________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૪ : ૨૮૯ નથી સાંભળને. એ તો બધી રાગની ક્રિયા બાપા! તારા ચૈતન્યતત્ત્વને સ્પર્શ સુદ્ધાં કરતી નથી તો એનાથી તને ધર્મ કેમ થાય? ભાઈ ! એકવાર નિર્ણય કરી શ્રદ્ધામાં તો લે કે વ્યવહાર ક્રિયાકાંડની ક્રિયા આત્મરૂપ નથી. આ સિવાય કોઈ લાખ ક્રિયાઓ કરે તો પણ તેઓ નિજ જ્ઞાનાનંદ-સહજાનંદસ્વરૂપને અનુભવતા નથી; તેઓ રાગ-દુ:ખને જ વેદે છે. એક સમયની પર્યાયમાં જેમનું લક્ષ છે તેમની રમત રાગમાં છે, અંદરમાં ચૈતન્યચિંતામણિ પોતે છે તેને તેઓ અનુભવતા નથી.
પરમાર્થ વસ્તુ અંદર પોતાનું શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે. તેને જેઓ પરમાર્થબુદ્ધિથી અનુભવે છે, તેના જ શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રપણે પરિણમે છે તેઓ જ સમયસારને અનુભવે છે; અર્થાત્ તેઓ જ મોક્ષમાર્ગ અને તેનું ફળ જે મોક્ષ તેને પ્રાપ્ત થાય છે. આવી વાત છે.
* ગાથા ૪૧૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * વ્યવહારનયનો વિષય તો ભેદરૂપ અશુદ્ધ દ્રવ્ય છે, તેથી તે પરમાર્થ નથી; નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ધ દ્રવ્ય છે, તેથી તે જ પરમાર્થ છે.'
શું કહે છે? કે આ વ્રત, તપ, ભક્તિ આદિના ભાવ એ વ્યવહારનયનો વિષય ભેદરૂપ અશુદ્ધ દ્રવ્ય છે. અહા ! કોઈ ક્રોડો રૂપિયા દાનમાં ખર્ચ, લાખ મંદિરો બનાવે, જીવન પર્યત બ્રહ્મચર્ય પાળે, શાસ્ત્રો ભણે ને પંચ મહાવ્રતાદિ પાળે, એકેન્દ્રિયને પણ દુભવે નહિ –ઈત્યાદિ બધો જે પ્રશસ્ત રાગ છે તે ભેદરૂપ અશુદ્ધદ્રવ્ય છે. અહીં અશુદ્ધ દ્રવ્ય કેમ કહ્યું? સ્વભાવથી તો અંદર દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ જ છે, પણ પર્યાય અશુદ્ધ છે એ અપેક્ષાએ અશુદ્ધ દ્રવ્ય છે એમ કહ્યું. ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય કાંઈ અશુદ્ધ થઈ જતું નથી, પણ વર્તમાનમાં અશુદ્ધ પરિણમ્યું છે ને! તો અશુદ્ધ પરિણમ્યું છે તે અશુદ્ધ દ્રવ્ય છે એમ વાત છે. સમજાણું કાંઈ.....!
આ સમજ્યા વિના મોટા અબજોપતિ શેઠ હો કે રાજા હો- એ બધા દુ:ખી જ છે. અંદર આત્મા અમૃતનો સાગર છે તેનાથી ઉલટી દશા-ચાહે તે અતિ મંદ રાગની હો તો પણ –તે બધું જ દુઃખ જ છે. ભાઈ ! ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યનો અનુભવ તે પરમાર્થ નથી, મોક્ષમાર્ગ નથી. અહા! રત્નજડિત રાજમહેલ, રાજપાટ અને રાણીઓ –સર્વ છોડીને, નગ્ન દિગંબરદશા ધારણ કરી કોઈ જંગલમાં ચાલ્યો જાય અને ત્યાં ધર્મબુદ્ધિથી અનેક મંદરાગની ક્રિયાઓ કરે, પણ અંતર્દષ્ટિ કરે નહિ તો એવો અશુદ્ધદ્રવ્યનો અનુભવ પરમાર્થ નથી. બહારનો ત્યાગ વડે માને કે મેં ઘણું છોડયું, પણ અંદરથી મિથ્યાત્વ છોડયા વિના તેણે શું છોડ્યું? કાંઈ જ નહિ. (એક આત્મા છોડયો છે). અહા! આવી આવી વ્યવહારની ક્રિયાઓ તો જીવે અનંતવાર કરી છે. એ બધો વ્યવહારનયનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com