SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૪૧૦ अथैतदेव साधयतिण वि एस मोक्खमग्गो पासंडीगिहिमयाणि लिंगाणि। दंसणणाणचरित्ताणि मोक्खमग्गं जिणा बेति।।४१०।। नाप्येष मोक्षमार्ग: पाषण्डिगृहिमयानि लिङ्गानि। दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग जिना ब्रुवन्ति।। ४१०।। હવે એ જ સિદ્ધ કરે છે ( અર્થાત્ દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ નથી, દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે-એમ સિદ્ધ કરે છે) : મુનિલિંગ ને ગૃહીલિંગ- એ લિંગો ન મુક્તિમાર્ગ છે; ચારિત્ર-દર્શન-જ્ઞાનને બસ મોક્ષમાર્ગ જિનો કહે. ૪૧૦. ગાથાર્થઃ- [પાષfoeગૃદિમાન નિઝાનિ] મુનિનાં અને ગૃહસ્થનાં લિંગો [g:] એ [ મોક્ષમા: ન મu] મોક્ષમાર્ગ નથી; [વર્ણનજ્ઞાનવારિત્રાળિ] દર્શન-જ્ઞાન-ચારિત્રને [ નિના:] જિનદેવો [ મોક્ષમા ઘુવન્તિ ] મોક્ષમાર્ગ કહે છે. ટીકાઃ- દ્રલિંગ ખરેખર મોક્ષમાર્ગ નથી, કારણ કે તે (દ્રવ્યલિંગ) શરીરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, કારણ કે તેઓ આત્માશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે. ભાવાર્થ- મોક્ષ છે તે સર્વ કર્મના અભાવરૂપ આત્મપરિણામ (–આત્માના પરિણામ ) છે, માટે તેનું કારણ પણ આત્માના પરિણામ જ હોવું જોઈએ. દર્શન-જ્ઞાનચારિત્ર આત્માના પરિણામ છે; માટે નિશ્ચયથી તે જ મોક્ષનો માર્ગ છે. લિંગ છે તે દેહમય છે; દેહ છે તે પુદ્ગલદ્રવ્યમય છે. માટે આત્માને દેહ મોક્ષનો માર્ગ નથી. પરમાર્થે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય કાંઈ કરતું નથી એ નિયમ છે. (અર્થાત જો દ્રલિંગ મોક્ષમાર્ગ નથી અને દર્શનજ્ઞાનચારિત્ર જ મોક્ષમાર્ગ છે) તો આમ (નીચે પ્રમાણે) કરવું-એમ હવે ઉપદેશ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008291
Book TitlePravachana Ratnakar 10
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy