________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૪૧
(અનુષ્ટ્રમ) इत्यज्ञानविमूढानां ज्ञानमात्रं प्रसाधयन्। आत्मतत्त्वमनेकान्तः स्वयमेवानुभूयते।। २६२।।
(અનુષ્ટ્રમ) एवं तत्त्वव्यवस्थित्या स्वं व्यवस्थापयन् स्वयम्।
अलञ्चयं शासनं जैनमनेकान्तो व्यवस्थितः।। २६३।। પ્રસિદ્ધ કરી દે છે–સમજાવી દે છે” એવા અર્થનું કાવ્ય હવે કહેવામાં આવે છે:
શ્લોકાર્થઃ- [ તિ] આ રીતે [ અનેકાન્ત: અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ [ જ્ઞાન– વિમૂઢાના જ્ઞાનમાત્ર માત્મતત્ત્વમ્ પ્રથય] અજ્ઞાનમૂઢ પ્રાણીઓને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ પ્રસિદ્ધ કરતો [ સ્વયમેવ અનુભૂયતે ] સ્વયમેવ અનુભવાય છે.
ભાવાર્થ:- જ્ઞાનમાત્ર આત્મવસ્તુ અનેકાંતમય છે. પરંતુ અનાદિ કાળથી પ્રાણીઓ પોતાની મેળે અથવા તો એકાંતવાદનો ઉપદેશ સાંભળીને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ અનેક પ્રકારે પક્ષપાત કરી જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનો નાશ કરે છે. તેમને (અજ્ઞાની જીવોને ) સ્યાદ્વાદ જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનું અનેકાંતસ્વરૂપપણું પ્રગટ કરે છે–સમજાવે છે. જો પોતાના આત્મા તરફ દેખી અનુભવ કરી જોવામાં આવે તો (સ્યાદ્વાદના ઉપદેશ અનુસાર) જ્ઞાનમાત્ર આત્મવસ્તુ આપોઆપ અનેક ધર્મોવાળી પ્રત્યક્ષ અનુભવગોચર થાય. છે. માટે હું પ્રવીણ પુરુષો ! તમે જ્ઞાનને તસ્વરૂપ, અતસ્વરૂપ, એકસ્વરૂપ, અનેકસ્વરૂપ, પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સસ્વરૂપ, પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસલ્વરૂપ, નિત્યસ્વરૂપ, અનિત્યસ્વરૂપ ઇત્યાદિ અનેક ધર્મસ્વરૂપ પ્રત્યક્ષ અનુભવગોચર કરી પ્રતીતિમાં લાવો. એ જ સમ્યજ્ઞાન છે. સર્વથા એકાંત માનવું તે મિથ્યાજ્ઞાન છે. ર૬ર.
“પૂર્વોક્ત રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય હોવાથી અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ સિદ્ધ થયો’ એવા અર્થનું કાવ્ય હવે કહેવામાં આવે છે –
શ્લોકાર્થ:- [gd] આ રીતે [ અનેકાન્ત:] અનેકાંત- [ નૈનમ નવં શાસન- ] કે જે જિનદેવનું અલંધ્ય (કોઈથી તોડી ન શકાય એવું) શાસન છે તે- [ તત્ત્વવ્યવસ્થિત્વી] વસ્તુના યથાર્થ સ્વરૂપની વ્યવસ્થિતિ (વ્યવસ્થા) વડ [સ્વયમ્ સ્વ વ્યવસ્થાપન] પોતે પોતાને સ્થાપિત કરતો થકો [વ્યવસ્થિત:] સ્થિત થયો-નિશ્ચિત ઠર્યો-સિદ્ધ થયો.
ભાવાર્થ- અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ, જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જ સ્થાપન કરતો થકો, આપોઆપ સિદ્ધ થયો. તે અનેકાંત જ નિબંધ જિનમત છે અને યથાર્થ વસ્તુસ્થિતિનો કહેનાર છે કાંઈ કોઈએ અસત્ કલ્પનાથી વચનમાત્ર પ્રલાપ કર્યો નથી. માટે હું નિપુણ પુરુષો! સારી રીતે વિચાર કરી પ્રત્યક્ષ અનુમાન-પ્રમાણથી અનુભવ કરી જાઓ. ર૬૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com