________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૪૪: પ્રવચન રત્નાકર ભાગ-૧૦
છે. ૫૨માર્થ મોક્ષમાર્ગ તો આત્માના જે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણામ તે જ છે; માટે આત્માને તેમાં જ જોડવો જોઈએ. એ જ કહે છે
વ્યવહાર આચારસૂત્રમાં કહ્યા અનુસાર જે મુનિ-શ્રાવકનાં બાહ્ય વ્રતો છે, તેઓ વ્યવહારથી નિશ્ચયમોક્ષમાર્ગના સાધક છે; વ્રતોને અહીં છોડાવ્યાં નથી, પરંતુ એમ કહ્યું છે કે તે વ્રતોનું પણ મમત્વ છોડી પરમાર્થ મોક્ષમાર્ગમાં જોડાવાથી મોક્ષ થાય છે, કેવળ ભેખમાત્રથી-વ્રતમાત્રથી મોક્ષ નથી.’
"
જુઓ, મુનિ-શ્રાવકનાં બાહ્ય વ્રતોને વ્યવહારથી નિશ્ચય મોક્ષમાર્ગનાં સાધક કહ્યાં છે. વ્યવહારથી કહ્યાં છે એનો અર્થ શું? કે સાધક તો એક જ છે, પણ તેનું કથન પ્રકારે છે. એ તો મોક્ષમાર્ગપ્રકાશકના સાતમા અધિકારમાં કહ્યું ને? કે મોક્ષમાર્ગ બે નથી, મોક્ષમાર્ગ તો એક જ છે. તેનું કથન બે પ્રકારે છે. ત્રિકાળી દ્રવ્યના આશ્રયે જે દષ્ટિ-જ્ઞાનરમણતા થયા તે નિશ્ચય મોક્ષમાર્ગ સત્યાર્થ મોક્ષમાર્ગ છે, અને તેની સાથે વ્યવહારનો જે વિકલ્પ હોય છે તેને સચર વા બાહ્ય નિમિત્ત જાણી, આોપ દઈ ઉપચારથી મોક્ષમાર્ગ હીએ છીએ; પણ તે કાંઈ સત્યાર્થ મોક્ષમાર્ગ નથી. તેમ મુનિ-શ્રાવકનાં બાહ્ય વ્રતો કાંઈ મોક્ષમાર્ગનાં સત્યાર્થ સાધક છે એમ નથી. સમજાણું કાંઈ...? શ્રીમદ્દજીએ કહ્યું છેઃ
કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ-અંતનો ઉપાય છે.
અહાહા...! બાહ્યલિંગનો પક્ષ છોડી જેઓ સ્વરૂપમાં સમાઈ ગયા, સ્વરૂપના આશ્રયમાં ડૂબી ગયા તેઓ નિગ્રંથ (મુનિવરો) છે, ને એવા નિગ્રંથનો પંથ જ મોક્ષપંથ છે, એ જ ભવના અંતનો ઉપાય છે. બાહ્યલિંગ તો એ જ હોય, પણ તે મોક્ષનો પંથ નથી. ત્યારે શ્રીમદ્દનો આધાર દઈ કોઈ વળી કહે છે
જાતિવેશનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહૈ, એમાં ભેદ નહિ કોય.
આનો તેઓ એવો અર્થ કરે છે કે ગમે તે જાતિ અને વેશ હોય છતાં મોક્ષ થઈ જાય, પણ એ બરાબર નથી. વેશ-બાહ્યલિંગ તો નગ્નદશા જ અને પંચમહાવ્રતાદિ હોય, પણ એનો પક્ષ મોક્ષમાર્ગ નથી એમ વાત છે. અન્ય વેશ તો બાહ્ય લિંગ જ નથી. અન્યવેશમાં મુક્તિ થઈ જાય એમ ત્રણકાળમાં નથી; ચંડાળ જાતિ, સ્ત્રીજાતિ, અને વસ્ત્રસહિત વેશ હોય અને મોક્ષ થઈ જાય એમ ીય બનતું નથી. આ ભગવાન કુંદકુંદાચાર્યનો પોકાર છે. વસ્ત્રસહિત મુનિપણું ત્રણકાળમાં હોઈ શકતું નથી. નિર્મળ દર્શનજ્ઞાન-ચારિત્ર એ એક જ મોક્ષમાર્ગ છે, અને બાહ્યલિંગ પણ એક જ છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com