________________
Version 001: remember to check hîřp://www.A+maDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૫: ૩૨૧
અહાહા....! પ્રત્યેક આત્મા અંદર શક્તિરૂપે ભગવાન છે. તેને જાણવાનો ઉપાય શું? -તે હવે પરિશિષ્ટમાં આવશે. ત્યાં ઉપાય-ઉપેયભાવ સમજાવશે. આત્મામાં જ્ઞાનશક્તિ તો ત્રિકાળ છે. તેની એક સમયની જ્ઞાનની જે દશા તેની સ્થિરતા તે ઉપાય અર્થાત મોક્ષનો માર્ગ છે અને તે એમાં (આત્મામાં) જ છે, તથા એનું ફળ જે પૂર્ણ જ્ઞાનની દશા તે ઉ૫ય છે તે પણ એમાં (આત્મામાં) જ છે આમ પ્રધાનપણે જ્ઞાન જ આત્માનું તત્ત્વ છે. આવી અલૌકિક વાત ! સમજાણું કાંઈ..... ?
હવે કહે છે– ‘અહીં એમ ન સમજવું કે “ આત્માને જ્ઞાનમાત્ર તત્ત્વવાળો કહ્યો છે તેથી એટલો જ પરમાર્થ છે અને અન્ય ધર્મો જૂઠા છે, આત્મામાં નથી; ” આવો સર્વથા એકાંત કરવાથી તો મિથ્યાદષ્ટિપણું થાય છે. વિજ્ઞાન-અદ્વૈતવાદી બૌદ્ધનો અને વેદાંતનો મત આવે છે; માટે આવો એકાંત બાધા-સહિત છે. આવા એકાંત અભિપ્રાયથી કોઈ મુનિવ્રત પણ પાળે અને આત્માનું-જ્ઞાનમાત્રનું-ધ્યાન પણ કરે, તોપણ મિથ્યાત્વ કપાય નહિ; મંદ કષાયોને લીધે સ્વર્ગ પામે તો પામો, મોક્ષનું સાધન તો થતું નથી. માટે સ્યાદ્વાદથી યથાર્થ સમજવું.'
અહાહા....! જ્ઞાનમાત્રવસ્તુ આત્મા સ્વરૂપથી જ અનંતગુણસ્વરૂપ છે. આત્મામાં જ્ઞાન ઉપરાંત આનંદ, શાન્તિ, ચિતિ, દશિ, સ્વચ્છતા, પ્રભુતા, ઈશ્વરતા, અસ્તિત્વ, વસ્તુત્વ, કર્તૃત્વ આદિ બીજા અનંત ગુણ અભેદપણે રહેલા છે. માટે આત્મા એકાંતે માત્ર જ્ઞાન જ છે એમ ન સમજવું. આત્મામાં રાગ-દ્વેષ-મોહ આદિ વિભાવ નથી, ૫૨વસ્તુ આત્મામાં નથી- એ તો બરાબર જ છે, પણ દર્શન, જ્ઞાન, ચારિત્ર, સ્વચ્છતા, પ્રભુતા આદિ અનંતગુણ જે આત્મામાં તરૂપ રહેલા છે તે નથી એમ, ન સમજવું. આત્માને જ્ઞાનમાત્ર કહ્યો એ તો અપેક્ષાથી કહ્યો છે, પણ તેથી એટલો જ ૫રમાર્થ આત્મા છે ને બીજા ધર્મો-ગુણો આત્મામાં નથી એમ ન માનવું; કેમકે આવો સર્વથા એકાંત કરવાથી તો મિથ્યાદષ્ટિપણું થાય છે.
લ્યો, હવે આવું પોતાનું તત્ત્વ સમજવાની દરકાર ન કરે ને બાયડી ને છોકરાંમાં ને બાગ, બંગલા ને હજીરામાં સુખ માની ત્યાં ચિત્ત લગાવે પણ એમાં સુખ નથી ભાઈ! એ તો બધી ધૂળ છે બાપુ! આફ્રિકામાં ગયા હતા તો એક મુમુક્ષુ કરોડપતિને ત્યાં ઊતર્યા હતા. પંદર લાખનું તો એનું મકાન ! સાંભળ્યું કે ૯૦ લાખની તો એની વ૨સની કમાણી. પણ ભાઈ! એમાં સુખ ક્યાં છે? એ તો ધૂળ બીજી ચીજ બાપા! એ સંયોગી ચીજ તો આવે ને જાય; ત્યાં શું હરખ કરવો ? સુખનો ભંડાર તો તારો આત્મા છે ત્યાં ચિત્તને જોડ ને. અહીં કહે છે- જ્ઞાનમાત્ર આત્મા કહ્યો એ અનંતધર્મસ્વરૂપ છે. એકાંતે આત્મા જ્ઞાન જ છે એમ ન સમજવું, અન્યથા સર્વથા એકાંત સમજવાથી મિથ્યાદષ્ટિપણું આવી જશે, જૈનપણું રહેશે જ નહિ. સમજાણું કાંઈ..... ?
અહા ! જ્ઞાનમાં સ્વ-પરનો ભેદ પાડી જાણવાની શક્તિ છે. જ્ઞાન વડે જ ભગવાન
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com