________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૧૭ અંતરંગમાં અનુભવે છે. ભાઈ ! આમાં તો મિથ્યાદર્શનનો નાશ થઈ ધર્મ-સમ્યગ્દર્શન આદિ–કેમ થાય એની વાત છે. લ્યો.
* કળશ ૨૫૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * એકાંતવાદી શૈયાકારરૂપ (અનેકાકારરૂપ) જ્ઞાનને મલિન જાણી, તેને ધોઈનેતેમાંથી જ્ઞયાકારો દૂર કરીને, જ્ઞાનને જ્ઞયાકારો રહિત એક-આકારરૂપ કરવા ઇચ્છતો થકો જ્ઞાનનો નાશ કરે છે....'
અહા ! પોતાનું જે ટકતું તત્ત્વ તે પર્યાયમાં અનંત જ્ઞયાકારોને જાણવાપણું થયું છે તે એનો-પર્યાયનો સ્વભાવ છે એમ ન માનતાં, એ કલંક થઈ ગયું એમ માની જ્ઞાનને શેયાકારો રહિત એક આકારરૂપ કરવા ઈચ્છતો થકો તે પર્યાયનો નાશ કરે છે, અને એ રીતે પોતાનો નાશ કરે છે.
“અને અનેકાંતી તો સત્યાર્થ વસ્તુસ્વભાવને જાણતો હોવાથી, જ્ઞાનને સ્વરૂપથી જ અનેકાકારપણું માને છે.”
શું કીધું? અનંતને જાણવું એ તો વસ્તુનો-પર્યાયનો સ્વભાવ છે. આ રીતે જ્ઞાનને સ્વરૂપથી જ અનેકાકારપણું છે ત્યાં મલિનતા કવી? જ્ઞાનમાં અનંતુ જણાય એ તો જ્ઞાનની નિર્મળતા છે. કેવળજ્ઞાનમાં જણાય છે કે નહિ? અહીં મતિ-શ્રુતજ્ઞાનની પર્યાયમાં અનંતુ જણાય છે એમ લીધું છે. પર્યાયમાં અનંતુ જણાય છતાં પર્યાય તો એક જ્ઞાનરૂપ જ છે, શેયરૂપ થતી નથી, અને વસ્તુપણે તો હું એક જ છું એમ અનેકાન્તી વસ્તુને-જ્ઞાનને સમ્યક પ્રકારે જાણે-અનુભવે છે.
આ પ્રમાણે અનેકપણાનો ભંગ કહ્યો.
હવે પાંચમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:
* કળશ ૨૫૨ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘પશુ:' પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, ‘પ્રત્યક્ષ-નાસિવિત–રિથર–પરદ્રવ્ય-સ્તિતા–વન્વિત:' પ્રત્યક્ષ અલિખિત એવાં પ્રગટ (-સ્થૂલ) અને સ્થિર (-નિશ્ચળ) પરદ્રવ્યોના અસ્તિત્વથી ઠગાયો થકો, “સ્વદ્રવ્ય –ભનવનોને પરિત: શૂન્ય:' સ્વદ્રવ્યને (-આત્મદ્રવ્યના અસ્તિત્વને) નહિ દેખતો હોવાથી સમસ્તપણે શૂન્ય થયો થકો નશ્યતિ' નાશ પામે છે...
શું કીધું આ? કે શરીર, ઇન્દ્રિય, સ્ત્રી-પુત્ર આદિ પરદ્રવ્યો વડે મને ઠીક છે એમ માનનારા બધા મૂઢ, પશુ જેવા છે. અરે ભાઈ ! એ સ્ત્રી-પુત્ર આદિ ચીજો થોડા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com