________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮૨ : ૬૭ જુઓ, અહીં કહે છે- “જીવ પહેલાં તો કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમપ્રમાણ, અનુમાનપ્રમાણ અને સ્વસંવેદનપ્રમાણથી જાણે છે અને તેનું શ્રદ્ધાન દેઢ કરે છે; એ તો અવિરત, દેશવિરત અને પ્રમત્ત અવસ્થામાં પણ થાય છે.'
ચોથા ગુણસ્થાને અવિરત દશામાં આવું સ્વસંવેદન અને શ્રદ્ધાન હોય છે. આ ગુણસ્થાને હજુ પુણ્ય-પાપના ભાવ, વિષયવાસનાના ભાવ હોય છે. પણ પ્રતીતિમાં આવી ગયું છે કે હું આગ્નવથી ભિન્ન એક જ્ઞાયક તત્ત્વ છું, પૂર્ણાનંદનો નાથ પ્રભુ છું અને રાગથી એકતા તૂટી ગઈ છે, રાગનું એને સ્વામિત્વ નથી, તથાપિ પુણ્ય-પાપના પરિણામથી સર્વથા નિવૃત્તિ નથી.
વળી અંદર શાંતિ અને શુદ્ધિની વિશેષતા થઈ છે, વૃદ્ધિ થઈ છે તે પાંચમું દેશવિરત ગુણસ્થાન છે. તેને પણ આવું સંવેદનજ્ઞાન અને શ્રદ્ધાન દઢ હોય છે. ત્યાં પણ સર્વવિરતિ નથી. મુનિને છઠ્ઠા ગુણસ્થાનની પ્રથ7 દશામાં પણ આવું સ્વસંવેદનજ્ઞાન અને શ્રદ્ધાન હોય છે. ત્યાં મુનિને પણ સંજ્વલનનો કિંચિત્ રાગ હોય છે; સર્વથા નિરાગ્નવ નથી. પંચમહાવ્રત સમિતિ, ગતિ, નિજસ્તુતિ, ભક્તિ, વંદના ઇત્યાદિનો કિંચિત્ રાગ આવે છે એટલે હજુ આસ્રવ છે. જો કે આ દશામાં શુદ્ધિની વૃદ્ધિ સવિશેષ છે, તથાપિ સર્વ રાગનો અભાવ નથી. આ પ્રમાણે સ્વસંવેદનસ્વરૂપ જ્ઞાનચેતનાનું આગમ, અનુમાન અને સ્વાનુભવથી વેદન આ ત્રણે અવસ્થામાં-ચોથ, પાંચમ અને છઠ્ઠ ગુણસ્થાને હોય છે.
હવે કહે છે અને જ્યારે અપ્રમત્ત અવસ્થા થાય છે ત્યારે જીવ પોતાના સ્વરૂપનું જ ધ્યાન કરે છે, તે વખતે, જે જ્ઞાનચેતનાનું તેણે પ્રથમ શ્રદ્ધાન કર્યું હતું તેમાં તે લીન થાય છે અને શ્રેણી ચડી, કેવળજ્ઞાન ઉપજાવી, સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ થાય છે.'
જુઓ, છઠ્ઠા ગુણસ્થાનમાં ત્રણ કષાયનો અભાવ છે, પણ હજુ વ્રતાદિનો વિકલ્પ છે તેથી તે તદ્દન નિરાસવ નથી. છઠ્ઠા ગુણસ્થાનવાળાને સાગ્નવસમકિતી કહ્યો છે; કેમકે હજા પ્રમાદ દશા છે, વ્રત, તપ, દયા આદિના વિકલ્પ છે. તેથી ત્યાં પણ જ્ઞાનચેતનાથી દઢ શ્રદ્ધા અને જ્ઞાન છે. પરંતુ જ્યારે અપ્રમત્ત દશા થાય છે ત્યારે તે પોતાના સ્વરૂપનું જ ધ્યાન કરે છે. જો કે ત્યાં અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે પણ તેની અહીં ગણત્રી નથી. અંદર ધ્યાનમાં એવો જામી જાય છે કે જ્ઞાન, જ્ઞાતા, શય અને ધ્યાન, ધ્યાતા, ધ્યેયનો કોઈ ભેદ જ રહેતો નથી. ભાઈ ! આ ચારિત્રના અંતર-વૈભવની અપૂર્વ વાતો છે. અહો ! આ અલૌકિક ગાથાઓ છે.
અહા ! પ્રમત્ત અવસ્થાનો ત્યાગ થતાં સાતમા અપ્રમત્ત ગુણસ્થાને પોતાના સ્વરૂપનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com