________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૯૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) તે કાળે કર્મ નિમિત્ત અવશ્ય છે, પણ એમાંથી ક્રોધાદિ વિકારની પર્યાય આવે છે એમ નથી. ખરેખર તો જે પર્યાય જે સમયે થાય છે તે જાતની અંદર તેની યોગ્યતા જ છે. તેથી કેસર આદિ નાખીને દુધ પીવે તો મતિ ઝૂરે-વિકસે ઈત્યાદિ પરથી-પરભાવથી પોતાની જ્ઞાનદશા થવાની માન્યતા મૂઢપણા સિવાય બીજું કાંઈ નથી. સમજાણું કાંઈ....?
અહા! ભગવાન આત્મા અનંત ભાવ-સ્વભાવ જેવા કે જ્ઞાનભાવ, દર્શનભાવ, આનંદભાવ ઈત્યાદિ પૂરણ ભરેલો પ્રભુ છે. એના ઉપર પોતાનું લક્ષ નથી, અને પરભાવનું લક્ષ રહેતાં આ પરભાવમાંથી મારો ભાવ-પર્યાય આવે છે એમ અજ્ઞાનીને ભ્રમ છે. પરભાવ મારો ભાવ છે અથવા સર્વ પરભાવો હું જ છું એમ માનીને અજ્ઞાની પરભાવને પોતાપણું કરે છે, અને એ રીતે પોતાનો નાશ કરે છે.
અજ્ઞાની આ રીતે પરભાવને પોતારૂપ કરતો પોતાનો નાશ કરે છે ત્યારે ધર્મી પરભાવથી પોતાનું અસપણું પ્રકાશતો થકો અર્થાત્ પરભાવ મારો કોઈ છે જ નહિ. હું પરભાવથી અસત્ છું, ને સ્વ-ભાવથી સત્ છું એમ અનેકાન્તદષ્ટિ વડે પોતાને ઉદ્ધારે છે અર્થાત્ પોતાનો નાશ થવા દેતો નથી. અહાહા....! ધર્મી પોતાના એક જ્ઞાયકભાવને અનેકાન્ત વડે પરથી જેમ છે તેમ ભિન્ન ટકતો રાખીને પોતાને જિવાડે છે. તોપ્રશ્ન- શ્રીમદ એમ કહ્યું છે કે
“શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન;
તે તો પ્રભુએ આપીયો, વતું ચરણાધીન.” સમાધાનઃ- એ તો વ્યવહાર વિનયનાં વચન છે બાપુ! શિષ્યને વિનયનો ભાવ આવતાં વ્યવહારથી એમ કહ્યું છે. વ્યવહારની એવી જ પદ્ધતિ છે. બાકી ભાઈ ! તું કોઈ વસ્તુ છે કે નહિ? છો તો એનો કોઈ ભાવ-સ્વભાવ છે કે નહિ? જ છે તો જે કોઈ પર્યાય સમયે સમયે આવે છે તે એ ભાવમાંથી આવે છે, તે એ ભાવરૂપ છે, પરભાવરૂપ નથી. સમજાય છે કાંઈ.....?
ભાઈ ! તું તારા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી છો, ને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નથીઆવું વસ્તુનું સહુજ અનેકાન્તસ્વરૂપ છે. પરદ્રવ્યો જ્ઞાનમાં જણાય માટે પરદ્રવ્યથી છું, પરક્ષેત્રનો આકાર જ્ઞાનમાં જણાય માટે પરક્ષેત્રથી છું, પરકાળનું પર્યાયમાં જ્ઞાન થાય માટે પરકાળથી છું, પરભાવનું જ્ઞાન થાય માટે પરભાવથી છું-એમ છે નહિ. અહો ! કેવું સુંદર અનેકાન્તનું સ્વરૂપ કહ્યું છે. આ પરમ સત્ય છે ભાઈ ! આ પરમ સત્યને સ્વીકારીને જ્ઞાની અંતર્લીન દશાને પ્રાપ્ત થઈ નિરાકુળ આનંદમય જીવન જીવે છે, જ્યારે અજ્ઞાની એકાંતે હું પરભાવરૂપ છું, ને પરભાવ મારારૂપ છે એમ માનીને નાશ પામે છે, ચાર ગતિમાં પરિભ્રમે છે. પૈસા-ધન, સ્ત્રી-કુટુંબ-પરિવાર ઈત્યાદિ બધાં પરભાવરૂપ હોવા છતાં હું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com