________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
અપાર અગાધ રહસ્યોથી ભર્યા છે. ભાઈ ! આ તો કેવળીની વાણી બાપા! કહે છે-જ્ઞાનદર્શન-આનંદનું જ થવું આત્માથી થાય છે. રાગનું થવું તે આત્મા નહિ. જ્ઞાનનું થયું તે જ જ્ઞાનસ્વરૂપ છે, આત્મા છે; તે જ મોક્ષમાર્ગ છે ને તે જ (પૂર્ણતા થયે) મોક્ષ છે. ખૂબ ગંભીર વાત ભાઈ !
અહાહા....! ભગવાન! તું અંદર પૂરણ શુદ્ધ જ્ઞાનમાત્ર-ચિન્માત્ર વસ્તુ પરમાત્મા છો. અલ્પજ્ઞતા ને વિપરીતતા તારું સ્વરૂપ નથી. પર્યાયમાં તે અજ્ઞાનવશ ઉભું થયું છે તે તું ભૂલી જા (ગૌણ કરી દે); અને નક્કી કર કે જ્ઞાન જ એક સ્વદ્રવ્યથી થાય છે. ઝીણી વાત પ્રભુ! છે ને અંદર- ‘ડ્રમ્ જ્ઞાનમ્ વ દિ મ સ્વત:' અહાહા.....! જ્ઞાનસ્વરૂપે થવું, નિર્મળ રત્નત્રયપણે થવું-બસ એક જ આત્મસ્વરૂપ છે. લ્યો, આ ધર્મ ને આ મોક્ષમાર્ગ, અહાહા....! વસ્તુ અંદર કારણ પરમાત્મપણે છે, અને તેના આશ્રયે તેના પરિણમનનું કાર્ય થયું તે કાર્યપરમાત્મા છે. લ્યો, આનું નામ “એક જ્ઞાન જ આત્માથી છે” આ તો થોડામાં ઘણું ભર્યું છે. અહો! દિગંબર મુનિવરોએ જગતને ન્યાલ કરી દીધું છે!
અહાહા...! આનંદનો નાથ અંદર પૂર્ણસ્વરૂપે પડ્યો છે ને પ્રભુ! પર્યાય જેટલું જ એનું અસ્તિત્વ નથી. મોક્ષની પર્યાય જેટલો પણ એ નથી, એ તો પૂર્ણ ચિદાનંદઘન પરમાત્મા છે. તારા શ્રદ્ધાનને એનો રંગ ચઢાવી દે પ્રભુ! તે શ્રદ્ધાન અને જ્ઞાનનું થવું તે જ જ્ઞાનસ્વરૂપ આત્માનું થયું છે. રાગ તો અન્યદ્રવ્યનું પરિણમન છે, એને જ્ઞાનના થવા સાથે કાંઈ જ સંબંધ નથી. માટે જ મોક્ષની ઈચ્છા છે તો વ્યવહારના ક્રિયાકાંડથી ધર્મ થશે એ વાત જવા દે. આ હિતની વાત છે ભાઈ!
* કળશ ૨૪૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ વડે અંધ છે તેમને શુદ્ધાત્મદ્રવ્યનો અનુભવ જ નથી; કારણ કે તેઓ વ્યવહારને જ પરમાર્થ માનતા હોવાથી પરદ્રવ્યને જ આત્મદ્રવ્ય માને છે.”
જુઓ, શું કહે છે? કે દ્રવ્યલિંગમાં જેને મમત્વ છે તે અંધ છે, અર્થાત્ સ્વપરનો વિવેક કરનારાં નેત્ર તેને બીડાઈ ગયાં છે, તેમને શુદ્ધ આત્મદ્રવ્યનો અનુભવ જ થતો નથી. દ્રવ્યલિંગથી–ક્રિયાકાંડથી મારું કલ્યાણ થશે એવી માન્યતા આડે તેને પોતાના પરમાત્મસ્વરૂપનો અનુભવ જ થતો નથી.
સાધકને સ્વપરનો વિવેક છે, તેને નિજ સ્વરૂપનું અંદર ભાન વર્તે છે. સાથે જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ આવે છે તેને તે જાણે છે, વ્યવહાર છે બસ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com