________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૫૯ તો જ્ઞાનમાત્ર વસ્તુ આપોઆપ અનેક ધર્મયુક્ત પ્રત્યક્ષ અનુભવગોચર થાય છે. અહીં...! હું સ્વથી છું ને પરથી નથી, જ્ઞાનસ્વરૂપથી છું ને પરજ્ઞયથી નથી એમ યથાર્થ વસ્તુ-સ્વરૂપ જાણીને નિત્ય, ધ્રુવ, જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈ પરિણમતાં આત્માનો અનુભવ થાય છે, અને ત્યારે તેમાં જ્ઞાનની, આનંદની, શ્રદ્ધાની, સ્થિરતાની આદિ અનેક પર્યાયો પ્રત્યક્ષ વેદનમાં આવે છે; કેમકે પ્રત્યક્ષ થવું, સ્વાનુભૂતિમાં જણાવું એવો જ ભગવાન આત્માનો સ્વભાવ છે. અહાહા...! વસ્તુ-આત્મા સ્વાનુભવગોચર થતાં હું દ્રવ્યરૂપથી એક છું, પર્યાયથી અનેક છું એમ જ્ઞાનમાં યથાર્થ ભાસે છે.
હવે કહે છે- “માટે છે પ્રવીણ પુરુષો ! તમે જ્ઞાનને તસ્વરૂપ, અતસ્વરૂપ, એકસ્વરૂપ, અનેકસ્વરૂપ, પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સસ્વરૂપ, પરના દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી અસલ્વરૂપ નિત્યસ્વરૂપ, અનિત્યસ્વરૂપ ઇત્યાદિ અનેક ધર્મસ્વરૂપ પ્રત્યક્ષ અનુભવગોચર કરી પ્રતીતિમાં લાવો. એ જ સમ્યજ્ઞાન છે.'
અહાહા....! જાણવાની દશામાં આ રીતે (અનેકાન્તસ્વરૂપ જાણીને) શુદ્ધ એક આત્મદ્રવ્યનું લક્ષ કરી (ધ્યાનનું ધ્યેય બનાવી) અનુભવગોચર કરી પ્રતીતિ કરો-એમ કહે છે. વસ્તુ અનુભવગોચર થઈને પ્રતીતિમાં આવે ત્યારે એની સમ્યક પ્રતીતિ અને સમ્યજ્ઞાન થાય છે એમ વાત છે. તેથી પ્રથમ એને ખ્યાલમાં લઈ સ્વાનુભવપ્રત્યક્ષ દ્વારા નિઃસંદેહ પ્રતીતિ કરો એમ કહેવું છે. અહાહા...! પ્રત્યક્ષ સ્વાનુભવની દશામાં નિત્યનો નિર્ણય થતાં જ એને નિત્ય અને અનિત્ય બને ધર્મો સિદ્ધ થઈ જાય છે. આનું નામ જ સમ્યજ્ઞાન છે.
સર્વથા એકાંત માનવું તે મિથ્યાજ્ઞાન છે.' એક પક્ષને જ એકાંતે ગ્રહણ કરવો તે મિથ્યાજ્ઞાન છે. ઉપાદાનથીય થાય ને નિમિત્તથીય થાય એમ એકાંત ગ્રહણ કરવું તે મિથ્યાજ્ઞાન છે, ઝેર છે ભાઈ ! અનેકાન્તમાં અમૃતનો સ્વાદ છે, ને એકાંત તો ઝેરનો સ્વાદ છે ભાઈ ! સમજાણું કાંઈ.....?
‘પૂર્વોક્ત રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાન્તમય હોવાથી અનેકાન્ત અર્થાત સ્યાદ્વાદ સિદ્ધ થયો” એવા અર્થનું કાવ્ય હવે કહેવામાં આવે છે:
* કળશ ૨૬૩: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * pd' આ રીતે “અનેકાન્ત:' અનેકાન્ત- “નિને અનય શાસનમ' કે જે જિનદેવનું અલવ્ય (કોઈથી તોડી ન શકાય એવું) શાસન છે તે ‘તત્ત્વ-વ્યવરિચત્ય' વસ્તુના યથાર્થ સ્વરૂપની વ્યવસ્થિતિ (વ્યવસ્થા) વડે ‘સ્વયં સ્વ વ્યવસ્થાપન' પોતે પોતાને સ્થાપિત કરતો થકો ‘વ્યવસ્થિત:' સ્થિત થયો-નિશ્ચિત કર્યો-સિદ્ધ થયો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com