________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૭ર : ૧૭
કોણ બાપ ને કોણ દીકરો ? આ તો બધા સ્વાર્થના સંબંધી ભાઈ! નિયમસારમાં આવે છે કે –આ સગાંવહાલાં કોઈ તારા નથી, એ તો બધી ધૂતારાની ટોળી છે. બાપ ગુજરી જાય પછી બૈરાં-છોકરાં રડે છે ને? એ તો પોતાના સ્વાર્થને રડ છે, તારા સારું કોઈ રડતાં નથી હોં; તું દુકાને મજૂરી કરીને રળીને લાવતો તે બધાને ઠીક પડતું, પણ હવે તે સગવડતા ચાલી ગઈ તેથી પોતાના સ્વાર્થ ખાતર રહે છે. બાકી બાપ મરીને ક્યાં ગયો એની કોને પડી છે? (કોઈને કોઈની પડી નથી). (અને કોઈ કોઈનું કરે પણ શું? )
પ્રત્યેક દ્રવ્યની પર્યાય પોતાથી થાય છે, તેમાં બીજી ચીજ નિમિત્ત હો, પણ નિમિત્તથી એનું કાંઈ (કાર્ય) થતું નથી, કેમકે અન્યદ્રવ્યના સ્વભાવથી અન્યદ્રવ્યનો ઉત્પાદ જોવામાં આવતો નથી. ભાઈ ! જેને આ વાત અંતરમાં બેસી જાય તેને પરાધીનપણું નાશ પામી જાય છે. નિમિત્ત આવે તો મારું કાર્ય થાય એવી નિમિત્તાધીન દષ્ટિ ઉડી જાય છે અને તેને સ્વાધીનતાનો પુરુષાર્થ પ્રગટ થાય છે અને આ જ કર્તવ્ય છે. સમજાણું કાંઈ....? હવે કહે છે
“જો આમ છે તો સર્વ દ્રવ્યો નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી ઉપજતાં નથી, પરંતુ પોતાના સ્વભાવથી જ ઉપજે છે કારણ કે (દ્રવ્યના) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ હોવાથી, સર્વ દ્રવ્યો પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતા હોવાને લીધે, નિમિત્તભૂત અન્યદ્રવ્યો પોતાના ( અર્થાત્ સર્વ દ્રવ્યોના) પરિણામના ઉત્પાદક છે જ નહિ; સર્વ દ્રવ્યો જ, નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવને નહિ સ્પર્શતાં થકાં, પોતાના સ્વભાવથી પોતાના પરિણામભાવે ઉપજે છે.”
જોયું? પહેલાં કહ્યું કે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી; હવે કહે છે પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આ સિંહનો ફોટો પાડે છે ને? ત્યાં સિંહના જેવો કેમેરાથી ફિલ્મમાં ફોટો પડી જાય છે –તે કાંઈ સિંહને લઈને નથી. ગજબ વાત છે ભાઈ ! એ ફોટામાં કાંઈ સિંધુ નથી અને ફોટો સિંહને લઈને નથી; કારણ કે દ્રવ્યના પોતાના પરિણામસ્વભાવથી પરિણામનો ઉત્પાદ જવામાં આવે છે. અહા! દરેક આત્મા દરેક પરમાણુની વર્તમાન પર્યાય પોતાના સ્વભાવથી જ થતી જોવામાં આવે છે. વીતરાગનો મારગ બહુ ઝીણો ભાઈ !
આમ હોવાથી, કહે છે, સર્વ દ્રવ્યો પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતા હોવાને લીધે, નિમિત્તભૂત અન્યદ્રવ્યો સર્વ દ્રવ્યોના પરિણામના ઉત્પાદક છે જ નહિ. આ રાગદ્વેષના પરિણામ થાય તે પોતાના સ્વભાવથી જ થાય છે, જડ કર્મો તેના ઉત્પાદક છે જ નહિ. જીવના રાગાદિ દોષોનું ઉત્પાદક પદ્રવ્ય છે એમ છે જ નહિ. “અપનેકો આપ ભૂલ કે હેરાન હો ગયા' અહા ! પોતે પોતાને ભૂલીને હેરાન થયો છે, દુઃખી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com