________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૨૯૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
વિષય તો અશુદ્ધદ્રવ્ય છે, તે ૫રમાર્થ નથી, અર્થાત્ ૫૨માર્થે તે મોક્ષમાર્ગ નથી.
સમ્યગ્દષ્ટિને આત્મા ઉપર દૃષ્ટિ હોય છે. વર્તમાન પર્યાયમાં અલ્પતા છે તેનું તે જ્ઞાન કરે છે અને પૂર્ણતાની પ્રાપ્તિ માટે હજુ ઘણું કરવાનું બાકી છે એમ તે માને છે, જ્યારે અજ્ઞાની બાહ્ય ત્યાગથી સંતુષ્ટ થઈ મેં ઘણું કર્યું એમ માને છે. તેને સ્વસ્વરૂપની ખબર નથી, તેથી સ્વસ્વરૂપનો ત્યાગી તે મિથ્યાત્વનો જ સેવનારો છે.
‘નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ધદ્રવ્ય છે, તેથી તે જ પરમાર્થ છે.' જોયું ? વ્યવહારનયનો વિષય ભેદરૂપ અશુદ્ધ દ્રવ્ય છે, તેથી તે પરમાર્થ નથી, જ્યારે નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ઘ દ્રવ્ય છે, તેથી તે જ ૫૨માર્થ છે. આમ બે લીટીમાં બે નયના બે વિષય સમાવી પરમાર્થ કહ્યો કે નિશ્ચયનયનો વિષય અભેદ એકરૂપ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે માટે તેનો અનુભવ ૫૨માર્થ છે. અહાહા......! જેને ગાથા ૧૧ માં ભૂતાર્થ કહ્યો તે એક જ સત્યાર્થ પ્રભુ છે અને તે સમ્યગ્દર્શનનો વિષય છે, માટે તે જ ૫૨માર્થ છે. નિશ્ચયનયનો વિષય કહો કે સમ્યગ્દર્શનનો વિષય કહો –તે એક જ છે અને તે જ પરમાર્થ છે.
નિમિત્ત, વ્યવહાર અને પર્યાય તે વ્યવહારનયનો વિષય છે, તે પરમાર્થ નથી. પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા શાશ્વત ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ શુદ્ધ ચિદાનંદઘનપ્રભુ અંદર છે તે અભેદરૂપ શુદ્ઘ દ્રવ્ય છે, જ પરમાર્થ છે; કેમકે તેના આશ્રયે ધર્મ પ્રગટ થાય છે. અરે ભાઈ! આ વ્યવહારના ક્રિયાકાંડ છે એ તો બધી કર્મધારા છે, એ ધર્મધારા નથી. ભૃતાર્થ અભેદ એક જે શુદ્ધદ્રવ્ય તેના આશ્રયે પ્રગટ જે નિર્મળ રત્નત્રય તે જ ધર્મ છે અને તેથી તે જ પરમાર્થ છે. તેથી કહે છે
· માટે, જેઓ વ્યવહારને જ નિશ્ચય માનીને પ્રવર્તે છે તેઓ સમયસારને અનુભવતા નથી; જેઓ ૫૨માર્થને પરમાર્થ માનીને પ્રવર્તે છે તેઓ જ સમયસારને અનુભવે છે. (તેથી તેઓ જ મોક્ષને પામે છે).’
અહાહા....! ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ કર–એમ ભગવાનની આજ્ઞા છે. અહા! ભગવાન સર્વજ્ઞદેવની આજ્ઞા છે કે-અમારી પણ દષ્ટિ છોડ, અમારી દષ્ટિ કર મા. અંદર તારો પૂર્ણ ભગવાન છે તેને દૃષ્ટિમાં લે. અમારા પ્રતિ લક્ષ કરીશ તો તને રાગ થશે. જેઓ વ્યવહારને જ નિશ્ચય માનીને પ્રવર્તે છે તેઓ નિજ ભગવાન સમયસારને અનુભવતા નથી. મોક્ષપાહુડની ગાથા ૧૬ માં કહ્યું છે કે- ‘પરવવાવો વાડ્ સવ્વાવો દુ સાફ હોર્ફ' ૫૨ તરફની દષ્ટિ કરે તે દુર્ગતિ છે, અને સ્વદ્રવ્યની દષ્ટિથી સુગતિ નામ મોક્ષગતિ છે. અહા! દિગંબર સંતોને કોઈની શું પડી છે? સમાજને ગમે કે ન ગમે, એ તો માર્ગ જેમ છે તેમ કહે છે. અહાહા....! કહે છે-જેઓ પરમાર્થને ૫રમાર્થ માનીને પ્રવર્તે છે તેઓ જ સમયસારને અનુભવે છે; અર્થાત્ તેઓ જ મોક્ષને પામે છે આવી વાત છે.
*
*
*
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com