________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૩ : ૨૭૯
જાત છે. હું જેમ સર્વજ્ઞરૂપે થયો છું તેમ સ્વભાવે તારું અંદર એવું જ સર્વજ્ઞને સર્વદર્શી સ્વરૂપ છે. આ દયા, દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિ પરિણામ તો રાગ છે, અન્યદ્રવ્ય છે, તારું સ્વરૂપ નથી. આમ છતાં દયા, દાન, વ્રત આદિ પરિણામથી ધર્મ થવાનું માને તે ઓલા બકરાંના ટોળામાં ભળી ગયેલું સિંહનું બચ્ચું પોતાને બકરું માને એના જેવા છે. અહા ! દ્રવ્યલિંગના મમકાર વડે તેઓ વિવેકરહિત-અંધ બની ગયા છે. તેઓ નિજ સમયસારને જ દેખતા નથી, બકરાંના ટોળામાં રહેલું સિંહનું બચ્ચું માને કે હું બકરું છું એની જેમ દ્રવ્યલિંગમાં મમકાર કરે તે મૂઢ છે.
અરે ભાઈ! તું કોણ છો? ભગવાનની ધ્વનિમાં ગર્જના થઈ છે કે-પ્રભુ તું અનંત અનંત બેહુદ જ્ઞાન અને આનંદના સ્વભાવનો સમુદ્ર છો, ને સ્વસંવેધ અર્થાત્ સ્વસંવેદનમાં જણાય એવો છો. ભાઈ! તું અન્યદ્રવ્યમય ક્રિયાકાંડથી આત્મલાભ થવાનું માને એ તારું અંધપણું છે, વિવેકરહિતપણું છે. બાહ્યલિંગમાં મમકાર કરનાર નિજ આત્મસ્વરૂપને જ દેખતો નથી. રાગ ભગવાન આત્માને સ્પર્શતો જ નથી, છતાં રાગની ક્રિયાથી લાભ થશે એમ માનનાર અંધ-વિવેકરહિત જ છે. અંધ કેમ કહ્યો ? કે તે પોતાને જ ભાળતો નથી.
હવે ઘણા બધા લોકો તો અશુભમાં-દુકાન-ધંધા, રળવું-કમાવું ને ઈન્દ્રિયના વિષયની પ્રવૃત્તિમાં પડયા છે. એમાં તો ભારે નુકશાન છે ભાઈ! આવી પ્રવૃત્તિથી ઝટ વિરક્ત થઈ જા બાપુ! જુઓ, આ બોટાદના એક મુમુક્ષુભાઈ ! મુંબઈમાં મોટી દુકાન-ધંધો ચાલે. ભાઈઓને કહ્યું- ભાઈ ! મને મુક્ત કરો; મારે નિવૃત્તિ લઈ સ્વહિત થાય એમ કરવું છે. મોટો ધંધો હોં, લાખોની પેદાશ, નાની ઉંમર બેતાલીસની, પણ કહે–મારે ગુરુચરણમાં રહી મારું હિત કરવું છે, હવે મને ધંધામાં રસ નથી; મારા ભાગે આવતી ૨કમમાંથી મને ચાર આની આપો, પણ મારે નિવૃત્તિ લેવી છે. જુઓ, આ સત્સમાગમ અને સ્વહિતની જાગૃતિ! આ પૈસાવાળાઓએ દાખલો લેવા જેવો છે. ભાઈ! બહા૨ની જંજાળમાં શું છે? અહીં વિશેષ એમ કહે છે કે-અંદર જ્ઞાન અને આનંદનું ધામ પ્રભુ આત્મા છે એનો વિશ્વાસ ન મળે અને દયા, દાન, વ્રત આદિ ક્રિયાથી ધર્મ થશે એમ માનનાર વિવેકરહિત અંધ છે. શાસ્ત્રમાં તેમને ‘વાળા' રાંક-બિચારા કહ્યા છે. અહા ! દ્રવ્યલિંગ તે અન્યદ્રવ્યથી નિપજેલા વિકારી ભાવ છે, તેમાં માને કે ‘આ હું’ ને ‘એનાથી મને લાભ ’ તે અંધ છે. આવી વાત! ભાઈ તને આકરી લાગે પણ આ ધ્વનિમાં આવેલો સત્ય પોકાર છે.
અરે ભાઈ! આ દેહ તો છૂટી જશે ને તું ક્યાં જઈશ? શું તારી તને કાંઈ પડી નથી ? આ વંટોળિયે ચઢેલું તરણું ઉંચે ચડીને ક્યાં જઈ પડશે-નક્કી નહિ તેમ રાગની ક્રિયા મારી છે એવી માન્યતારૂપ મિથ્યાત્વના વંટોળિયે ચઢેલો જીવ ક્યાંય જઈને ચાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com