________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૩૧
પોતાથી થઈ છે, પરક્ષેત્રને કારણે એ ઉત્પન્ન થઈ નથી. આ પ્રમાણે યથાર્થ જાણતો ધર્મી પર પદાર્થોને છોડતાં છતાં તેના નિમિત્તે પ્રગટ પોતાના ચૈતન્ય-આકારોને-જ્ઞાનાકારોને છોડતો નથી. પરપદાર્થોમાંથી ચૈતન્યના આકારોને ખેંચતો હોવાથી' –એમ કહ્યું ને? મતલબ કે પરપદાર્થોના નિમિત્તે અહીં આત્મામાં જે ચૈતન્યના આકારો પ્રગટ થયા તેને છોડતો નહિ હોવાથી. તેને પોતામાં જ પોતારૂ૫ રાખતો હોવાથી, તુચ્છતા પામતો નથી. નાશ પામતો નથી અર્થાત્ સ્વસ્થિત નિરાકુળ આનંદને અનુભવતો એવો જિવિત રહે છે. સમજાણું કાંઈ.....?
* કળશ ૨૫૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “પરક્ષેત્રમાં રહેલા શય પદાર્થોના આકારે ચૈતન્યના આકારો થાય છે તેમને જો હું પોતાના કરીશ તો સ્વક્ષેત્રમાં રહેવાને બદલે પરક્ષેત્રમાં પણ વ્યાપી જઈશ એમ મા અજ્ઞાની એકાંતવાદી પરક્ષેત્રમાં રહેલા શય પદાર્થોની સાથે સાથે ચૈતન્યના આકારોને પણ છોડી દે છે; એ રીતે પોતે ચૈતન્યના આકારો રહિત તુચ્છ થાય છે, નાશ પામે છે.”
જોયું? શું કીધું? કે પરક્ષેત્રના નિમિત્તે અહીં (આત્મામાં) જે જ્ઞાન થાય તેને હું પોતાનું માનું તો પરદ્રવ્યમાં વ્યાપી જાઉં. હું પરદ્રવ્યમય થઈ જાઉં એમ એકાંત કલ્પના વડ અજ્ઞાની પરક્ષેત્રને છોડતાં સાથે પોતાના ચૈતન્ય-આકારોને-જ્ઞાનની દશાને પણ છોડી દે છે. આ રીતે તે પોતે ચૈતન્યના આકારો રહિત તુચ્છ થયો થકો નાશ પામે છે.
જ્યારે, સ્યાદ્વાદી તો સ્વક્ષેત્રમાં રહેતો, પરક્ષેત્રમાં પોતાની નાસ્તિતા જાણતો થકો, શેય પદાર્થોને છોડતાં છતાં ચૈતન્યના આકારોને છોડતો નથી, માટે તે તુચ્છ થતો નથી, નાશ પામતો નથી.'
અહાહા...! સ્ટાદ્વાદી-જ્ઞાની તો પરક્ષેત્ર જે શરીર, બાગ-બંગલા આદિ તેમાં હું નાસ્તિ છું એમ પરક્ષેત્રથી પોતાને ભિન્ન જાણતો-અનુભવતો પરક્ષેત્રને છોડી દે છે, અર્થાત્ પરક્ષેત્રમાં હું નથી એમ જાણે છે, પણ પરક્ષેત્રસંબંધી જે પોતાનું જ્ઞાન છે એમાં હું છું, અને એ મારું છે એમ જાણતો તેને છોડતો નથી. ધર્મી પોતે જ્યાં ઊભો છે ત્યાં તે ક્ષેત્રનેપરક્ષેત્રને છોડવા છતાં તે-સંબંધી જે પોતાની જ્ઞાનની દશા પ્રગટ થાય તેને છોડતો નથી, પોતાની જાણી રાખે છે. તેથી તે તુચ્છ થતો નથી, નાશ પામતો નથી, જિવિત રહે છે.
આ પ્રમાણે પરક્ષેત્રની અપેક્ષાથી નાસ્તિનો ભંગ કહ્યો.
હવે નવમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:
* કળશ ૨૫૬: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘પશુ: ' પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, ‘પૂર્વ–સન્વિત–વૉચ્યું–નાશ-સમયે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com