________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૨: ૨૪૯
ગદ્ય ગઈ સમયચ સાર” ન પશ્યન્ત] તે પુરુષો તત્ત્વના યથાર્થ જ્ઞાનથી રહિત વર્તતા થકા હજુ સુધી સમયના સારને (અર્થાત્ શુદ્ધ આત્માને) દિખતા-અનુભવતા નથી. કવો છે તે સમયસાર અર્થાત્ શુદ્ધ આત્મા? [ નિત્ય-ઉદ્યોતમ ] નિત્ય પ્રકાશમાન છે (અર્થાત્ કોઈ પ્રતિપક્ષી થઈને જેના ઉદયનો નાશ કરી શક્યું નથી), [અરવલ્ડમ] અખંડ છે ( અર્થાત્ જેમાં અન્ય જ્ઞય આદિના નિમિત્તે ખંડ થતા નથી), [vમ્] એક છે (અર્થાત્ પર્યાયોથી અનેક અવસ્થારૂપ થવા છતાં જે એકરૂપપણાને છોડતો નથી, [તુનમીનો] અતુલ (–ઉપમારહિત) જેનો પ્રકાશ છે (કારણ કે જ્ઞાનપ્રકાશને સૂર્યાદિકના પ્રકાશની ઉપમા આપી શકાતી નથી), [સ્વભાવ-પ્રમ–પ્રારભારં] સ્વભાવપ્રભાનો પુંજ છે (અર્થાત્ ચૈતન્યપ્રકાશના સમૂહરૂપ છે), [ ] અમલ છે (અર્થાત્ રાગાદિ-વિકારરૂપી મળથી રહિત છે).
(આ રીતે, જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ કરે છે તેમને નિશ્ચય-કારણસમયસારનો અનુભવ નથી; તો પછી તેમને કાર્યસમયસારની પ્રાપ્તિ ક્યાંથી થાય?) ૨૪૧.
સમયસાર ગાથા ૪૧૨ : મથાળું હવે આ જ ઉપદેશ ગાથા દ્વારા કરે છે -
* ગાથા ૪૧૨ : ટીકા ઉપરનું પ્રવચન * “(હે ભવ્ય !) પોતે અર્થાત્ પોતાનો આત્મા અનાદિ સંસારથી માંડીને પોતાની પ્રજ્ઞાના (-બુદ્ધિના) દોષથી પરદ્રવ્યમાં રાગદ્વેષાદિમાં નિરંતર સ્થિત રહેલો હોવા છતાં, પોતાની પ્રજ્ઞાના ગુણ વડે જ તેમાંથી પાછો વાળીને તેને અતિ નિશ્ચળપણે દર્શન-જ્ઞાનચારિત્રમાં નિરંતર સ્થાપ;..”
આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ આનંદનો રસકંદ છે; પણ પોતે અનાદિ સંસારથી માંડીને પોતાને ભૂલેલો છે. તે પોતાની પ્રજ્ઞાના દોષથી પોતાને ભૂલેલો છે; કર્મના કારણે ભૂલ્યો છે એમ નહિ, પોતાની પ્રજ્ઞાના અપરાધથી પોતાને ભૂલ્યો છે અને અનાદિથી નિરંતર રાગદ્વષમાં જ સ્થિત રહ્યો છે. પરની ક્રિયા તો કોઈ કરી શકતું જ નથી ભાઈ ! પોતે જ પોતાના સ્વરૂપને ભૂલીને પર્યાયમાં નવા નવા સંકલ્પ-વિકલ્પ કરે છે–તે પોતાનો અપરાધ છે. અહા ! પર્યાયમાં અનાદિથી આવી ભ્રમણા ચાલી આવે છે, અંદર પોતે તો જ્ઞાનાનંદસ્વરૂપ જેવો છે તેવો છે.
અહાહા....! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સ્વદ્રવ્ય છે, ને રાગ-દ્વેષના ભાવ, અસંખ્યાત પ્રકારના પુણ્ય-પાપના ભાવ પરદ્રવ્ય છે. પરદ્રવ્યના લક્ષ થતા તે ભાવ પરદ્રવ્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com