________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૫ : ૩૨૫
પણ અસંખ્ય જિનમંદિરો છે. આઠમો નંદીશ્વર દ્વીપ છે તેમાં શાશ્વત અકૃત્રિમ ચારે દિશામાં તેર તેર એમ મળી કુલ બાવન જિનમંદિરો છે. તે દરેકમાં રત્નમય ૧૦૮ જિનપ્રતિમાઓ છે. ઇન્દ્રો અને દેવો ત્યાં જાય છે અને ભક્તિ કરે છે. પણ તેની મર્યાદા શું? તો તે શુભભાવ છે બસ, તે ધર્મ નથી. અશુભથી બચવા- ‘અશુભ વંચનાર્થે' ધર્મીને એવો શુભ ભાવ આવે છે, નિયમથી આવે છે, પણ તે ધર્મ નથી. ધર્મી પુરુષ તેને ધર્મ જાણતા નથી. અસ્થાનમાંઅસ્થાનના રાગમાં તે ન જાય તેથી તેને વ્રત-ભક્તિ આદિ શુભરાગ આવે છે, પણ એનાથી પુણ્યબંધ જ છે, અબંધપણું નથી. સમજાણું કાંઈ....?
સોનાની બેડી હો કે લોઢાની બેડી હો-બન્ને બેડી તો બંધન જ છે. પુણ્ય છે તે સોનાની બેડી સમાન છે. સોનાની બેડી ચીકણી અને વજનમાં ભારે હોવાથી ગાઢ બાંધે છે. તેમ શુભરાગની મીઠાશના ફંદમાં રહીને જગત આખું નિજ પવિત્ર સ્વરૂપને ભૂલી ગયું છે. શુભરાગની મીઠાશમાં જીવ, અંદર નિત્યાનંદ-ચિદાનંદ પ્રભુ પોતે વિરાજે છે તેનો અનાદર કરે છે અને તેથી ગાઢ સંસારને બાંધે છે.
તો શું ધર્માત્માને શુભભાવ નથી હોતો?
ભાઈ! સમકિતીને-મુનિને પણ શુભભાવ અવશ્ય આવે છે. ભગવાનનાં દર્શન, વંદના, સ્તુતિ, ભક્તિ ઈત્યાદિ શુભભાવ તેને આવે છે પણ તે વડે પુણ્યબંધ થાય છે, ધર્મ નહિ. ધર્મીની ધર્મપરિણતિ તો એનાથી ભિન્ન જ વર્તે છે. લ્યો, એનું નામ આ કે ‘આપકૂ ભ સદેવ.’ કેવો છે આપ પોતે ? જ્ઞાનરૂપ, સુખરૂપ. અહાહા....! અતીન્દ્રિય આનંદરૂપ પોતે છે; તેમાં અનેરી-બીજી ચીજનો લગાવ નથી, સંબંધ નથી. અહાહા....! વસ્તુ આનંદરૂપ છે તેમાં બીજી ચીજ નથી, ને તેની નિર્મળ ધર્મપરિણતિમાં પણ બીજી ચીજ (-રાગાદિ) તો સંબંધ નથી. હવે એને શુભનો અનાદિથી અધ્યાસ છે ને! એટલે શુભને ધર્મ સાથે ભેળવી દે છે એકમેક કરી દે છે, પણ અહીં કહે છે- ‘આન ન લગાવ કો' પોતાનાં ભજનરૂપ ધર્મપરિણતિને બીજી ચીજનો સંબંધ નથી.
અરે! શુભની મીઠાશમાં એને પોતાનું (સ્વસ્વરૂપનું) ભજન કરવું રહી ગયું છે! વિકારનું ભજન કર્યા કરે છે. અહીં કહે છે-જેનું ભજન કરવું છે તે પોતાનું સ્વરૂપ જ્ઞાનરૂપ, સુખરૂપ છે ને તેને બીજી ચીજનો લગાવ છે નહિ. આવી વાત! સમજાણું sis....?
માટે, કહે છે, કર્મચેતના અને કર્મફળચેતના ટાળીને જ્ઞાનચેતનાનો અભ્યાસ કર. પુણ્ય ને પાપના ભાવ તે કર્મચેતના છે. આ જડ કર્મ તે કર્મચેતના નહિ, પણ કર્મ નામ પુણ્ય-પાપરૂપ કાર્ય તે કર્મચેતના છે. અને તેમાં સુખદુ:ખની કલ્પના કરવી તેને કર્મફળચેતના કહે છે. શુભભાવ સુખરૂપ અને અશુભભાવ દુઃખરૂપ એમ અનુભવ કરવો
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com