________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૫: ૩ર૩ સભામાં આ શાસ્ત્ર અક્ષરે અક્ષરના અર્થ કરીને ૧૮ વખત પૂરું વંચાઈ ગયું છે, ને આ ૧૯ મી વાર હમણાં ચાલે છે. ૪૫ વર્ષથી આ ચાલે છે ને! ૯૧મું વર્ષ આ દેહને ચાલે છે એમાં ૪૫ વર્ષ સંપ્રદાયમાં ગયાં, ને ૪૫ વર્ષથી આ ચાલે છે. આ ઉંમર તો દેહની–ધૂળમાટીની છે ભાઈ ! બાકી આત્મા તો અનાદિ-અનંત છે, એની શું ઉંમર? અહા! જેને કોઈ આદિ નહિ, અંત નહિ એવો ભગવાન આત્મા અંદર ત્રિકાળ છતી-વિધમાન વસ્તુ છે.
અહાહા...કેવો છે આત્મા? સચ્ચિદાનંદસ્વરૂપ સર્વવિશુદ્ધજ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. અહાહા...! સત્ નામ શાશ્વત ત્રિકાળ ચિદાનંદમય પ્રભુ આત્મા છે, એકલું જ્ઞાન અને આનંદનું ઢીમ પ્રભુ આત્મા છે. તે (-આત્મા), કહે છે, પરદ્રવ્યનો ન કર્તા છે, ન ભોક્તા છે. આ આટલું ધન રળ્યો ને આટલું લીધું-દીધું એમ લોકમાં કહે છે ને? અહીં કહે છેધન-પૈસા રળે ને પૈસા ભોગવે કે રાખે એવું આત્માનું સ્વરૂપ નથી. અહાહા...! ચિદાનંદસ્વરૂપ પ્રભુ પરને અડતોય નથી તો પરને કરે ને ભોગવે એ કેમ બને? પરનો આત્મા કર્તાય નથી ને ભોક્તાય નથી. આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય ઈત્યાદિની અનેક ક્રિયાઓ થાય તેના કર્તા આત્મા નથી, તેનો ભોક્તાય નથી. આ ભાષા બોલાય છે ને! તેનો કર્તા આત્મા નથી. એ તો ઠીક, પરદ્રવ્યના લક્ષ એને જે દયા, દાન, ભક્તિ ઈત્યાદિનો રાગ પર્યાયમાં થાય તેનોય એ વાસ્તવમાં કર્તા-ભોક્તા નથી. બહુ આકરી વાત, પચાવવી કઠણ પડે, પણ એને માટે ધીરજ કેળવવી જોઈએ.
અહાહા..! આત્મા શુદ્ધ વિજ્ઞાનઘન ચિદાનંદઘન પ્રભુ ત્રિકાળ જ્ઞાતાદષ્ટા છે. આ શરીર, મન, વાણી, બાગ-બંગલા ને સ્ત્રી-પરિવાર એ આત્માની ચીજ નથી એ તો ઠીક. આત્મા એનો કર્તાભોક્તાય નથી. આ સ્ત્રીના દેહને કે મકાનને આત્મા કરે કે ભોગવે એવું આત્માનું સ્વરૂપ નથી. ગજબ વાત છે ભાઈ ! પરવસ્તુનું કરવું ને ભોગવવું ભગવાન આત્માને નથી. અનાદિનો ઊંધો અધ્યાસ છે એટલે લોકોને આ કઠણ પડે છે, પણ ભાઈ ! આ તો ભગવાનની દિવ્યધ્વનિમાં આવેલી સાર-સાર વાત છે. છે ને! “કરતા ન ભોગતા ન પરદ્રવ્ય ભાવકો” અહાહા....! શાશ્વત છતી ચીજ પ્રભુ આત્મા પરદ્રવ્ય અને પરદ્રવ્યના ભાવનો કર્તા-ભોક્તા નથી. પરદ્રવ્યનો કર્તા-ભોક્તા નથી, ને પરદ્રવ્યના નિમિત્તે દયા, દાન આદિ જે ભાવ થાય તેનોય કર્તા-ભોક્તા નથી. સમજાણું કાંઈ....?
' અરે, પોતે શું કરી શકે ને શું ભોગવી શકે એની એને ખબર નથી. પણ ભાઈ ! આ દેહ તો જોતજોતામાં ક્ષણમાં છૂટી જશે; પછી ક્યાં જઈશ બાપુ! ક્યાંક અવતાર તો ધારણ કરીશ જ ને? કેમકે તારી સત્તા અનાદિ-અનંત છે. ભાઈ ! તું અનાદિ-અનંત છો, જ્ઞાતા-દષ્ટાસ્વરૂપ છો. જો એનું ભાન ન કર્યું તો ક્યાંય સંસારવનમાં ખોવાઈ જઈશ, અટવાઈ જઈશ. માટે સત્વરે નિર્ણય કર કે આત્મા ચિદાનંદઘન પ્રભુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com