________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૪૩૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) થાય જ. ભાઈ ! આ શરીરની તું લાખ દવા કરે કે ઉપરથી ઇન્દ્ર ઉતરે તોય એ અવસ્થા (થવાયોગ્ય હોય તે અવસ્થા) ફરે એમ બનવું સંભવિત નથી. છતાં પરથી–દવા વગેરેથીમારી નિરોગતા થઈ તથા નિરોગતા છે તો મને ધર્મ થઈ શકે છે એમ માનનારા બધા મૂઢ છે. અરે ભાઈ ! નિરોગતા એ તો જડ શરીર-માટીની અવસ્થા છે, શું એને લઈને આત્મામાં ધર્મ થાય? ન થાય. જડથી ચેતનની દશા કદીય ન થાય, ને ચેતનથી જડની દશા કદીય ન થાય. ભાઈ ! આ તો ભગવાન કેવળીની વાણીમાં પ્રગટ થયેલો વસ્તુવ્યવસ્થાનો ઢંઢેરો છે. અંદર સચ્ચિદાનંદ પ્રભુ પોતે ત્રિકાળ છે એની દષ્ટિ અને રમણતા કરે તો સમ્યગ્દર્શન અને શાંતિ પ્રગટ થાય છે અને તે ધર્મ છે. તે દશા પોતાથી પોતાના લક્ષે પોતાના આધારે થાય છે, કોઈ પરના-દેવ-ગુરુ-શાસ્ત્રના આધારે તે પ્રગટ થાય છે એમ કદીય નથી. આવો મારગ છે બાપુ!
જુઓ, એ જ કહે છે કે- ‘ચાવ વેવી પુન:' અને સ્યાદ્વાદનો જાણનાર તો પર–નિત: મર્ચ નાસ્તિત્વ તૈય' પરકાળથી આત્માનું નાસ્તિત્વ જાણતો થકો, “કીત્મ–નિરવત-નિત્ય–સંરંગ-જ્ઞાન––પુસ્નીમવન' આત્મામાં દઢપણે રહેલા નિત્ય સહુજ જ્ઞાનના એક પુંજરૂપ વર્તતો થકો, તિતિ' ટકે છે-નષ્ટ થતો નથી.
અહાહા..! સ્યાદાદી ધર્મી તો, પોતાની દશા પોતાથી જ થાય, પરથી ન થાય, પરથી તો એની નાસ્તિ જ છે એમ જાણતો થકો, વર્તમાન જ્ઞાનની દશાને સહજ નિત્ય જ્ઞાનકુંજ એવા આત્મામાં એકાગ્ર કરીને, હું તો જ્ઞાનકુંજ આત્મા છું એમ વર્તતો થકો પોતાના સને જીવતું રાખે છે.
ભાઈ ! દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના પરિણામ તે શુભભાવ છે, તે કાંઈ ધર્મ નથી. વળી તેમાં કર્તાબુદ્ધિ થવી તે મિથ્યાત્વભાવ છે. રાગની ને પરની કર્તબુદ્ધિ તે મિથ્યાત્વભાવ છે. એક સ્વદ્રવ્યના લક્ષે આનંદની જે દશા થાય તેને જ પરમાત્મા ધર્મ કહે છે. સ્યાદ્વાદી ધર્માત્મા આમ સ્વદ્રવ્યના જ આશ્રયમાં રહીને પોતાના સને ટકાવી રાખે છે. આવી વાત છે.
* કળશ ૨૫૭: ભાવાર્થ ઉપરનું પ્રવચન * એકાંતી જ્ઞયોના આલંબનકાળે જ જ્ઞાનનું સારું જાણે છે તેથી જ્ઞયોના આલંબનમાં મનને જોડી બહાર ભમતો થકો નષ્ટ થાય છે.'
જોયું? એકાંતી અજ્ઞાની જોયોના આલંબન કાળે જ જ્ઞાનનું હોવાપણું માને છે. તેથી તે શેયોના આલંબનની લાલસાવાળો થઈને પોતાના ચિત્તને યોના આલંબનમાં જોડે છે, અને તે રીતે બહાર વિષયોમાં ભમતો થકો નાશ પામે છે અર્થાત્ અશાંતિ ને વ્યગ્રતાને જ પામે છે. પરંતુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com