________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮: પ્રવચન રત્નાકર ભાગ-૧)
ક્યારે થાય? રાગનો મહિમા અને રાગની બુદ્ધિ, પર્યાયબુદ્ધિ મટે ત્યારે, પર્યાયબુદ્ધિ એ મિથ્યા એકાન્તબુદ્ધિ છે, અને તે એક જ્ઞાયકભાવનો મહિમાં લાવી તેનો આશ્રય કરવાથી મટે છે, અને ત્યારે ધર્મ પ્રગટ થાય છે. આ ધર્મ તે જ મોક્ષનો માર્ગ છે. આ સમ્યક એકાન્ત છે. સમજાણું કાંઈ...?
આત્માના આશ્રયે પણ ધર્મ થાય અને શુભરાગના-દ્રવ્યલિંગના આશ્રયે પણ ધર્મ થાય તે અનેકાન્ત નથી, તે સ્યાદ્વાદ નથી, એ તો ફુદડીવાદ છે. સ્વસ્વરૂપનો આશ્રય છોડીને શુભરાગથી ધર્મ થવાનું માને એ તો મોટું અજ્ઞાન છે. અહા ! વીતરાગ-સ્વભાવી ભગવાન આત્માને વીતરાગભાવથી વિરુદ્ધ કોઈ ભાવ સાથે સંબંધ નથી.
મોક્ષ છે તે આત્માના આશ્રયે થનારું પરિણામ છે, અને તેનું કારણ પણ આત્માશ્રિત પરિણામ જ છે. રાગ તો વિભાવ છે, તે આત્મપરિણામ નથી, નિશ્ચયથી તેને પુદ્ગલપરિણામ અને પુદ્ગલ કહ્યા છે. અરે! અનંતકાળથી એણે આત્મદષ્ટિ કરી નથી, એણે અંદરમાં નજર નાખી નથી ! આત્મા અંદર શાંતરસ-ચૈતન્યરસ-વીતરાગરસથી પૂર્ણ ભરેલો અખંડાનંદ પ્રભુ છે. તેના આશ્રયે પૂર્ણ પવિત્ર, પૂર્ણ જ્ઞાનને પૂર્ણ આનંદની દશા પ્રગટ થાય તે મોક્ષ છે, અને મોક્ષનો મારગ પણ વીતરાગી દશા જ છે, રાગ નહિ. રાગ તો પુદ્ગલસ્વભાવ છે, તેનાથી મોક્ષ કેમ થાય ? કદીય ન થાય.
અહા! ભગવાન જિનેશ્વરદેવે શું કહ્યું છે તેનો તેને કદીય વિચાર નથી. ભાઈ ! જ તો ખરો બાપુ! સર્વજ્ઞદેવ એમ કહે છે કે- દેહમય લિંગ તે મોક્ષનો માર્ગ નથી. હવે એમાં શુભ છોડીને તું અશુભમાં જા- એમ વાત ક્યાં છે? તને વ્યવહાર છોડીને નીચે જવાની એમાં વાત નથી, પણ વ્યવહારથી ઉપર ઉઠીને સ્વસ્વરૂપમાં રમણતા ને અંતર્લીનતા કરવાની આ વાત છે. સમ્યગ્દર્શન સહિત સમ્યક્રચારિત્ર આત્માના અવલંબનથી પ્રગટ થાય છે, વ્યવહારના રાગથી નહિ; માટે વ્રતાદિના વિકલ્પ જે હોય છે તેને છોડીને સ્વરૂપમાં લીન થવાની આ વાત છે. ભાઈ ! શુભરાગના પરિણામને દેહમય લિંગ કહ્યું છે, અને તે અન્યદ્રવ્યમય હોવાથી મોક્ષમાર્ગરૂપ નથી એમ કહે છે. દ્રવ્યલિંગના પક્ષવાળાને આકરું લાગે પણ આ સત્ય વાત છે.
આ ફંદા હોય છે ને? જંગલમાં બહુ હોય. બેટરીના પ્રકાશમાં દેખાય. તેનું શરીર નાનું અને પડખે બે મોટી પાંખો હોય છે. પ્રકાશમાં ઉડી ઉડીને આવે. અહા ! તે નાનકડા શરીરમાં અંદર ચૈતન્યચમત્કારમય ચૈતન્ય મહાપ્રભુ બિરાજે છે. અરે! નિજ સ્વરૂપના ભાન વિના અજ્ઞાનથી એણે આવા અનંત અનંત અવતાર ધારણ કર્યા છે; હજુ આ અવસરે પણ જે મિથ્યાત્વ રહી જશે, મટશે નહિ તો એવા અનંત ભવ માથે આવી પડશે. ભાઈ ! હુમણાં પણ અંદર ચૈતન્યચમત્કારથી ભરેલો મોટો ભગવાન છે. તેનો ચમત્કાર શું કહીએ? તેના આશ્રમમાં જતાં નિર્મળ નિર્મળ રત્નત્રયના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com