________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૨૯ રહેલો આત્મા સ્વક્ષેત્રથી અસ્તિત્વ ધારે છે-એમ માનતો થકો ટકી રહે છે-નાશ પામતો નથી.'
શું કીધું? કે પરક્ષેત્રનું જ્ઞાન ક્ષેત્રમાં થવા છતાં આત્મા પોતાના જ ક્ષેત્રમાં રહેતો, પરક્ષેત્રરૂપે પોતે થયો જ નથી એમ જાણતો સ્યાદ્વાદી–ધર્મી ટકી રહે છે, નાશ પામતો નથી. પરક્ષેત્રને જાણવા છતાં પોતે તો સદાય ક્ષેત્રના અસ્તિત્વમય જ છે એમ સ્વક્ષેત્રસ્થિત નિજસ્વરૂપને જાણતો-અનુભવતો ધર્મી જિવિત રહે છે.
આ પ્રમાણે સ્વક્ષેત્રથી અસ્તિત્વનો ભંગ કહ્યો.
હવે આઠમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:
* કળશ ૨૫૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * “પશુ' પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, “સ્વક્ષેત્રસ્થિત Jથવિધ– પરક્ષેત્ર-થિત–31ર્થ-૩ના ' સ્વક્ષેત્રમાં રહેવા માટે જુદા જુદા પરક્ષેત્રમાં રહેલા શેય પદાર્થોને છોડવાથી, ‘મર્થે સ૬ વિ–મવારનું વમન ' જ્ઞય પદાર્થોની સાથે ચૈતન્યના આકારોને પણ વમી નાખતો થકો (અર્થાત્ જ્ઞય પદાર્થોના નિમિત્તે ચૈતન્યમાં જે આકારો થાય છે તેમને પણ છોડી દેતો થકો ) “તુચ્છ મ્ય' તુચ્છ થઈને ‘પ્રશ્યતિ' નાશ પામે
છે..........
શું કહે છે? આ આત્મા પોતાના અસંખ્યપ્રદેશી ક્ષેત્રમાં પોતાથી જ રહેલો છે. પોતાની પર્યાયમાં એને જે પરક્ષેત્રનું જ્ઞાન થાય છે એ તો એનો પોતાનો સ્વભાવ છે. પરક્ષેત્રને જાણવાપણે જ્ઞાનાકાર થયો તે સ્વક્ષેત્રસ્થિત પોતાની જ જ્ઞાનની દશા છે; એમાં કાંઈ પરક્ષેત્ર પેસી ગયું છે કે પોતે પરક્ષેત્રમાં ગયો છે એમ નથી. આમ વસ્તુસ્થિતિ હોવા છતાં, સ્વક્ષેત્રમાં રહેવાના આશયથી, પરક્ષેત્રમાં રહેલા જ્ઞયપદાર્થોનું જે પોતાનું જ્ઞાન તેને છોડી દઉં તો સ્વક્ષેત્રમાં રહી શકું એમ માનીને અજ્ઞાની–એકાંતવાદી જ્ઞય પદાર્થોની સાથે ચૈતન્યના આકારોને-નિજ જ્ઞાનાકારોને પણ ગમી નાખે છે, છોડી દે છે. આ પ્રમાણે જ્ઞાનાકારોથી તુચ્છ થયો થકો તે પોતાનો નાશ કરે છે.
અહા ! એકાંતી પોતાના આત્માને દૃષ્ટિમાં લેતો નથી. તેને સંતો કહે છે- અરે. ભગવાન! તું તો તારા, અસંખ્યપ્રદેશી ક્ષેત્રમાં જ રહ્યો છું ને! આ પારક્ષેત્રસંબંધી જ્ઞાન તો તારા જ્ઞાનસ્વભાવના કારણે થાય છે, પરક્ષેત્રના કારણે કાંઈ એ થાય છે એમ નથી, તારા ક્ષેત્રમાં કાંઈ પરક્ષત્ર-પરજ્ઞયો પેસી ગયા છે એમ નથી; વા તારું જ્ઞાન પરક્ષત્રમય થઈ ગયું છે એમ નથી. પરક્ષેત્રને જાણનારું જ્ઞાન તે પોતાના સ્વપ્રદેશમાં થયેલી પોતાની જ જ્ઞાનની દશા છે. લ્યો, આવી વાત! તોપણ એકાન્તી પોતાની જ્ઞાનની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com