________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) પદ્રવ્ય ને પરદ્રવ્યના ભાવનો કર્તા-ભોક્તા નથી. આ શબ્દો તો સાદા છે, એમાં ભાવ અતિશય ગંભીર ભર્યો છે. એ ભાવને પહોંચવું-પ્રાસ થવું એ મૂળ કર્તવ્ય છે. હવે કહે છે
મૂરત અમૂરત જ આન દ્રવ્ય લોકમાંહિ તે ભી જ્ઞાનરૂપ નાહીં ત્યારે ન અભાવ કો.”
શું કહે છે? મૂર્ત એટલે પરમાણુ આદિ આ શરીર, મન, વાણી, કર્મ અને અમૂર્ત એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળાદિ અનેરાં દ્રવ્યો. અહીં કહે છે એ મૂર્ત-અમૂર્ત જે લોકમાં અન્ય દ્રવ્યો છે તે જ્ઞાનરૂપ નથી, જડ છે. તેઓ આત્મા નથી, પણ ભગવાન આત્માથી ન્યારાં-ભિન્ન છે. તેઓ ન્યારો છે, પણ તેઓ છે જ નહિ એમ અભાવરૂપ નથી. ભાઈ ! જગતમાં અનંતા પરદ્રવ્યોનો અભાવ છે એમ નથી, તેઓ તારા આત્મસ્વરૂપ નથી તેથી તારામાં તેનો અભાવ છે, પણ જગતમાં તેમનો અભાવ નથી. સમજાણું કાંઈ...? હવે જિંદગી આખી મજૂરીમાં-ઢસરડામાં જાય, આખો દિ' રળવાકમાવામાં રચ્યા-પચ્યો રહે; એની જિંદગી આખી ધૂળ-ધાણી થઈ જાય-વેડફાઈ જાય. બાપુ! પોતાનું ચૈતન્યતત્ત્વ કેવી રીતે છે તે હમણાં નહિ સમજે તો ક્યારે સમજીશ?
અહીં શું કહે છે ભાઈ ! જરા સાંભળ. કહે છે- આ લોકમાં મૂર્તિ—અમૂર્ત જે અન્ય દ્રવ્યો છે તે જ્ઞાનરૂપ નથી, અર્થાત્ તેઓ આત્મા નથી. તે ચીજ જ નથી એમ નહિ, તે ચીજ તારામાં નથી, તે ચીજ તારાથી (આત્માથી) ભિન્ન છે. જેમ આત્મા છે, તેમ ભિન્ન બીજાં દ્રવ્યો છે, રાગાદિ વિભાવ પણ છે. પણ પરમાર્થ તેઓ આત્મા નથી, વા આત્મા તેનો કર્તા-ભોક્તા નથી. ભાઈ ! આવું આત્માનું અંતરંગ પરમાર્થ સ્વરૂપ જાણ્યા વિના આત્મજ્ઞાન ઉદય પામતું નથી. અને વિના આત્મજ્ઞાન જન્મ-મરણની ગાંઠ કેવી રીતે તૂટે? ભાઈ ! મિથ્યાત્વ છે તે જન્મ-મરણની ગાંઠ છે. જીવ જ્યાં સુધી પરનો અને પુણ્ય-પાપ આદિ ભાવનો પોતાને કર્તા માને ત્યાં સુધી મિથ્યાત્વ ઉભું જ છે.
અહા! આમ જાણીને જ્ઞાની ધર્માત્મા પુરુષ સદૈવ પોતાને ભજે છે. “યેહૈ જાનિ જ્ઞાની જીવ આપકું ભર્જે સદીવ...' અહાહા...! અંદર જ્ઞાનાનંદ નિત્યાનંદસ્વરૂપ પોતે છે તેનું ધર્મી જીવ નિરંતર ભજન કરે છે. ભજન કરે છે એટલે શું? કે સ્વરૂપનાં દષ્ટિ, જ્ઞાન ને રમણતા કરે છે. રાગાદિનું ને પરપદાર્થનું કર્તુત્વ છોડી સ્વસ્વરૂપમાં એકાગ્ર-લીન થઈ પ્રવર્તે તે આત્માને ભજે છે. ધર્મી પુરુષ પોતાને સદૈવ આ રીતે ભજે છે. ભાઈ ! જેને જન્મ-મરણ રહિત થવું હોય તે પોતાને ભજે; ભગવાનને પણ નહિ. ભગવાનને ભજે એ તો રાગ છે બાપુ! ધર્મીને તે હોય છે, પણ તે કાંઈ ધર્મ નથી, પરમાર્થ ભક્તિ નથી.
જુઓ, ધર્માત્માને અહંતાદિ ભગવાનની ભક્તિ હોય છે તે અનાદિ પરંપરાની ચીજ છે. એ ચીજ છે જ નહિ એમ નથી, તથા એ ધર્મ છે એમ પણ નથી. સ્વર્ગમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com