________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) તે કર્મફળચેતના છે. અહીં કહે છે તેને (-કર્મચેતના ને કર્મફળચેતનાને) દૂર કરી જ્ઞાનચેતનાનો અનુભવ કર. જ્ઞાનચેતનારૂપ અભ્યાસ કરવો તે ધર્મ છે. અહાહા...! હું તો જ્ઞાનસ્વરૂપ માત્ર જ્ઞાતા-દષ્ટા સ્વરૂપ છું, જાણનાર-દખનાર છું એમ સ્વાભિમુખ થઈ અભ્યાસ કરવો તે જ્ઞાનચેતનાનો અભ્યાસ છે અને તે ધર્મ છે. કર્મચેતના ને કર્મફળચેતનાનો અભ્યાસ સંસાર છે, દુઃખ છે; એનાથી વિપરીત જ્ઞાનચેતનાનો અભ્યાસ ધર્મ છે ને તેનું ફળ પરમ શુદ્ધતારૂપ મોક્ષ છે, પરમ અતીન્દ્રિય સુખ છે. માટે કર્મચેતના ને કર્મફળચેતના દૂર કરી એક શુદ્ધભાવમય જ્ઞાનચેતનાનો અભ્યાસ કરો.
આમ શ્રી સમયસારની (શ્રીમદ ભગવત્ કુંદકુંદાચાર્યદવ પ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં સર્વવિશુદ્ધજ્ઞાનના પ્રરૂપક નવમા અંક પરનાં શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો સમાસ થયાં.
[ પ્રવચન નં. ૫૧૧ થી ૫૧૫ * દિનાંક ૪-૧૨-૭૭ થી ૧૮-૧ર-૭૭]
09
)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com