________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૮૭
ભાઈ ! આમાં તો મિથ્યાત્વનો નાશ અને સભ્યત્વની પ્રાપ્તિ કેમ થાય એની વાત છે. જ્યાં સુધી હું સ્વદ્રવ્યથી છું, ને પરદ્રવ્યથી નથી એવું ભેદજ્ઞાન ન કરે ત્યાં સુધી સમ્યગ્દર્શન અને ધર્મ થવા સંભવિત નથી. અહા ! જાણનારને જાણ્યા-ઓળખ્યા વિના કોઈ વ્રત-તપ કરીને સૂકાઈ જાય તોય શું? એ તો બધો રાગ છે બાપા! એનાથી સમકિત નહિ ને ધર્મય નહિ. વાસ્તવમાં પરથી ને રાગથી નિરપેક્ષ પૂરણ જ્ઞાનાનંદસ્વરૂપે પોતાનું હોવાપણું છે એમ સ્વસત્તાનો સ્વાભિમુખ થઈ સ્વીકાર કરે એનું નામ સમ્યગ્દર્શન છે અને એ પ્રથમ ધર્મ છે. આ સિવાય તો અજ્ઞાની પરમાં પોતાની હયાતી ભેળવી દઈને પોતાને મારી નાખે છે, નષ્ટ કરે છે. સમજાણું કાંઈ.....?
હવે છઠ્ઠો બોલઃ- “વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ “ સર્વ દ્રવ્યો હું જ છું (અર્થાત્ સર્વ દ્રવ્યો આત્મા જ છે) ” એમ પરદ્રવ્યને જ્ઞાતૃદ્રવ્યપણે માનીને-અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરદ્રવ્યથી અસપણું પ્રકાશતો થકો (અર્થાત્ પરદ્રવ્યરૂપે આત્મા નથી એમ પ્રગટ કરતો થકો) અનેકાન્ત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી.'
જુઓ, પાંચમાં બોલમાં સ્વદ્રવ્યથી સત્પણાની વાત હતી, અને અહીં છઠ્ઠી બોલમાં પદ્રવ્યથી અસપણાની વાત છે. વેદાંત આદિ માને છે ને કે- બધા આત્માઓ-બધું જગત એક જ છે. આવી માન્યતાવાળા જીવો. અહીં કહે છે. પોતાનો નાશ કરે છે, અર્થાત
ષ્ટ છે. એવા જીવોને ભગવાને પાખંડી કહ્યા છે. અને એના મતને પાખંડ કહ્યો છે.
બાળપણમાં માબાપનો આધાર, ભણવામાં માસ્તરનો આધાર, ધર્મમાં દેવ-ગુરુનો આધાર એમ લોકો માને છે ને! પણ વાસ્તવમાં કોઈને કોઈનો આધાર નથી. ભગવાન આત્મા પોતાથી સત્ ને બધા પરદ્રવ્યોથી અસત્ છે. અરે ભાઈ ! જેનાથી તું અસત્ છે, જેનાથી તું છો નહિ તેનો શું આધાર? ભગવાન! તું તારાથી છો ને પરદ્રવ્યને લઈને ત્રણકાળમાં નથી. આ ધારણાની વાત નહિ બાપુ! આ તો અંતરમાં બેસાડવાની વાત છે. પરદ્રવ્યોરૂપ જ્ઞયોથી, શરીર-મન-વાણીથી, દેવથી, ગુરુથી, શાસ્ત્રથી-હું ત્રિકાળ અસત્ છું એ અંતરમાં બેસાડવાની વાત છે. સમજાણું કાંઈ....? જેઓ આ પદ્રવ્યો હું છું એમ પદ્રવ્યોને પોતાસ્વરૂપ કરે છે તેઓ પરદ્રવ્યમાં ભળી જઈને પોતાની ચૈતન્યસત્તાનો નાશ કરે છે; તેઓ મૂઢ છે, અજ્ઞાની છે, આત્મઘાતી છે.
અહા ! પરદ્રવ્યોથી હું સદાય અસત્ છું એમ પદ્રવ્યથી અસપણું પ્રકાશતો થકોપરવસ્તુપણે આત્મા નથી એમ પ્રગટ કરતો થકો અનેકાન્ત જ તેને પોતાનો નાશ થવા દેતો નથી. જુઓ, આ અનેકાન્ત ! સ્વપણે ત્રિકાળ સત્ છું ને પરપણે ત્રિકાળ અસત્ છુંએમ અસ્તિ-નાસિરૂપ અનેકાન્ત છે, અને એનું ફળ સ્વ-પરનું ભેદવિજ્ઞાન છે. નિશ્ચયથી પણ ધર્મ થાય ને વ્યવહારથી પણ ધર્મ થાય એમ લોકો અનેકાન્ત કહે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com