાથાઓનું વ્યાખ્યાન ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદવે કર્યું અને તે વ્યાખ્યાનમાં કળશરૂપે તથા સૂચનિકારૂપે ર૪૬ કાવ્યો કહ્યાં. હવે ટીકાકાર આચાર્યદવે વિચાર્યું કે-આ શાસ્ત્રમાં જ્ઞાનને પ્રધાન કરીને જ્ઞાનમાત્ર આત્મા કહેતા આવ્યા છીએ; તેથી કોઈ તર્ક કરશે કે “જૈનમત તો સ્યાદ્વાદ છે; તો પછી આત્માને જ્ઞાનમાત્ર કહેવાથી શું એકાંત આવી જતો નથી? અર્થાત્ સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી ? વળી એક જ જ્ઞાનમાં ઉપાયતત્ત્વ અને ઉપયતત્ત્વ-એ બન્ને કઈ રીતે ઘટે છે?” આમ તર્ક કોઈને થશે. માટે આવા તર્કનું નિરાકરણ કરવાને ટીકાકાર આચાર્યદેવ હવે પરિશિષ્ટરૂપે થોડું કહે છે. તેમાં પ્રથમ શ્લોક કહે છે:-)
શ્લોકાર્થ- [12] અહીં [ચા –શુદ્ધિ-અર્થ] સ્યાદ્વાદની શુદ્ધિને અર્થે [વસ્તુ–તત્ત્વ-વ્યવરિથતિ:] વસ્તુતત્ત્વની વ્યવસ્થા [૨] અને [૩પય–ઉપય–ભાવ:] (એક જ જ્ઞાનમાં ઉપાયપણું અને ઉપયપણે કઈ રીતે ઘટે છે તે બતાવવા) ઉપાય-ઉપય ભાવ [ મનાવ મૂય: ]િ જરા ફરીને પણ [ વિન્યતે] વિચારવામાં આવે છે.
ભાવાર્થ- વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષાત્મક અનેક ધર્મસ્વરૂપ હોવાથી તે સ્યાદ્વાદથી જ સાધી શકાય છે. એ રીતે સ્યાદ્વાદની શુદ્ધતા (-પ્રમાણિક્તા, સત્યતા, નિર્દોષતા, નિર્મળતા, અદ્વિતીયતા) સિદ્ધ કરવા માટે આ પરિશિષ્ટમાં વસ્તુનું સ્વરૂપ વિચારવામાં આવે છે. (તમાં એમ પણ બતાવવામાં આવશે કે આ શાસ્ત્રમાં આત્માને જ્ઞાનમાત્ર કહ્યો હોવા છતાં સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી.) વળી બીજાં, એક જ જ્ઞાનમાં સાધકપણું તથા સાધ્યપણું કઈ રીતે બની શકે તે સમજાવવા જ્ઞાનનો ઉપાયઉપયભાવ અર્થાત્ સાધકસાધ્યભાવ પણ આ પરિશિષ્ટમાં વિચારવામાં આવે છે. ૨૪૭.
(હવે પ્રથમ આચાર્યદવ વસ્તુસ્વરૂપના વિચાર દ્વારા સ્યાદ્વાદને સિદ્ધ કરે છે:-)
સ્યાદ્વાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું, અર્હત્ સર્વજ્ઞનું એક અસ્મલિત (-નિબંધ) શાસન છે. તે (સ્યાદ્વાદ) “બધું અનેકાંતાત્મક છે' એમ ઉપદેશ છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com