________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૫૩ રોકે નહિ, ને બીજાથી રોકાય નહિ તેને સૂક્ષ્મનામકર્મ કહે છે; અને જેના ઉદયથી શરીર એવું સ્થૂળ હોય કે તે બીજાને રોકે ને બીજાથી રોકાઈ જાય તેને બાદરનામકર્મ કહે છે. ધર્મી પુરુષ કહે છે-હું કર્મ પ્રકૃતિને ભોગવતો નથી, હું તો ચૈતન્યસ્વરૂપને જ સંચેતું છું.
હું પર્યાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' -૧૩૩.
જે કર્મના ઉદયથી પોતપોતાને યોગ્ય પર્યાતિ પૂર્ણ થાય તેને પર્યામિ નામકર્મ કહે છે. તેના ફળને ધર્મી જીવ ભોગવતો નથી.
હું અપર્યાપ્ત નામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૩૪.
જે કર્મના ઉદયથી જીવની લધ્યપર્યાપ્તક અવસ્થા હોય તેને અપર્યાપ્ત નામકર્મ કહે છે. જેની એકપણ પર્યાપ્તિ પૂર્ણ ન હોય તથા શ્વાસના અઢારમા ભાગમાં જ મરણ થવાવાળું હોય તેને લધ્યપર્યાપ્તક કહે છે. ધર્મી ચારિત્રવંત કહે છે- તે પ્રકૃતિના ફળને હું ભોગવતો, નથી, આત્માને જ સંતું છું.
“હું સ્થિરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતે છું.' -૧૩પ.
જે કર્મના ઉદયથી શરીરની ધાતુ અને ઉપધાતુ પોતપોતાના સ્થાને રહે તેને સ્થિર નામકર્મ કહે છે. હું તેના ફળને ભોગવતો નથી.
હું અસ્થિરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૧૩૬.
જે કર્મના ઉદયથી શરીરની ધાતુ અને ઉપધાતુ પોતપોતાના ઠેકાણે ન રહે તેને અસ્થિરનામકર્મ કહે છે. તેના ફળને ધર્મી ભોગવતો નથી.
“હું આદેયનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૧૩૭.
જે કર્મના ઉદયથી કાન્તિસહિત શરીર ઉપજે તેને આદેયનામકર્મ કહે છે. ધર્માત્મા કહે છે- તેના ફળને હું ભોગવતો નથી.
હું અનાદયનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૧૩૮.
જે કર્મના ઉદયથી કાન્તિસહિત શરીર ન ઉપજે તેને અનાદેય નામકર્મ કહે છે. ધર્મી પુરુષ તેના ફળને ભોગવતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com