________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૪૧૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) ગુણની એક સમયમાં અનંત પર્યાય અક્ષય અમેય છે. અહાહા....! જેમ વસ્તુ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક તત્ત્વ અક્ષય અમેય છે તેમ તેના આશ્રયે પ્રગટ થયેલી (નિર્મળ) પર્યાયો અક્ષય અમેય છે. લ્યો, આવો (અલૌકિક) ધર્મ ! અરે! લોકોને રાગથી ધર્મ મનાવવો છે! પણ રાગને તો પરનો આશ્રય છે, ને તે વડે તો બંધન જ થાય છે. એનાથી ધર્મ કેમ થાય?
અહીં કહે છે- અજ્ઞાની એકાકારની ઈચ્છાથી જ્ઞાનને જો કે તે જ્ઞાન અનેકાકારપણે પ્રગટ છે તો પણ ઇચ્છતો નથી, અર્થાત્ જ્ઞાનને સર્વથા એકાકાર માનીને, અનેકાકારે થયેલા જ્ઞાનના ઈન્કાર દ્વારા તે જ્ઞાનનો –પોતાનો અભાવ કરે છે. શું કીધું? વસ્તુપણે અનંતગુણનું એકરૂપ પોતે હોવા છતાં એક સમયમાં અનંતગુણની અનંત પર્યાયો છે, અને તે એક એક પર્યાયમાં અનંતતા છે. જ્ઞાનની એક પર્યાયમાં રાગથી માંડી આખું વિશ્વ શેયપણે નિમિત્તપણે છે. આવું વસ્તુનું સ્વરૂપ છે તેને નહિ માનતાં, એકાતે એકપણાને જ ઇચ્છતો તે અનંતપણાને તોડી નાખે છે. ત્યાં અનંતપણાને કલંક માનીને અનંતપણાને કાઢવા જતાં પોતાની પર્યાયના નાશ દ્વારા દ્રવ્યનો નાશ કરે છે. એટલે શું? કે એની પર્યાયમાં દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ હાથ આવતું નથી.
એકને લક્ષમાં લેનાર તો અનંતને જાણવાવાળી પર્યાય છે. પણ અનંતને જાણે એ તો કલંક થઈ ગયું એમ જાણી પર્યાયને છોડી દે છે. તેને પોતાનું એકાકાર દ્રવ્ય પણ છૂટી જાય છે, હાથ લાગતું નથી. આમ અજ્ઞાની પોતાને સર્વથા એકાકાર માનીને જ્ઞાનનોપોતાનો અભાવ કરે છે. સમજાણું કાંઈ....?
હવે કહે છે– ‘અન્તિવિ' અને અનેકાન્તનો જાણનાર તો, “પર્યા. ત અનેeતાં પરિસૃશન' પર્યાયોથી જ્ઞાનની અનેકતા જાણતો (અનુભવતો) થકો, ‘વૈવિચ્ચે મપિ વિચિત્રતા ૩૫૧ તું જ્ઞાન' વિચિત્ર છતાં અવિચિત્રતાને પ્રાપ્ત (અર્થાત્ અનેકરૂપ છતાં એકરૂપ) એવા જ્ઞાનને “સ્વત: ક્ષત્રિત' સ્વતઃ ક્ષાલિત (સ્વયમેવ ધોયેલું-શુદ્ધ) પશ્યતિ' અનુભવે છે.
શું કહે છે? કે એક પણ છું, અનેક પણ છું એમ સ્યાદ્વાદ વડ વસ્તુના સ્વરૂપનો જાણનાર અનેકાન્તવાદી તો પર્યાયોથી જ્ઞાનની અનેકતા જાણતો થકો અર્થાત્ એક સમયમાં અનંતગુણની અનંતપર્યાય, અને એક એક પર્યાયમાં અનંતી તાકાત-એમ જાણતો થકો, અનેકરૂપ છતાં હું દ્રવ્યરૂપથી એકરૂપ જ છું એમ જાણી એકરૂપ એવા જ્ઞાનને સ્વત:ક્ષાલિત-સ્વતઃ શુદ્ધ જાણી એકને શુદ્ધને અનુભવે છે. આ અનેકપણાનું જ્ઞાન છે તે કલંક છે, મલિનતા છે એમ સ્યાદ્વાદી માનતો નથી, કેમકે અનંતને જાણવું એ તો સહજ વસ્તુસ્વભાવ છે. એ તો એને ગૌણ કરી સહજ શુદ્ધ વસ્તુને-એકને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com