________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૮૫ ધર્મી આ વાસ્તવિક વસ્તુસ્થિતિને સ્વીકારતો થકો યથાર્થદષ્ટિ વડે પોતાનું જીવન સુરક્ષિત રાખે છે, નાશ થવા દેતો નથી.
પર્યાય વિકારી હો કે અવિકારી, એ અનેક પર્યાયપણે થવાનો મારો સ્વભાવ છે, એ અનેક પર્યાયપણે હું છું, અર્થાત્ મારી વિકારી પર્યાય પણ પરને લઈને થઈ છે એમ નથી આવું ધર્માત્માને (અંતરસનુખના વલણમાં) જ્ઞાન થાય છે. તેને અનેકપણામાં જે રાગાદિ ને નિર્મળ પર્યાય થાય છે એનો ભેદ (ભેદજ્ઞાન) વર્તે છે, અને એ રીતે તે કેવળ રાગનો જ્ઞાતા-દષ્ટા રહે છે. સાથે રહેવું જ્ઞાન જાણે છે કે પર્યાય અપેક્ષાએ રાગ મારામાં છે. આમ સત્યાર્થ દષ્ટિ દ્વારા ધર્મી પુરુષ પોતાના જીવનને ટકાવી રાખે છે, આ અનેકાન્તનું ફળ છે.
પ્રશ્ન- જ્ઞાની પર્યાયમાં દુઃખને વેદે નહિ, દુઃખને જાણે અને વેદ એમ જ કહો તો જ્ઞાતાદરાપણું ક્યાં રહ્યું?
ઉત્તર- દુ:ખને જાણે કહો કે વેદે કહો-એક જ વાત છે. દુઃખને દુઃખરૂપે જાણે-વેદે નહિ તો દુઃખ ક્યાં આવ્યું? એકલો આનંદ આવ્યો. પણ ધર્મીને આનંદની સાથે જ દુઃખનું પણ વેદન છે. આ દુઃખ છે એ પોતે જ વેદન છે. એક પર્યાયમાં ધર્મીને આનંદ અને દુઃખ બન્નેનું વેદન છે. આમ ન માનવામાં આવે તો વસ્તુ સિદ્ધ નહિ થાય. એને દુઃખ-દોષ છે એનો જ્ઞાતા-દ્રષ્ટા કહીએ એ તો દ્રવ્યદૃષ્ટિથી વાત છે, પણ જ્ઞાન અપેક્ષાએ જ્ઞાન (આત્મા) દોષ-દુઃખને વેદે છે. દોષ શું કાંઈ અદ્ધર (બહાર) થાય છે? ના, તો દોષનુંદુઃખનું વેદન છે.
પ્રશ્નઃ- જ્ઞાની રાગ-દુઃખને જાણે છે, તો તે જ્ઞાતા છે કે ભોક્તા છે?
ઉત્તર:- જ્ઞાતાય છે ને ભોક્તાય છે. તે આ રીતે –સ્વભાવની દષ્ટિએ તે જ્ઞાતા છે, કર્તા-ભોક્તા નથી; પણ પર્યાયનું જ્ઞાન કરવાની અપેક્ષાએ તે કર્તા-ભોક્તા છે, વેદક છે. આમ જો ન સ્વીકારવામાં આવે તો દુઃખનું વેદન પરદ્રવ્યને છે એમ (આપત્તિ) આવશે. જ્ઞાનીને કર્મધારા છે એનો અર્થ શું થયો? કે પર્યાયના વેદનની અપેક્ષા તેને દુઃખનું વેદન છે. આમ ન માને એ એકાન્ત છે. આવો મારગ! કોઈને થાય કે વ્રત પાળવાં, ને દયા કરવી ને વિધવાઓનાં આંસુ લૂછવાં, દીન-દુ:ખિયાને ભોજન-વસ્ત્ર દવા એની વાત તો કરતા નથી. એવી વાત તો ભાઈ ! અન્યમતમાં પણ ખૂબ આવે છે, પણ એ તો બધો રાગ છે બાપુ! એનાથી ધર્મ થાય એમ માને એ તો મૂઢપણું છે. લોકોને કાંઈ ખબર ન મળે અને પરમાં ને પરમાં રોકાઈ રહે, પણ એ તો જીવનનો ઘાત કરવાપણું છે; કેમકે પરનાં કામ આત્મા ત્રણકાળમાં પણ કરી શકતો નથી. સમજાણું કાંઈ....?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com