________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૩૩ અન્યજ્ઞયને લઈને નથી. અહા! સ્વપરને જાણવાપણે પ્રતિસમય પરિણમે એ જ્ઞાનનું આત્માનું સ્વરૂપ જ છે; પણ અજ્ઞાની- એકાંતી તેમ નહિ માનતાં, પૂર્વે જાણવામાં આવેલા શયો નાશ પામતાં મારું જ્ઞાન નાશ પામી ગયું એમ માને છે; કેમકે એની દષ્ટિ પર ઉપર જ છે, પરાવલંબી છે. સમજાણું કાંઈ....?
અહો ! આ તો અનંતા તીર્થકરોના પેટની રહસ્યની વાત આચાર્ય ભગવાને વહેતી મૂકી છે. એના પ્રવાહનું અમૃત પીનારા પીને પરમાનંદને પામે છે, ને બાકીના તુચ્છ અભાવરૂપ થઈને રખડી મરે છે.
હવે કહે છે-- “ચાકૂવવેકી પુન:' અને સ્યાદ્વાદનો જાણનાર તો “સર્ચ નિ– નિત: રસ્તત્વ નયન' આત્માનું નિજકાળથી અસ્તિત્વ જાણતો થકો, ‘વાદ્યવસ્તુપુ મુઠ્ઠ: મૂત્વા વિનશ્યન્તુ ’ બાહ્ય વસ્તુઓ વારંવાર થઈને નાશ પામતાં છતાં પણ, પૂર્ણ: તિતિ' પોતે પૂર્ણ રહે છે.
અહાહા...! સ્યાદ્વાદનો જાણનાર અર્થાત્ વસ્તુને અપેક્ષાથી યથાર્થ જાણનાર તો, હું સ્વકાળથી અસ્તિ છું, પરકાળને લઈને મારું જ્ઞાન છે એમ નથી, અહાહા....! એમ જાણતો થકો, વારંવાર પરવસ્તુઓ નાશ પામવા છતાં, ઊભો જ રહે છે, નાશ પામતો નથી. કળશટીકામાં કળશ ૨પર માં ત્રિકાળી વસ્તુને સ્વકાળ કહી છે, ને તેની વર્તમાનવર્તમાન વર્તતી અવસ્થાના ભેદને, દ્રવ્યસ્વભાવની અપેક્ષા પરકાળ કહ્યો છે. અહાહા...! જ્ઞાની કહે છે-મારી વર્તમાન દશામાં સ્વતઃ પલટના થવા છતાં હું સ્વકાળથી અતિરૂપ છું, દ્રવ્યભાવથી ત્રિકાળ અસ્તિરૂપ છું, એક જ્ઞાયકભાવમય છું. આવી વાત!
ધર્મી જાણે છે કે સામે ભગવાન છે તે કાળે ભગવાનને જાણવાપણે જ્ઞાનની દશા થઈ તે પોતાની પોતાથી થઈ છે, ભગવાનને લઈને થઈ નથી. અહાહા...! પરકાળરૂપ પૂર્વાલંબિત યપદાર્થો જે ખ્યાલમાં આવે છે તે પલટવા કાળે પણ હું તો આ એક જ્ઞાયક જ છું. આમ આત્માનું નિજકાળથી અસ્તિત્વ જાણતો, બાહ્ય વસ્તુઓ-શયો ભલે સમયે સમયે પલટાય છતાં, પોતે પૂર્ણ રહે છે અર્થાત્ હું તો જ્ઞાનાનંદ-પૂર્ણાનંદસ્વરૂપ જ છું એમ પોતાને જાણે છે-અનુભવે છે. અહાહા ! પોતાની જ્ઞાનની દશા પોતાના જ આલંબનથી ઉત્પન્ન થઈ છે એમ જાણતો ધર્મી પોતે પૂર્ણ રહે છે અર્થાત્ નાશ પામતો નથી.
ભાઈ ! આ તારા ઘરનાં નિધાન સંતો તને દેખાડે છે. બાકી ૮૪ ના અવતારમાં કોઈ તને સહાય કરે એમ નથી. આ આત્માને એક જ્ઞાયક આત્મા જ શરણ છે. અને અરિહંતા શરણે, સિદ્ધાં શરણ ઈત્યાદિ કહીએ એ તે વ્યવહારથી છે; એ તો શુભભાવમાત્ર છે. સમજાણું કાંઈ...?
* કળશ ૨૫૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “પહેલાં જે શેય પદાર્થો જાણ્યા હતા તે ઉત્તર કાળમાં નાશ પામી ગયા; તેમને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com