________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
* કળશ ૨૨૪: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘નિત્ય જ્ઞાનસ્થ સંગ્વતનયા વ જ્ઞાન ગતીવ શુદ્ધમ્ પ્રારાતે' નિરંતર જ્ઞાનની સંચેતનાથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે; “તુ' અને “જ્ઞાન–સંગ્વતનયાં' અજ્ઞાનની સંચેતનાથી “વન્ય: ધોવન' બંધ દોડતો થકો “વોઇસ્ય શુદ્ધિ નિરુણદ્ધિ' જ્ઞાનની શુદ્ધતાને રોકે છે-જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી.
જુઓ, અહીં જ્ઞાન અને અજ્ઞાનની સંચેતનાનું એમ બન્નેનું ફળ કહ્યું છે, શું કહે છે? કે ભગવાન આત્મા સર્વજ્ઞસ્વભાવી, વીતરાગસ્વભાવી શુદ્ધ એક ચૈતન્યમાત્ર વસ્તુ છે. અહાહા...! આવા નિજસ્વરૂપમાં એકાગ્ર થઈ તેને જ જે વેદે છે, અનુભવે છે તેની પર્યાયમાં જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે અર્થાત્ તેને પવિત્રતાની શુદ્ધતાની વિશેષ દશા પ્રગટ થાય છે. શું કહ્યું? જેમાં આ બધું જણાય છે તે જાણનારો જ્ઞાનસ્વભાવી પ્રભુ આત્મા છે. અહા ! તે જાણનારને જાણી, તેમાં જ એકાગ્રતા કરી રમવાથી –ઠરવાથી અંતરંગમાં શુદ્ધિની વૃદ્ધિ પ્રગટ થાય છે. લ્યો, આ સંવર અને નિર્જરા છે. બન્ને સાથે છે હીં. વર્તમાન શુદ્ધિ જે પ્રગટ થાય તે સંવર અને વિશેષ રમણતાથી શુદ્ધિમાં વૃદ્ધિ જે થાય તે નિર્જરા. અહીં આ ચારિત્રની વિશેષ દશાની વાત છે. અહો! આચાર્યદવે બહુ ટૂંકામાં મોક્ષમાર્ગ દર્શાવ્યો છે.
કહે છે-શુદ્ધ ચૈતન્યઘનસ્વભાવી આનંદકંદ પ્રભુ આત્મા છે, તેમાં સમ્યક પ્રકારે એકાગ્ર થઈ રમણતા કરવાથી જ આત્માની અત્યંત શુદ્ધ દશા પ્રકાશે છે. જુઓ, “જ્ઞાનની સંચેતનાથી જ' – ‘સંખ્યતનયા વ’ એમ શબ્દો છે. મતલબ કે કોઈ વ્રત, તપ, દયા, દાન, ભક્તિ આદિના શુભ વિકલ્પથી શુદ્ધિની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે એમ નહિ, પણ અનાકુળ અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો રસકંદ પ્રભુ આત્મા છે તેની સન્મુખ થઈ તેમાં જ રમણતા કરવાથી ધર્મની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે. જુઓ, આ સમકિતીને ચારિત્ર થવાની વિધિ બતાવી છે.
વળી કહે છે- અજ્ઞાનની સંચેતનાથી બંધ દોડતો થકો જ્ઞાનની શુદ્ધતાને રોકે છે – જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી.
જુઓ, શું કહે છે? કે “અજ્ઞાનની સંચેતનાથી...' અહાહા..! આ પુણ્ય-પાપના શુભાશુભ ભાવ જે અજ્ઞાનીને થાય તે અજ્ઞાનચેતના છે, કેમકે તે ભાવમાં ચૈતન્યના
સ્વભાવનો અભાવ છે. શું કીધું? દયા, દાન, વ્રત, ભક્તિ આદિ ને હિંસા, જૂઠ, વિષયવાસના આદિના ભાવ અજ્ઞાનચેતના છે, અને તેમાં એકાગ્ર થઈ તેમાં જે રમે તેને બંધ દોડતો થકો જ્ઞાનની શુદ્ધતાને રોકે છે, અર્થાત્ તેને શુદ્ધતા પ્રગટ થતી જ નથી; અશુદ્ધતા થાય છે, બધ જ થાય છે. પુણ્ય-પાપના ભાવ થાય તે કર્મચેતના છે અને તેનું ફળ જે સુખ-દુઃખ તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com