________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૪૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) (દષ્ટિ ) ત્યાં જતી નથી. હું રાગને ને પર્યાયને જાણું છું એમ દષ્ટિ ત્યાં મિથ્યાત્વમાં રહે છે.
સમયસાર ગાથા ૧૭-૧૮ની ટીકાનો ત્રીજો પેરેગ્રાફ
“પરંતુ જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વિશે પર (દ્રવ્યો) સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને “આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી.”
ઝીણી વાત છે પ્રભુ! બાળકથી માંડી વૃદ્ધ સૌને એની જ્ઞાનની પર્યાયમાં સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં અર્થાત્ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ એવો છે કે તે પર્યાયમાં સદાકાળ-એક સમયના વિરહુ વિના ત્રિકાળી આનંદનો નાથ જ જણાય છે. છતાં આ પર્યાયમાં આત્મા જણાય છે એમ દષ્ટિ ત્યાં જતી નથી.
ત્રિકાળી જ્ઞાનગુણ એનો જેમ સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે તેમ તેની જ્ઞાનની વર્તમાન પ્રગટ પર્યાયનો પણ સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે. તેથી તે પર્યાયમાં સર્વ જીવોને સદાકાળ જ્ઞાયક જણાતો હોવા છતાં રાગને વશ થએલો પ્રાણી તેને જોઈ શકતો નથી એની નજરૂ (નજર) પર્યાય ઉપર ને રાગ ઉપર છે એટલે આ જ્ઞાયકને જાણું છું તે ખોઈ બેસે છે. અનાદિ બંધને-રાગને વશ પડયો રાગને જોવે છે પણ મને જ્ઞાનની પર્યાયમાં આ જ્ઞાયક દેખાય છે એમ જતો નથી. ભલેને તું ના પાડ હું (મને-શાયકને) નથી જાણતો છતાં પ્રભુ! તારી પર્યાયમાં તું અત્યારે જણાય છે હો. ગજબ વાત કરી છે ને?
આત્મામાં અનંતગુણો ભલે હો પરંતુ જાણવું એ એનો મુખ્ય ગુણ છે. અમે છીએ એમ અનંતગુણો જાણતા નથી; જ્ઞાન છે તે પોતાને ને પરતે જાણે છે.
એવી રીતે જ્ઞાન પર્યાય સિવાય આનંદ છે, સમ્યગ્દર્શન છે, સમ્યક ચારિત્ર છે તે પોતાને જાણતા નથી કારણ કે એમાં જ્ઞાનસ્વભાવ નથી.
જ્ઞાનની પર્યાય પોતાને જાણે અને પરને જાણે એવો જ એનો સ્વ-પરપ્રકાશક સ્વભાવ પ્રગટ છે તેથી તે જ્ઞાન પર્યાયમાં સદા સૌને ભગવાન આત્મદેવ પ્રકાશે છે. પરંતુ એની દષ્ટિ-બુદ્ધિ એક સમયની પર્યાય અને રાગ ઉપર હોવાથી ભગવાન (જ્ઞાયક આત્મા) જણાય છે એમ માનતો નથી.
સ્વ-પરપ્રકાશક શક્તિ હમારી, તાતેં વચનભેદ ભ્રમ ભારી.
mયશક્તિ દુવિધા પ્રકાશી, નિજરૂપા પરરૂપા ભાસી.” તો કહે છે કે જ્ઞાનની વર્તમાન પર્યાયમાં સ્વ-પર શેયને જાણવાની તાકાત છે અને તેથી તે પર્યાય અને–આખા દ્રવ્યને જાણે છે. વર્તમાન પર્યાયમાં દ્રવ્ય આવતું નથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com