________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૭ર : ૧૯ કેવળજ્ઞાન થતાં ચાર ઘાતિ કર્મનો ક્ષય થયો અને ચાર અઘાતિ કર્મ બાકી રહ્યાં. તો અઘાતિ કર્મના ઉદયના કારણે ભગવાન કેવળી ત્યાં રહ્યા છે એમ નથી. તેઓ તો પોતાની કંપનની દશાની યોગ્યતાના કારણે રહ્યા છે; એટલી (કંપનની) વિરુદ્ધતા છે ને? માટે રહ્યા છે, કર્મને કારણે નહિ. કેવળી ભગવાનને અસિદ્ધત્વ ભાવ છે, સિદ્ધત્વ નથી તે પોતાની પર્યાયની યોગ્યતાથી જ છે, કર્મનું એમાં કાંઈ કારણ નથી. આવી વાત! સમજાણું કાંઈ....? જીવને શુભાશુભ ભાવ થાય તે જીવના પોતાના જ પરિણામ છે.
નિશ્ચયનયથી વિચારવામાં આવે તો અન્યદ્રવ્ય રાગાદિકનું ઉપજાવનાર નથી, અન્યદ્રવ્ય તેમનું નિમિત્તમાત્ર છે; કારણ કે અન્યદ્રવ્યને અન્યદ્રવ્ય ગુણ-પર્યાય ઉપજાવતું નથી એ નિયમ છે.'
નિશ્ચયનયથી વિચારવામાં આવે તો...'—આ નિશ્ચયનય એટલે વર્તમાન પર્યાય જીવની છે અને અહીં નિશ્ચયનય કહ્યો છે. શુદ્ધનિશ્ચયનયની અહીં વાત નથી. શુદ્ધનિશ્ચયનયથી તો દ્રવ્યમાં રાગાદિક ઉદયભાવ છે જ નહિ, સંસાર છે જ નહિ. અહીં તો દ્રવ્યની પર્યાય તે નિશ્ચય અને કર્મ છે તે વ્યવહાર. પર્યાયની યોગ્યતા તે નિશ્ચય અને કર્મનું નિમિત્ત છે તે વ્યવહાર એમ વાત છે. દ્રવ્ય તે નિશ્ચય ને પર્યાય તે વ્યવહાર એ વાત અત્યારે અહીં નથી.
પર્યાયની ઉત્પત્તિ તે એના (દ્રવ્યના) સત્ત્વમાં છે એમ વાત છે. જીવની પર્યાયમાં વર્તમાન રાગાદિકનું અસ્તિત્વ છે એ રીતે વિચારવામાં આવે તો અન્યદ્રવ્ય રાગાદિકનું ઉપજાવનાર નથી એમ કહે છે. કર્મનો ઉદય જીવને પુણ્ય-પાપ આદિ ભાવ કરાવે છે એમ ત્રણકાળમાં નથી. ભાઈ ! જેને હા પર્યાયની સ્વતંત્રતાની વાત બેસતી નથી તેને દ્રવ્યની સ્વતંત્રતાની દૃષ્ટિ થઈ શકે નહિ. અહાહા...વિકારના પરિણામ જે વર્તમાનમાં છે તે મારાથી, મારામાં, મારા માટે, મારા આધારે છે એમ પર્યાયના પક્કરકની સ્વતંત્રતાનું જેને ભાન નથી તેને અંદર વસ્તુ સ્વસહાય સ્વતંત્ર છે એમ બેસી શકે નહિ, અર્થાત્ તેને વસ્તુનો સ્વનો આશ્રય થઈ શકે નહિ.
ભાઈ ! કર્તા, કર્મ આદિ પકારક વિકારના વિકારી પર્યાયમાં છે. વસ્તુમાં જો વિકાર હોય તો તે કદી છૂટે નહિ, અને પર્યાયમાં જે વિકાર ન હોય તો આનંદ હોવો જોઈએ. શું કીધું? આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે-તેની પર્યાયમાં જે વિકાર ન હોય તો તેના સ્થાનમાં આનંદનો સ્વાદ આવવો જોઈએ; પરંતુ આનંદના સ્વાદનો અભાવ છે, માટે ત્યાં પર્યાયમાં વિકારી ભાવનો સદ્દભાવ છે એમ સિદ્ધ થાય છે. સમકિતીને પણ પૂર્ણ આનંદનો અનુભવ નથી, જેટલી અધુરપ (અધૂરાશ ) છે તેટલો રાગ છે ને તેટલું દુઃખનું વેદન પણ છે.
આત્મા શુદ્ધ ચિદાનંદ પ્રભુ અનાદિથી છે. તેમ તેની પર્યાયમાં અશુદ્ધતા પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com