________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
હા, આવે છે; પણ એ તો નિમિત્તનું (નિમિત્તની મુખ્યતાથી) કથન છે. જ્ઞાનીને રાગની રુચિ નથી તેથી તેને રાગ થાય છે તે કર્મની બળજરીથી છે એમ નિમિત્તની મુખ્યતાથી કહીએ છીએ; પરંતુ થાય છે તો પોતાના અપરાધથી જ, કર્મ કાંઈ રાગાદિ કરાવી દેતું નથી. કર્મ શું કરે? કર્મ-નિમિત્ત તો પર છે, એ તો વિકારને અડતાંય નથી. ત્રીજી ગાથામાં (ટીકામાં) આવ્યું છે કે સર્વ પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલા પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે, તોપણ તેઓ પરસ્પર એકબીજાને ચુંબતા- સ્પર્શતા નથી. ભાઈ ! ભગવાનની વાણીમાં આવેલી આ વાત છે. સમજાણું કાંઈ...!
આત્માની પર્યાયમાં પુણ્ય ને પાપના ભાવ થાય તે બધા દોષો છે. તે દોષોની ઉત્પત્તિ થાય તેમાં પરદ્રવ્યનો કાંઈ પણ અપરાધ નથી. જૈનમાં અત્યારે લાકડું ગરી ગયું છે ને? કર્મને લઈને જીવને વિકાર થાય છે. -એમ જૈનમાં માનવા લાગ્યા છે. અન્યમતવાળા ઈશ્વરને કર્તા માને અને આ જૈનો જડ કર્મને રાગદ્વેષનો કર્તા માને-બેમાં શું ફેર ? કાંઈ જ નહિ; બન્ને મિથ્યાષ્ટિ છે. કર્મથી વિકાર થાય એમ માને એ તો એનું મિથ્યા શલ્ય છે. અહીં તો આ સ્પષ્ટ કહે છે કે તત્ર-ત્યાં “પરેષાં તરત પિ ટૂષણ નાસ્તિ' પરદ્રવ્યનો કોઈપણ દોષ નથી; ત્યાં તો સ્વયે અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે.
આચાર્ય કહે છે- આ અજ્ઞાન અસ્ત થઈ જાઓ, હું તો જ્ઞાન છે. આચાર્યદવે ત્રીજા કળશમાં પણ કહ્યું છે કે-મારી પરિણતિ રાગાદિ દોષોથી કલ્માષિત –મેલી છે તે મલિનતાનો નાશ થાઓ; હું તો દ્રવ્યરૂપથી શુદ્ધ ચૈતન્યમૂર્તિ છું. અહીં પણ કહે છે– અજ્ઞાન અસ્ત થઈ જાઓ, હું તો જ્ઞાન છું. અહાહા....! ચૈતન્યપ્રકાશનો પૂંજ હું પ્રભુ છું એના આશ્રયે પર્યાયમાંથી વિકારનો નાશ થાઓ, ને નિરાકુલ આનંદ પ્રગટ થાઓ. આવી વાત છે. હું તો જ્ઞાન છું એમ કહીને દ્રવ્યદષ્ટિ વડ અજ્ઞાનનો નાશ થાઓ એમ આચાર્યદેવની પ્રેરણા છે.
* કળશ ૨૨૦: ભાવાર્થ ઉપરનું પ્રવચન * અજ્ઞાની જીવ રાગદ્વેષની ઉત્પત્તિ પરદ્રવ્યથી થતી માનીને પરદ્રવ્ય ઉપર કોપ કરે છે કે- “આ પરદ્રવ્ય મને રાગદ્વેષ ઉપજાવે છે, તેને દૂર કરું.” એવા અજ્ઞાની જીવને સમજાવવાને આચાર્યદેવ ઉપદેશ કરે છે કે –રાગદ્વેષની ઉત્પત્તિ અજ્ઞાનથી આત્મામાં જ થાય છે અને તે આત્માના જ અશુદ્ધ પરિણામ છે. માટે એ અજ્ઞાનનો નાશ કરો, સમ્યજ્ઞાન પ્રગટ કરો, આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ અનુભવ કરો; પરદ્રવ્યને રાગદ્વેષનું ઉપજાવનારું માનીને તેના પર કોપ ન કરો.”
અહા! જીવને જેટલા રાગદ્વેષના ભાવ ઉત્પન્ન થાય છે તે અજ્ઞાન છે. એટલે શું? એટલે કે તે રાગદ્વેષાદિ ભાવોમાં ભગવાન જ્ઞાનસ્વરૂપનો શુદ્ધ ચૈતન્યનો અંશ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com