________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩) : પ્રવચન રત્નાકર ભાગ-૧) દશામાં પરક્ષેત્ર ઘૂસી ગયું છે એમ માનીને પરક્ષેત્રના નિમિત્તે થયેલી પોતાની જ્ઞાનાકાર પર્યાયને છોડી દે છે અને એ રીતે તુચ્છ થયો થકો પોતાનો નાશ કરે છે. સમજાણું કાંઈ....?
અહા! આવો મનુષ્યનો ભવ (આવો અવસર) ક્યારે મળે ભાઈ ? ને એમાં તત્ત્વજ્ઞાનની વાર્તા સાંભળવાનું ક્યારે મળે? અરે ભાઈ ! અનંતકાળ તારો મિથ્યાત્વને લઈને નર્ક-નિગોદાદિમાં જ ગયો છે. મિથ્યાત્વના ગર્ભમાં અનંતા નર્ક-નિગોદના ભવ પડેલા છે. પહેલી નરકમાં ઓછામાં ઓછી સ્થિતિ દસ હજાર વર્ષ છે, ને સાતમી નરકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ છે. અરે! મિથ્યાત્વને લઈને દસ હજાર વર્ષની સ્થિતિએ નરકમાં અનંતવાર ઊપજ્યો છે. તેવી રીતે દસ હજાર વર્ષને એક સમય, દસહજાર વર્ષને બે સમય એમ ક્રમશ: તેત્રીસ સાગરોપમ પર્યત વધતી સ્થિતિએ- પ્રત્યેક સ્થિતિએ અનંતવાર ઊપજ્યો-મર્યો છે. અને નિગોદમાં તો ત્યાં ને ત્યાં અનંતકાળ પર્યત અનંતાં જન્મ-મરણ થયા કરે. અહા ! તારા દુઃખની કથની શું કરીએ? તેથી કહીએ છીએ કે આ મનુષ્યભવનો એક સમય પણ મહા મૂલ્યવાન છે. તેની આગળ કૌસ્તુભમણિ પણ કાંઈ નથી. માટે આ અવસરમાં તત્ત્વદષ્ટિ કરી લે ભાઈ !
અહીં હવે કહે છે - “ચારી તુ' અને સ્યાદ્વાદી તો “સ્વધામનિ વન' સ્વક્ષેત્રમાં રહેતો, “પરક્ષેત્ર નાસ્તિતાં વિદ્ર' પરક્ષેત્રમાં પોતાનું નાસ્તિત્વ જાણતો થકો, ‘ત્યજી–અર્થ: ગ9િ' (પરક્ષેત્રમાં રહેલા) શય પદાર્થોને છોડતાં છતાં “પાન લાવાર વર્ષી' તે પરપદાર્થોમાંથી ચૈતન્યના આકારોને ખેંચતો હોવાથી (અર્થાત્ જ્ઞય પદાર્થોના નિમિત્તે થતા ચૈતન્યના આકારોને છોડતો નહિ હોવાથી) “તુચ્છતા—અનુમતિ ન' તુચ્છતા પામતો નથી.
સામે અગ્નિ હોય તો અહીં અગ્નિનું જ્ઞાન થાય છે, પરંતુ તે અગ્નિના કારણે થાય છે એમ નથી; જ્ઞાનની દશામાં તે કાળે સ્વ-પરનું ને સ્વનું અગ્નિનું જ્ઞાન પોતાના સામર્થ્યથી થાય છે. અગ્નિ તો તે કાળે નિમિત્ત-બીજી ચીજ છે બસ. પરંતુ અજ્ઞાની જાણે પોતાના જ્ઞાનમાં અગ્નિ ઘૂસી ગઈ છે એમ માની પોતાનું તત્સંબંધી જે જ્ઞાનની દશા તેને છોડી દે છે, જ્યારે સ્યાદ્વાદી-જ્ઞાની તો નિજ અસંખ્યપ્રદેશી સ્વક્ષેત્રમાં રહેતો, પરક્ષેત્રથી પોતાનું નાસ્તિત્વ જાણતો પારક્ષેત્રથી લક્ષ છોડતાં છતાં પરક્ષેત્રસંબંધી જે પોતાની જ્ઞાનની દશા તેને પોતાની જાણે છે. અહા ! પરક્ષેત્ર-પરયસંબંધી જે પોતાનો જ્ઞાનાકાર એ તો પોતાના જ સ્વભાવરૂપ છે એમ જાણતો ધર્મી તુચ્છતા પામતો નથી, નાશ પામતો નથી. અર્થાત્ ધર્મી બહાર ગમે તે ક્ષેત્રમાં હોય તોપણ તે પોતાના સ્વક્ષત્રમાં-આનંદમાં જ રહે છે.
સમેદશિખર હો કે ગિરનાર હો કે શેત્રુંજય હો, ધર્મી જાણે છે કે એ પરક્ષેત્રથી નાસ્તિરૂપ છું, ભિન્ન છું. મેદશિખરનાં દર્શન થયાં એ જ્ઞાનની દશા પોતાની પોતામાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com