________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩ર : પ્રવચન રત્નાકર ભાગ-૧) જ્ઞાનચ નાશ વિ' પૂર્વાલંબિત ય પદાર્થોના નાશ સમયે જ્ઞાનનો પણ નાશ જાણતો થકો, ‘ન નિ પ વનસ્' એ રીતે જ્ઞાનને કાંઈ પણ વસ્તુ) નહિ જાણતો થકો (અર્થાત્ જ્ઞાનવસ્તુનું અસ્તિત્વ જ નહિ માનતો થકો ), 'અત્યન્ત તુચ્છ:' અત્યંત તુચ્છ થયો થકો ‘સીવતિ થવ' નાશ પામે છે.....
જુઓ, અજ્ઞાની, પૂર્વાલંબિત એટલે કે પૂર્વકાળમાં લક્ષમાં લીધેલા શયપદાર્થોના નાશના કાળે જ્ઞાનનો પણ નાશ થયો એમ જાણે છે. ખરેખર તો સમયે સમયે પરયરૂપ પદાર્થોનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન પોતાનું પોતામાં પોતાથી થાય છે, પરંતુ એકાંતીઅજ્ઞાની પરકાળથી (પરશયથી) પોતામાં સ્વકાળ થયો માનતો થકો પોતાની જ્ઞાનની પર્યાયનો નાશ કરે છે.
પોતામાં પરકાળને જાણવાની શક્તિ પોતાની પોતાથી છે. પરકાળ-પરય બદલતાં અહીં જ્ઞાનની દશા બદલાણી તે સ્વતઃ બદલાણી છે, પરકાળને-પરયને લીધે બદલાણી છે એમ નથી. જેમકેઃ જ્ઞાનની પૂર્વદશામાં ભગવાનને (બિંબને) જોયા; પછીના સમયે ભગવાનની સન્મુખતા ન હોતાં તે સંબંધી જ્ઞાનની દશા ન રહી, બદલાણી. ત્યાં પૂર્વકાલીન જ્ઞાનની દશા પોતાની પોતાથી હતી, કાંઈ ભગવાનને લઈને નહોતી; ને વર્તમાન બદલાણી તે પણ પોતાની પોતાથી બદલાણી છે, તે તેનો સ્વકાળ છે, પરયના કારણે બદલાણી છે એમ નથી. પરંતુ અજ્ઞાની આ માનતો નથી. એ તો આલંબિતશયનો અભાવ-નાશ થતાં પોતાના જ્ઞાનનો નાશ થયો એમ માનતો થકો પોતાના અસ્તિત્વનો અભાવ-નાશ કરે છે. સમજાણું કાંઈ....?
અરિસામાં અગ્નિ દેખાય છે તે અરિસાની અવસ્થા છે. સામેથી અગ્નિ જતી રહેતાં અરિસામાં પણ અગ્નિસંબંધી અરિસાની પર્યાયનો અભાવ થાય છે, અરિસાની બીજી અવસ્થા પ્રગટ થાય છે. પરંતુ અગ્નિ જતાં અરિસાની અવસ્થા જ નાશ પામી ગઈ એમ અજ્ઞાની માને છે; એ રીતે તે અરિસાનો જ નાશ કરે (માને) છે. તેમ પોતાના જ્ઞાનમાં પરપદાર્થ-પરશેય જાણવામાં આવે છે તે પોતાના આત્માની અવસ્થા છે, તે પરપદાર્થને લઈને નથી; વળી તે બદલે છે તે પણ પોતાની જ્ઞાનની દશાનો સ્વકાળ છે, પરપદાર્થ બદલી ગયો માટે અહીં જ્ઞાનની દશા બદલી છે એમ નથી. પરંતુ અજ્ઞાની, પોતાની જ્ઞાનની દશા પરાલંબિત માનતો થકો પરનો નાશ થતાં નિરન્વય નાશ પામી એમ માને છે. આમ પોતાની જ્ઞાનવસ્તુને કાંઈપણ નહિ માનતો થકો, અત્યંત તુચ્છ થયો થકો, અજ્ઞાની નાશ પામે છે; પોતાના આત્માનો જ (અભિપ્રાયમાં) નાશ કરે છે.
અહાહા....! પોતે ત્રિકાળ એક જ્ઞાયકસ્વરૂપ છે. પરયનો જાણવારૂપ તેની પૂર્વકાળમાં જે જ્ઞાનની દશા હતી તે પોતાની પોતાથી જ હુતી, પરજ્ઞયને લઈને નહિ; તથા વર્તમાન તે બદલીને અન્યજ્ઞયને જાણવારૂપ થઈ તે પણ પોતાની પોતાથી જ છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com