________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૫ : ૩૦પ . અર્થથી અને તત્ત્વથી જાણીને, “તેના જ અર્થભૂત ભગવાન એક પૂર્ણવિજ્ઞાનઘન પરબ્રહ્મમાં સર્વ ઉદ્યમથી સ્થિત થશે, તે આત્મા, સાક્ષાત્ તત્પણ પ્રગટ થતા એક ચૈતન્યરસથી ભરેલા સ્વભાવમાં સુસ્થિત અને નિરાકુળ (–આકુળતા વિનાનું) હોવાને લીધે જે (સૌખ્ય) “પરમાનંદ” શબ્દથી વાચ્ય છે, ઉત્તમ છે અને અનાકુળતાલક્ષણવાળું છે એવા સૌખ્યસ્વરૂપ પોતે જ થઈ જશે.'
લ્યો, તેના જ અર્થભૂત ભગવાન એક પૂર્ણવિજ્ઞાનઘન પરબ્રહ્મ પ્રભુ છે તેમાં સર્વ ઉધમથી સ્થિત થવું એમ કહે છે. અહાહા..! આત્મા પૂર્ણ વિજ્ઞાનઘન પ્રભુ અનંત અનંત ચૈતન્યરત્નોથી ભરેલો છે. તેને જાણીને અભેદ એક દ્રવ્યમાં લીન થવું તે મોક્ષનો માર્ગ છે. જાણવાં ત્રણેય-દ્રવ્ય-ગુણ-પર્યાય, પણ દષ્ટિ ક્યાં મૂકવી? ક્યાં કરવું? તો કહે છેઅર્થભૂત ભગવાન એક પૂર્ણવિજ્ઞાનઘન પરબ્રહ્મમાં. આ દ્રવ્ય અને આ તેનો ભાવ-એમ જેમાં ભેદ નથી એવા અભેદ એક પૂર્ણવિજ્ઞાનઘન પરબ્રહ્મમાં સ્થિત થવું. આવો મારગ છે ભાઈ ! બાકી બહારનાં ભણતર અને બહારની ક્રિયા તો બધું થોથાં છે. આત્મા વિજ્ઞાનઘન પરબ્રહ્મ છે તેમાં જ સર્વ ઉધમ નામ પુરુષાર્થ કરીને સ્થિત થવું.
હા, પણ જે સમયે જે થવાનું છે તે જ થાય છે એમ નિયત છે ને? (એમ કે ઉદ્યમ-પુરુષાર્થ કરવાનું કેમ કહો છો?)
જે સમયે જે થવાનું છે તે જ થાય છે એ તો સત્ય છે; પણ તે તે કાર્ય પુરુષાર્થથી થાય છે, પુરુષાર્થ વિના નહિ, ભાઈ ! તને પુરુષાર્થના સ્વરૂપની ખબર નથી. ત્રણકાળત્રણલોકને એક સમયમાં જાણે એવા કેવળજ્ઞાનની પર્યાયના સામર્થ્યનો સ્વીકાર કરનારની દિષ્ટિ ત્રિકાળી ધ્રુવ પરબ્રહ્મસ્વરૂપ નિજ દ્રવ્ય ઉપર જાય છે અને દ્રવ્ય ઉપર દષ્ટિ સ્થાપિત થાય તે અનંતો પુરુષાર્થ છે. સ્વસ્વરૂપના દષ્ટિ ન રમણતા જ વડ થાય તેનું જ નામ તો પુષાર્થ છે. પુરુષાર્થ બીજી શું ચીજ છે? આમ કરું ને તેમ કરું એમ ક્રિયાના વિકલ્પો કરે એ તો વાંઝિયો પુરુષાર્થ છે, એને શાસ્ત્રમાં નપુંસકતા કહે છે. જ્ઞાનની પર્યાય ત્રિકાળી ધ્રુવનો સ્વસમ્મુખતાના પુરુષાર્થ વડે નિર્ણય કરે છે, અને ત્યારે (ક્રમબદ્ધ ) પર્યાયનો પણ યથાર્થ નિર્ણય થાય છે.
ભાઈ ! તું ક્રિયાકાંડમાં રોકાઈને તેમાં પુરુષાર્થ હોવાનું માને છે પણ એ તો મિથ્યા પુરુષાર્થ છે બાપા! રાગને રચે ને રાગને કરે તે આત્માનું વીર્ય નહિ, તે અનંતવીર્યનું કાર્ય નહિ. અહીં કહે છે–પૂર્ણવિજ્ઞાનઘન પરમબ્રહ્મ-પરમાનંદસ્વરૂપ નિજ આત્મામાં સર્વ ઉદ્યમથી જે સ્થિત થશે, તે આત્મા, સાક્ષાત્ તત્પણ પ્રગટ થતા ચૈતન્યરસથી ભરેલા સ્વભાવમાં સુસ્થિત અને નિરાકુળ એવા પરમ આનંદમય-પરમ સૌખ્યમય પોતે જ થઈ જશે. અહો ! આ તે કંઈ ટીકા છે? અહા! “પરમાનંદ' તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com