________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૩૭
અહા ! વસ્તુ અનાદિ અનંત ત્રિકાળી ધ્રુવ સત્ છે, એમ એની વર્તમાન વર્તમાન વર્તતી દશા પણ સત્ છે. અને સત્ છે તો તે દશા પરને લઈને નથી. આ તો આવી જ વસ્તુવ્યવસ્થા છે છતાં પોતાની અવસ્થા પરથી થવી માને છે તે મૂઢ મિથ્યાદષ્ટિ છે; તે પોતાની વર્તમાન અવસ્થાનું જે અસ્તિત્વ પોતાથી છે તેનો નાશ કરે છે, અર્થાત્ એ રીતે પોતાનો જ નાશ કરે છે.
વળી શરીર, મન, વાણી, ઇન્દ્રિય, સ્ત્રી-કુટુંબ, પરિવાર, લક્ષ્મી, આબરૂ ઈત્યાદિ બધાં બાહ્ય નિમિત્તો સારા હોય તો મને સુખની વેળા થાય એમ અજ્ઞાની માને છે. તે નિરંતર નિમિત્તોને જ તાકીને બેસે છે; તેનું ચિત્ત નિમિત્તોની લાલસાથી ઘેરાયેલું રહે છે. સુખની વેળા તો દૂર રહો, નિમિત્તોની લાલસાથી ઘેરાયેલું તેનું ચિત્ત દુ:ખનો જ-વ્યગ્રતાનો જ અનુભવ કરે છે, કેમકે પરવસ્તુ-નિમિત્ત પોતાની ઇચ્છાને આધીન પ્રાપ્ત થતાં નથી આમ પરવસ્તુ-બાહ્ય નિમિત્તોથી મને સુખની વેળા થાય એ મિથ્યા કલ્પના દુઃખકારી જ બને છે. વાસ્તવમાં પરવસ્તુ પરવસ્તુને માટે અકિંચિત્થર જ છે. પરવસ્તુથી પોતાને સુખની વેળા થાય એવી માન્યતા તો અજ્ઞાનીની મિથ્યા કલ્પના સિવાય કાંઈ જ નથી. સમજાણું કાંઈ.....?
અહા! જ્ઞયની અવસ્થાનું જે જે પરિણમન થાય તે એના જ્ઞાનમાં જણાય છે. ત્યાં એને ભ્રમ થઈ જાય છે કે આ શયની અવસ્થાના પરિણમનને આધારે જ મારી જ્ઞાનની દશા છે. અહા ! આવા ભ્રમ વડે અજ્ઞાની પોતાની વર્તમાન અવસ્થામાં અધર્મ ઉત્પન્ન કરે છે- બંધનને પામે છે. હાથીને જેમ ચુરમુ અને ખડનો વિવેક નથી તેમ અજ્ઞાની જીવોને સ્વ અને પરનો વિવેક નથી. અહા ! આવા જીવો, અહીં કહે છે, ભલે તે બહારમાં મોટા ધનપતિ શેઠ કે મોટા દેવ હોય, તોપણ પશુ જેવા જ છે. અરે! આવા જીવોને મારું શું થશે ને હું મરીને ક્યાં જઈશ એની કોઈ દરકાર જ નથી. તેઓ બિચારા એમ ને એમ (કષાય ને વિષયમાં રોકાઈને) ૮૪ લાખ યોનિમાં પરિભ્રમણ કર્યા કરે છે.
અરે! અજ્ઞાની બાહ્યજ્ઞયોના અવલંબનની લાલસાવાળા ચિત્તથી બહાર-બાયડી, છોકરાં, પૈસા, ધન, પરિજન, બાગ, બંગલા ઇત્યાદિ વિષયોમાં-ભમે છે. પણ ભાઈ રે! તું મૂઢ છો કે શું? અંદર અતીન્દ્રિય આનંદનો ભંડાર નિર્મળાનંદનો નાથ પ્રભુ તું છો ત્યાં જા ને! ત્યાં રમ ને. ભાઈ ! તારી આનંદની દશા આવે તે તારા પોતામાંથી પોતાથી જ આવે છે, તું બહારમાં વિષયોમાં મા શોધ. વિષયોમાંથી મને મઝા આનંદ આવે છે એમ માનનાર તો પોતાની વર્તમાન દશાનો અભાવ (ઇન્કાર) કરીને ચિત્તની શાંતિનો નાશ કરે છે, પોતાની જ હિંસા કરે છે. સમજાણું કાંઈ....?
આ શરીરાદિની જે અવસ્થા જે કાળે થવાની હોય તે તે કાળે થાય, થાય ને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com