________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૦૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) આત્મામાં અનંત ચતુષ્ટયસ્વરૂપ શક્તિ અંદર સહજ પડી છે, તેને અંતર-એકાગ્રતાના એને અંતર-રમણતાના અભ્યાસ વડે ઘૂંટવાથી કેવળજ્ઞાન આદિ અનંત ચતુષ્ટયરૂપે પ્રગટ થાય છે. આ પરમાર્થ છે. પરની સેવા કરવી ને દયા કરવી તે પરમાર્થ નહિ. અંદર પરમાર્થ ભૂત નિજસ્વરૂપ છે તેને અંતર અવલંબને પ્રગટ કરવું તેનું નામ પરમાર્થ છે. બાકી પદ્રવ્યનું તો હું શું કરી શકે ? કોઈ દ્રવ્યનો કોઈ અન્ય દ્રવ્યમાં તો પ્રવેશ જ નથી. આવી ઝીણી વાત છે!
... એવા સાક્ષાત સમયસારસ્વરૂપ, પરમાર્થ ભૂત, નિશ્ચળ રહેલા, શુદ્ધ પૂર્ણ જ્ઞાનને (પૂર્ણ આત્મદ્રવ્યને) દેખવું-એમ કહ્યું ને! હવે કહે છે
ત્યાં “ દેખવું” ત્રણ પ્રકારે સમજવું. શુદ્ધનયનું જ્ઞાન કરીને પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું તે પહેલા પ્રકારનું દેખવું છે. તે અવિરત આદિ અવસ્થામાં પણ હોય છે.”
જુઓ, ભગવાન આત્માને દેખવાના ત્રણ પ્રકાર પૈકી આ પહેલો પ્રકાર કહ્યો. શુદ્ધનયનો વિષય પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ ત્રિકાળી આત્મા છે. તેને અભેદવિવક્ષામાં શુદ્ધનય કહે છે. શું કીધું? ત્રિકાળી શુદ્ધ એક ચિટૂપસ્વરૂપ આત્માને અભેદથી શુદ્ધનય કહે છે. સમયસાર ગાથા ૧૧ માં આચાર્ય કુંદકુંદદવે ત્રિકાળ સત્યાર્થ ભૂતાર્થ શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને શુદ્ધનય કહ્યો છે. ‘મૂલ્યો સિવો ટુ શુદ્ધનમો’ એમ ત્યાં ગાથા છે. અહીં કહું છે- શુદ્ધનયનું અર્થાત્ ત્રિકાળ શુદ્ધ જ્ઞાનાનંદ નિર્મળાનંદ પ્રભુ આત્માનું જ્ઞાન કરીને, પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન-તે પહેલા પ્રકારનું દેખવું છે. પ્રથમ શુદ્ધનય જ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તને જાણવું કેમકે જાણ્યા વિના શ્રદ્ધાન કોનું કરે ? માટે પ્રથમ ત્રિકાળી શુદ્ધ ચિદાનંદ ચૈતન્યસ્વરૂપ આત્માને જાણીને તેની પ્રતીતિ કરવી કે પૂર્ણ ચિદાનંદઘન અનંત શક્તિઓનો પિંડ પ્રભુ હું આ આત્મા છું એનું નામ સમ્યગ્દર્શન છે અને તે પહેલા પ્રકારનું દેખવું છે.
આ “દેખવું” ચોથા-પાંચમા ગુણસ્થાનમાં હોય છે. શ્રેણીક રાજા ક્ષાયિક સમકિતી અવિરત દશામાં હતા તેમને વ્રત, ચારિત્ર ન હતું. ચોથા ગુણસ્થાનમાં હતા. તીર્થકરગોત્ર બાંધ્યું છે. હમણાં પ્રથમ નરકમાં છે, ત્યાંથી નીકળી આવતી ચોવીસીના પ્રથમ તીર્થકર થશે. ભાઈ ! આવો સમ્યગ્દર્શનનો કોઈ અચિજ્ય મહિમા છે. ત્રિકાળી ભૂતાર્થ સ્વભાવનાં જ્ઞાન-શ્રદ્ધાન-અનુભવ ચોથે, પાંચમે અને છઠું હોય છે. આચાર્ય શ્રી અમૃતચંદ્રસ્વામીની ટીકાનો પંડિત જયચંદજીએ આ અર્થ કર્યો છે. ચોથા ગુણસ્થાને પણ શુદ્ધનય નામ શુદ્ધ વિજ્ઞાનઘનસ્વભાવ આત્માનો અનુભવ થઈને પ્રતીતિ થાય છે અને આત્મસ્વરૂપની વિશેષ લીનતા થઈ સ્વરૂપની શાંતિની વૃદ્ધિ થાય તે શ્રાવકનું પાંચમું ગુણસ્થાન છે. ત્યાં હજુ અપ્રમત્ત દશા નથી. હવે બીજા પ્રકારે “દેખવું કહે છે:
જ્ઞાન-શ્રદ્ધાન થયા પછી બાહ્ય સર્વ પરિગ્રહનો ત્યાગ કરી તેનો (-પૂર્ણ જ્ઞાનનો)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com