________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) અંદર ત્રિકાળ ધ્રુવ અમર છે તેનું વરણ કર, તેને ન વરે તો અનંતવાર મરણ થાશે ભાઈ ! અમર વસ્તુ છે અંદર તેને વર તો અમર થઈ જઈશ. અહાહા.! અમરનું ભાન થયે અમર થઈ જઈશ. ભજનમાં આવે છે ને કે
અબ હમ અમર ભયે, ન મરેંગે; યા કારણ મિથ્યાત દિયો તજ, કયાં કરિ દેહ ધરેંગે;
અબ હમ અમર ભયે, ન મરેંગે. અહાહા...! પોતાની ચીજ અંદર શુદ્ધ જ્ઞાનાનંદમય અમર છે તેનાં શ્રદ્ધાન-જ્ઞાનઆચરણ પ્રગટતાં અમરપણું પ્રગટે છે. આ એક જ પરમાર્થ માર્ગ છે. સાથે વ્યવહાર ભલે હો, પણ તેને પરમાર્થપણું નથી. આવી વાત. સમજાણું કાંઈ?
અહાહા...મુનિ અને શ્રાવકના વિકલ્પથી પાર ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના અનુભવનરૂપ જે નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રમય પરિણતિ છે તે એક જ, કહે છે, પરમાર્થ મોક્ષમાર્ગ છે. આ એકાન્ત-સમ્યક એકાન્ત છે. આ સિવાય કોઈ પચીસ-પચાસ લાખ દાનમાં ખર્ચ, મોટાં મંદિર બંધાવે ને ભગવાનની પ્રતિષ્ઠા કરાવે તો એ પુણ્ય છે બસ, એ મોક્ષમાર્ગ નથી, કેમકે એ અશુદ્ધ દ્રવ્યના અનુભવનરૂપ હોવાથી અપરમાર્થ છે, અસત્યાર્થ છે. ભાઈ ! દયા, દાન, વ્રત, તપ, ભક્તિના પરિણામ બધા ફોતરા સમાન નિઃસાર છે, અંતઃતત્ત્વ-ચૈતન્યતત્ત્વના અનુભવન વિના બધું થોથેથોથાં છે અર્થાત્ કાંઈજ નથી (વ્યવહારેય નથી). સમજાણું કાંઈ...? હવે કહે છે
માટે જેઓ વ્યવહારને જ પરમાર્થબુદ્ધિથી (-પરમાર્થ માનીને) અનુભવે છે, તેઓ સમયસારને જ નથી અનુભવતા; જેઓ પરમાર્થને પરમાર્થબુદ્ધિથી અનુભવે છે, તેઓ જ સમયસારને અનુભવે છે.”
વીતરાગ પરમેશ્વરનો કહેલો સત્યાર્થ માર્ગ તેં સાંભળ્યો નથી ભાઈ ! અંદર રાગરહિત પોતાનું સ્વદ્રવ્ય છે તેનાં શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા-લીનતા થાય તે પરમાર્થ મોક્ષમાર્ગ છે. હવે તેને તો જાણે નહિ, અને વ્યવહારને જ પરમાર્થ માનીને કોઈ અનુભવે છે તો, કહે છે, તેઓ સમયસારને જ અનુભવતા નથી. આ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ –એમ વ્રતના વિકલ્પ, શાસ્ત્રભણતરનો ભાવ અને દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા તેને જ પરમાર્થ જાણીને અનુભવે છે તેઓ શુદ્ધ દ્રવ્યને-નિજ સમયસારને જ અનુભવતા નથી.
અરે ભાઈ ! પરમાર્થ માનીને શુભરાગની ક્રિયાઓ તો અનંતવાર કરી છે. વ્રત ને તપ ને ઉપવાસ ને પડિકમણ ને પોસા ઈત્યાદિ ક્રિયાઓ તે ધર્મ સમજીને અનંત વાર કરી છે. પણ એથી શું? એનાથી ધર્મ થાય એમ તું માને પણ ધૂળેય ધર્મ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com