________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૬૧ કરવાનું છે. નિયમસાર-ગાથામાં આવે છે ને કે પોતાના શુદ્ધ સ્વરૂપનાં શ્રદ્ધા-જ્ઞાનઆચરણ એવાં રત્નત્રય જ નિયમથી કર્તવ્ય છે.
“જે નિયમથી કર્તવ્ય એવાં રતનત્રય તે નિયમ છે.
વિપરીતના પરિહાર અર્થે સાર પદ યોજેલ છે. ભાઈ ! પર્યાય સ્વદ્રવ્યમાં ઢળીને અંતર્લીન થતાં અનેકાન્તપણે જે વસ્તુનું સ્વરૂપ છે. તે વ્યવસ્થિત-સુનિશ્ચિત થઈને (જ્ઞાનમાં જેમ છે તેમ જણાઈને) સિદ્ધ થાય છે અને નિયમથી આ જ કરવાયોગ્ય કર્તવ્ય છે. આ સિવાય બધું થોથેથોથાં છે. સમજાણું કાઈ..?
* કળશ ૨૬૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * અનેકાન્ત અર્થાત્ સ્યાદ્વાદ, જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જ સ્થાપન કરતો થકો, આપોઆપ સિદ્ધ થયો.'
અનેકાન્તની વ્યાખ્યા કરતાં આચાર્ય અમૃતચંદ્રદેવ લખે છે- “ એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે.” જેમકે –જે નિત્ય છે તે અનિત્ય છે, એક છે તે અનેક છે, અભેદ છે તે ભેદરૂપ છે ઇત્યાદિ. અહા ! સ્યાદ્વાદથી એક જ વસ્તુમાં સત્તા જે અભદરૂપ છે તે ભેદરૂપ છે, જે (દ્રવ્યરૂપથી) નિત્ય છે તે (પર્યાયરૂપથી) અનિત્ય છે. એક જ ચીજની અંદરની વાત છે ભાઈ ! આ આનું નામ અનેકાન્ત છે. પણ દ્રવ્ય પોતાથી છે ને પર્યાય પરથી છે, વા દ્રવ્ય સ્વથી પણ છે ને પરથી પણ છે તથા પર્યાય સ્વથી પણ છે ને પરથી પણ છે–એમ અનેકાન્ત નથી. એ તો (મિથ્યા) એકાન્ત થયું બાપા! પરની સાથે તો ભગવાન આત્માને સંબંધ જ નથી. આવ્યું ને કળશમાં (કળશ રOO માં) કે
“નારિત સર્વોઝરિ સંવંધ: પદ્રવ્યાત્મતત્ત્વયો:” આત્મા પોતાથીય પ્રાપ્ત થાય ને પરદ્રવ્યથી–દેવગુરુ શાસ્ત્રથીય થાય એવું અનેકાન્તનું સ્વરૂપ નથી, એવું જૈનદર્શન નથી. આત્મા પોતાપણે છે અને પરના કોઈ અંશપણેય નથી એ સમ્યક અનેકાન્ત છે. જુઓ, આમાં બીજા બધા પદાર્થ (આત્મા ને તેના પરિણામથી) કાઢી નાખ્યા. જુઓ, આ શબ્દોના વાંચનથી અહીં (આત્મામાં) જ્ઞાનની પર્યાય થાય છે એમ નથી; કેમકે વસ્તુ પોતે જ નિત્ય ને અનિત્ય છે. પહેલાં જ્ઞાનની પર્યાય બીજી હતી તે બદલીને શબ્દ (શાસ્ત્ર ) જાણવારૂપ થઈ તે પોતાથી જ થઈ છે, શબ્દ સાંભળવામાંથી-વાંચવાથી તે થઈ છે એમ નથી. શબ્દ તો છે, પણ એ નિમિત્તમાત્ર જ છે. સમજાણું કાંઈ......?
અરે! અજ્ઞાનીઓને પરદ્રવ્ય મારું (કાર્ય, સુખ) કરે ને હું પરદ્રવ્યનું કરું એમ જ અનાદિથી ભાસ્યું છે. પણ ભાઈ ! તારી વસ્તુ જ જ્યાં સ્વપણે છે, પરપણે નથી, જ્ઞાનસ્વરૂપથી તરૂપ છે, પરજ્ઞયસ્વરૂપથી નથી, ત્યાં પરનું કરવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? તથા પરવસ્તુ આત્મામાં (પ્રવેશતી જ) નથી તો પર આત્મામાં કાંઈ કરે એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com