________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૯૭
પરભાવરૂપ થઈ ગયું છે એમ નહિ, પણ નિજ સ્વભાવભાવરૂપ-જ્ઞાનભાવરૂપ જ રહ્યું છે એમ પોતાની આત્મલીલાને યથાર્થ જાણતો જ્ઞાની પોતાના જીવતરને સુરક્ષિત ટકાવી રાખે છે. અહા ! આત્મામાં અનંતગુણોના અસ્તિત્વમય જ વર્તમાન ભાવનું પરિણમન થાય છે એ આત્મલીલા છે. મારા ભાવથી મારી પર્યાય છે. પરભાવથી નથી–આવું અનેકાન્ત જેવું છે તેવું આત્માનું જીવન ટકાવી રાખે છે. અહો ! અનેકાન્ત પરમ અમૃત છે.
બારમો બોલ: “વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ “સર્વ ભાવો હું જ છું” એમ પરભાવને જ્ઞાયકભાવપણે માનીને-અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરભાવથી અસત્પણું પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી.'
જુઓ, આત્મા વસ્તુ છે તે જ્ઞાનસ્વભાવમાત્ર છે. પરંતુ અજ્ઞાની જગતના જે બધા જડ-ચેતન ભાવો છે એના પર લક્ષ જતાં આ પરભાવો હું છું, એ પરભાવોને લઈને મારો વર્તમાન પર્યાયભાવ છે–એમ માને છે. જેમકે- આ શાસ્ત્ર સાંભળતાં, પહેલાં જ્ઞાનની દશા આ પ્રમાણે નહોતી અને હવે નવી થઈ ત્યાં એને એમ થઈ જાય છે કે આ જ્ઞાનની પર્યાય શાસ્ત્ર સાંભળવામાંથી આવી, પરંતુ અંદર પોતાના ભાવમાંથી (જ્ઞાનભાવમાંથી) આવી છે એમ તે કબુલતો નથી. અહાહા......! જ્ઞાનસામાન્યમાંથી તે વિશેષ-જ્ઞાનદશા વર્તમાન આવી છે એમ ન માનતાં, જે પરભાવનું લક્ષ છે તે પરભાવમાંથી તે આવી છે એમ માનતો થકો તે પરભાવને પોતારૂપ કરે છે. આમ પરભાવને નિજભાવ-રૂપ કરતો થકો અજ્ઞાની પોતાનો-પોતાના સ્વભાવનો નાશ કરે છે.
અહાહા.....! ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ અંદર એક સ્વભાવભાવજ્ઞાનભાવથી ભરેલો પદાર્થ છે. ગમે તે ક્ષેત્ર, ગમે તે કાળ ને ગમે તે પરભાવોને દેખતો હોય છતાં તે કાળે તેની જાણવારૂપ દશા પોતાના ભાવમાંથી-જ્ઞાનભાવમાંથી આવી છે. પરંતુ એમ ન માનતાં આ પરભાવમાંથી મારી જાણવાની દશા થઈ છે એમ અજ્ઞાની માને છે અને એ રીતે તે પોતાને નાશ કરે છે. લોકો કહે છે ને કે બહાર પર્યટન ખૂબ કરીએ તો જ્ઞાનનો વિકાસ થાય. ધૂળેય ન થાય સાંભળને. બહારમાંથી–પરભાવમાંથી તારું જ્ઞાન આવે છે એમ છે જ નહિ. સમયે સમયે પોતાના ભાવમાંથી જ્ઞાનભાવમાંથી જ જ્ઞાનદશા આવે છે. જ્ઞાનની દશા જ્ઞાનભાવમાંથી, શ્રદ્ધાની દશા શ્રદ્ધાભાવમાંથી ને શાંતિની દશા અંદર શાન્તિના ભાવમાંથી આવે છે. આવું વસ્તુસ્વરૂપ છે.
વિકાર પણ જે અંદર થાય છે તે ભાવની (-ગુણની) ઉલટી દશા છે. એય કાંઈ નિમિત્તને લઈને થાય છે એમ નથી. જો કે તે નિમિત્તના લક્ષ-નિમિત્તને આધીન થઈ (સ્વાધીનપણે) પરિણમવારૂપ દશા છે (નિમિત્ત આધીન કરે છે એમ નહિ, પોતે નિમિત્તને આધીન થાય છે), તોપણ તે પોતાની દશા છે. ક્રોધાદિભાવરૂપે પરિણમે છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com