________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) દેખી એકાંતવાદી પોતાના જ્ઞાનનો નાશ માની અજ્ઞાની થયો થકો આત્માનો નાશ કરે
જોયું? અજ્ઞાની પરકાળથી–પરથી પોતાનું જ્ઞાન હોવાનું માને છે. તેથી પરશય નાશ પામતાં પોતાનું જ્ઞાન નાશ પામી ગયું એમ માની તે પોતાનો નાશ કરે છે. જ્યારે,
સ્યાદ્વાદી તો, શેય પદાર્થો નષ્ટ થતાં પણ, પોતાનું અસ્તિત્વ પોતાના કાળથી જ માનતો થકો નષ્ટ થતો નથી.'
હું એક ત્રિકાળ જ્ઞાયકસ્વરૂપ છું, અને મારી દશા-પર્યાય એક જ્ઞાયકના આશ્રયે મારામાં થાય છે એમ માનતો ધર્મી આત્માને જેમ છે તેમ (ઊભો) રાખે છે, નાશ પામવા દેતો નથી.
પ્રશ્ન-સ્વકાળ એટલે શું?
ઉત્તર- પરની અપેક્ષા પોતાની વર્તમાન પર્યાયને સ્વકાળ કહેવામાં આવે છે; અને એને જ ત્રિકાળી એક દ્રવ્યની અપેક્ષાએ પરકાળ કહેવામાં આવે છે; ત્રિકાળી એકરૂપ દ્રવ્ય તે સ્વકાળ, અને તેની અપેક્ષા તેની વર્તમાન દશા તે પરકાળ. લ્યો, આવી વાત!
આ પ્રમાણે સ્વકાળ-અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહ્યો.
હવે દસમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:
* કળશ ૨૫૭ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * પશુ:' પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, “અર્થ–બાપ્પન–છાને ઇવ જ્ઞાન સર્વે નયન’ જ્ઞય પદાર્થોના આલંબન કાળે જ જ્ઞાનનું અસ્તિત્વ જાણતો થકો, ‘વદિ:જ્ઞ–મન્વિન–સાતસેન મનસા શ્રાપન' બાહ્ય જ્ઞયોના આલંબનના લાલસાવાળા ચિત્તથી (બહાર) ભમતો થકો ‘નશ્યતિ' નાશ પામે છે............
અહા ! પોતે આત્મા શું ચીજ છે એની ખબર નથી તે, કહે છે, અજ્ઞાની ઢોર જેવો છે. તેની વર્તમાન જ્ઞાનની દશાનું લક્ષ બાહ્ય પદાર્થ ઉપર જ હોય છે. આ પરયરૂપ પદાર્થો છે ત્યાંસુધી જ જાણપણું છે ને ત્યાંસુધી જ હું છું એમ તે માને છે. તેથી બાહ્ય શેયોને ગ્રહણ કરવાની લાલસાવાળા ચિત્તથી અર્થાત્ આને જાણું ને તેને જાણું એવી લાલસા વડે ચિત્તને બહારમાં ને બહારમાં ભમાવતો થકો પોતાની હયાતીનો નાશ કરે છે. અહા! હું મારાથી જાણું છું, ને જ્ઞાનની દશામાં જે બદલવું થાય છે તે મારા જ્ઞાનસ્વભાવને આશ્રિત છે, પરજ્ઞયાશ્રિત નથી એવું (સત્યાર્થ) નહિ માનતો થકો, બાહ્ય જ્ઞયોના આલંબનની લાલસા વડે ચિત્તને બહારમાં ને બહારમાં ભમાવતો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com