________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૧૫ જુઓ, અરિસામાં સામે કોલસો હોય તો કોલસો જણાય, અને સામે વીંછી હોય તો વીંછી જણાય. પરંતુ ત્યાં અરિસામાં જે જણાય છે તે (ખરેખર) કોલસો કે વીંછી નથી, એ તો અરિસાની જ અવસ્થા છે. હવે તે અવસ્થામાંથી કોલસો ને વીંછી કાઢી નાખવા માગે તો અરિસાની અવસ્થાનો જ નાશ થઈ જાય, અને તેમ થતાં અરિસાનો નાશ થઈ જાય. તેમ આ આત્મા ચૈતન્ય-અરિસો છે. તે દ્રવ્યરૂપથી કાયમ એકરૂપ રહીને, તેની એક સમયની જ્ઞાનની પર્યાય, પરશયોને અયા વિના જ, તેનો આશ્રય લીધા વિના જ અનેક જ્ઞયોને જાણવાપણે થાય છે. સામે પરજ્ઞયો છે માટે જ્ઞયાકારે એનું જ્ઞાન થાય છે એમ નથી; એ તો એની જ્ઞાનની પર્યાયનો એવડો સ્વભાવ છે કે અનંતા જ્ઞયાકારોના જ્ઞાનનું પરિણમન પોતાનું પોતામાં પોતાથી થાય છે. અજ્ઞાની તેને કલંક માની ધોઈ નાખવા માગે છે. તે વિચારે છે-હું તો એકરૂપ છું, તેમાં આ અનેકતા કેવી? આ જ્ઞાનની દશામાં પરમાણુ ને નિગોદાદિ બીજા જીવો જણાય છે તે શું? આ તો કલંક છે. એમ માની તે જ્ઞયાકારોને દૂર કરવાની ઈચ્છા વડ તે પોતાની સત્તાનો નાશ કરે છે; અહા! અનંતના જાણવાપણે પરિણમવું એ પોતાની પર્યાયનો સહજ ભાવ છે એમ તે જાણતો નથી!
આ તો ધીરાનાં કામ બાપુ! ધર્મ કાંઈ બહારમાં ભર્યો નથી કે બહારથી મળી જાય.
પ્રશ્ન:- પણ આપ ધર્મ કેમ થાય એની વાત કરોને? આ બધું શું માંડયું છે?
ઉત્તર- આ ધર્મની (વાત) તો માંડી છે ભાઈ! ધર્મ કરનારો, એનું હોવાપણું, એનું દ્રવ્ય, એનું ક્ષેત્ર, એનો કાળ (પર્યાય) અને એના ભાવ-સ્વભાવ-ઈત્યાદિનું શું સ્વરૂપ છે એ તો નક્કી કરીશ કે નહિ? એમ ને એમ ધર્મ ક્યાં થશે ભાઈ ! કોના આશ્રયે ધર્મ થાય એ જાણ્યા વિના ધર્મ કેમ પ્રગટ કરીશ? આ દયા-દાન ને ભક્તિ-પૂજાના પરિણામ એ કાંઈ ધર્મ નથી, એ તો બધો વિકલ્પ-રાગ છે. સ્વના આશ્રયમાં ગયા વિના ભવનો અભાવ કરવાના બીજરૂપ સમ્યગ્દર્શન ત્રણકાળમાં થતું નથી.
ધર્મના સ્વરૂપની ભાઈ ! તને ખબર નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે નિર્મળ રત્નત્રય જેને નિશ્ચય મોક્ષમાર્ગ કહીએ તે ધર્મ છે. અષ્ટપાહુડમાં તેને “અક્ષય અમેય” કહ્યો છે. અહા ! શુદ્ધ એક જ્ઞાયકના અવલંબને પ્રગટ થયેલી ધર્મની પર્યાયને કદી નાશ ના થાય તેવી અક્ષય અને અનંત સામર્થ્યવાળી કહી છે. અહા ! એકરૂપ જ્ઞાયકનું જેમાં જ્ઞાન થયું તેને “અક્ષય અમેવ” કહીં, કેમકે તે પર્યાયમાં અનંતને જાણવાની તાકાત પોતાથી જ છે. તેવી રીતે એક શુદ્ધ શાયકનું જેમાં શ્રદ્ધાન થયું તે પર્યાય પણ “અક્ષય અમેય' છે, કેમકે અનંતને શ્રદ્ધવાની (નિશ્ચયથી અનંત સામર્થ્યવાન એવા પોતાને) શ્રદ્ધવાની એની તાકાત પોતાને લઈને છે. તેવી રીતે ચારિત્રની, આનંદની, વીર્યની પર્યાય “અક્ષય અમેય” છે. અક્ષય અનંત સામર્થ્યવાળા આત્મતત્ત્વનો, શુદ્ધ એક શાયકનો આશ્રય કરે છે તેથી તે પર્યાયોને પણ “અક્ષય અમેય ' કહી છે. આમ અનંત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com