________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ : ૨૦૭
થાય છે. આ જ મારગ છે; ક્રિયાકાંડ મારગ નથી. કહ્યું છે ને કે
એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત.
મૃગની નાભિમાં કસ્તુરી હોય છે, પણ મૃગ તે જોતો નથી, બહાર ઢુંઢે છે. તેમ પોતે અંદર ત્રણ લોકનો નાથ આનંદકંદ પ્રભુ જ્ઞાનાનંદથી ભરેલો ભગવાન છે, પણ અજ્ઞાની તેને જોતો નથી. અરે! પુણ્ય-પાપના ભાવ અને તેના ફળમાં આ બહારની જે ધૂળ (-ધન-સંપત્તિ આદિ) મળે તેમાં ભરમાઈ ગયો છે.
છે
અહીં કહે છે તે અનાદિ ભ્રમણા મટાડીને અંદર ચિદાનંદસ્વરૂપ ભગવાન પોતે તેના આશ્રયે સ્વસમયપ્રવૃત્તિ વડ મોક્ષમાર્ગરૂપે પરિણમન કરીને સંપૂર્ણવિજ્ઞાનવનસ્વભાવને જે પામે છે તેને સંપૂર્ણ કેવળજ્ઞાન પ્રગટે છે. અહાહા...! કેવું છે કેવળજ્ઞાન ? એક સમયમાં યુગપત્ ત્રણકાળ ત્રણલોકના સર્વ પદાર્થોને જે જાણી લે છે. અહા ! તે પૂર્ણ સ્વરૂપ જે પ્રગટ થયું તેમાં કાંઈ ગ્રહણ-ત્યાગ નથી. સ્વરૂપનું ગ્રહણ અને રાગનો ત્યાગ-એવું કાંઈ હવે રહ્યું નથી. અહા! આવા સાક્ષાત્ સમયસારસ્વરૂપ, ૫૨માર્થભૂત, નિશ્ચળ, શુદ્ધ આત્માને દેખવું-અનુભવવું છે.
સાક્ષાત્ સમયસારસ્વરૂપ એટલે શું? કે અંદર ત્રિકાળી આત્મા તો ત્રિકાળ જિનસ્વરૂપ-સમયસારસ્વરૂપ જ છે, પણ જેવું ત્રિકાળ શક્તિરૂપ છે તેવું વર્તમાન પર્યાયપણે પ્રગટ થયું, કેવળજ્ઞાન-કેવળદર્શનરૂપ પરિણમ્યું, અનંતચતુષ્ટયરૂપ થયું તે સાક્ષાત્ સમયસારસ્વરૂપ છે. જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંતગુણની પૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટી તેને સાક્ષાત્ સમયસારસ્વરૂપ કહીએ. અંદર શક્તિરૂપે છે તે વર્તમાન વ્યક્ત થઈ તેને સાક્ષાત્ સમયસારસ્વરૂપ થયો કહીએ. સમયસાર નાટકમાં આવે છે ને કે
ઘટ ઘટ અંત૨ જિન બસે, ઘટ ઘટ અંતર જૈન; મતમદિરા કે પાન સૌં, મતવાલા સમુÎ ન.
અંદર શક્તિએ તો ભગવાન જિનસ્વરૂપ જ પોતે છે. ન હોય તો પ્રગટે ક્યાંથી? શું બહારથી પ્રગટે? બાપુ! એ તો શક્તિપણે છે તે પ્રગટે છે. એ પ્રગટે છે તે આ બહારના લેબાસમાંથી કે ક્રિયાકાંડમાંથી નહિ હો; એ તો નિર્મળાનંદનો નાથ ત્રિકાળ પ્રભુ પોતે અંદર છે તેની એકાગ્રતા અને રમણતા કરતાં કરતાં પૂર્ણ સ્થિરતા પામી પૂર્ણ પ્રગટે છે અરે! પણ મિથ્યામતરૂપી મદિરાના સેવનથી જગતના પાગલ લોકો આ
સમજતા નથી ?
અહાહા...! લીંડીપીપરના દાણામાં અંદર ચોસઠ પહોરી તીખાસ ભરી છે તે ઘૂંટવાથી બહાર પ્રગટ થાય છે. અંદર શક્તિ પડી છે તેની વ્યક્તિ થાય છે. તેમ ભગવાન
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com