________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩ર : પ્રવચન રત્નાકર ભાગ-૧) શાસ્ત્ર તો કલ્પિત છે, એ તો કુશ્રુત છે. આ તો ભગવાન જિનેશ્વરદેવનાં કહેલાં શાસ્ત્રોનું જ્ઞાન થાય તે શબ્દદ્ભુત છે; દ્રવ્યશ્રત છે, એ સમ્યજ્ઞાન-આત્મજ્ઞાન નહિ. (જુઓ ગાથા ૨૭૬-૨૭૭) અહાહા..! જિનશાસ્ત્રોનું ભણતર તે જ્ઞાન, નવ તત્ત્વનું ભેદરૂપ શ્રદ્ધાન તે દર્શન અને ઇ જીવનિકાયની દયા પાળવાનો ભાવ તે ચારિત્ર-એ બધો વ્યવહાર દ્રવ્યલિંગ છે અને તે દ્રવ્યલિંગ, અહીં કહે છે, મોક્ષનું કારણ નથી.
અહાહા..કહે છે- દ્રવ્યલિંગ જ મોક્ષનું કારણ હોત તો મુનિવરો તેનો ત્યાગ શા માટે કરત? તેનું મમત્વ છોડી દર્શન-જ્ઞાન-ચારિત્રને શા માટે સેવત? દ્રવ્યલિંગથી જ મોક્ષને પામત! પણ એમ નથી ભાઈ ! માટે એ નક્કી થયું કે દેહમય લિંગ મોક્ષમાર્ગ નથી; પરમાર્થ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મા જ મોક્ષનો માર્ગ છે.
અહાહા..! અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ-પૂરણ આનંદની પ્રાપ્તિ થવી તે મોક્ષ છે. નાસ્તિથી કહીએ તો દુઃખનો સર્વથા અભાવ થવો, સર્વથા દુઃખથી મૂકાવું તે મોક્ષ છે. રાગનો અંશ પણ આત્માની શાન્તિને-આનંદને રોકનારો છે. તેથી મુનિવરો દેહ ને રાગનું મમત્વ છોડી એક દર્શન-જ્ઞાન-ચારિત્રને જ સેવે છે. અહીં દર્શન-જ્ઞાન-ચારિત્રને સેવે છે કહ્યું તે પર્યાયથી-વ્યવહારથી વાત છે. નિશ્ચય દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ પર્યાય-ભેદ છે, પણ નિશ્ચયે એ ત્રણ એક આત્મા જ છે; તેથી એક આત્માનું જ સેવન છે. આ વાત અગાઉ ગાથા ૧૬માં આવી ગઈ છે. ત્યાં કળશ ૧૯ના ભાવાર્થમાં સ્પષ્ટ કર્યું છે કે વ્યવહારી લોકો પર્યાયમાં-ભેદમાં સમજે છે તેથી અહીં જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદથી સમજાવ્યું છે.”
સ્વસ્વરૂપના આશ્રયે ઉત્પન્ન થયેલ નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે પર્યાય છે અને તે વ્યવહાર છે. નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા, શબ્દશ્રુતનું જ્ઞાન અને પંચમહાવ્રતનું પાલન એ તો અસભૂત વ્યવહાર છે, નિર્મળ રત્નત્રય સદભૂત વ્યવહાર છે અને તેને આશ્રયભૂત ભગવાન આત્મા શુદ્ધ એક ક્ષાયક પ્રભુ તે નિશ્ચય છે. દર્શન-જ્ઞાન-ચારિત્રની સેવના કહીએ તે વ્યવહાર છે; નિશ્ચયે તો એક આત્માની જ સેવના છે. બહુ ઝીણું ભાઈ !
પરમાર્થ દર્શન-જ્ઞાન-ચારિત્રમય આત્મા જ મોક્ષનો માર્ગ છે. અહાહા..ભેદને છોડીને જેનો અપરંપાર મહિમા છે એવા ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્માને આશ્રયે પ્રગટ નિર્મળ રત્નત્રય એ જ સત્યાર્થ મોક્ષમાર્ગ છે, બાહ્ય દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી.
[ પ્રવચન નં ૪૯૭-૪૯૮ * દિનાંકઃ ૧૯-૧૧-૭૭, ૨૦-૧૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com