________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫ર : પ્રવચન રત્નાકર ભાગ-૧)
જે કર્મના ઉદયથી બીજા જીવો પોતાના ઉપર પ્રીતિ કરે એવું શરીર હોય તેને સુભગનામકર્મ કહે છે. તેના ફળને ધર્મી ભોગવતો નથી.
હું દુર્ભગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૧૨૬.
જે કર્મના ઉદયથી બીજા જીવો પોતાના ઉપર અપ્રીતિ કરે, દ્વેષ કરે એવું શરીર હોય તેને દુર્ભગનામકર્મ કહે છે. તેના ફળને ધર્મી-જ્ઞાની પુરુષ ભોગવતો નથી.
“હું સુસ્વરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૧૨૭.
જે કર્મના ઉદયથી મધુર-મીઠો સ્વર હોય તેને સુરનામકર્મ કહે છે. તેના ફળને ધર્મી ભોગવતો નથી.
“હું દુઃસ્વરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.' –૧૨૮.
જે કર્મના ઉદયથી મધુર સ્વર ન હોય, જેમ કાગડા, કુતરા, ગધેડા વગેરેને હોય છે તેવો કર્કશ હોય, તેને દુઃસ્વરનામકર્મ કહે છે. તેના ફળને ધર્મી ભોગવતો નથી.
હું શુભનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સચેતું
છું.” –૧૨૯.
જે કર્મના ઉદયથી શરીરના અવયવ સુંદર હોય તેને શુભનામકર્મ કહે છે. તેના ફળને હું ભોગવતો નથી. અહાહા...! ધર્મી શું કહે છે? કે રાગને પર્યાયબુદ્ધિમાં હતી એનાથી મારી દિશા ફરી ગઈ છે, દશા પણ ફરી ગઈ છે. મારી દશા સમ્યકત્વરૂપ થઈ છે, અને દિશા શુદ્ધ ચૈતન્ય તરફ છે. કર્મ પ્રકૃતિના ફળ ઉપર હવે મારું લક્ષ નથી. લ્યો, આવી વાત !
“હું અશુભનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૧૩).
જે કર્મના ઉદયથી શરીરના અવયવ સુંદર ન હોય, તેને અશુભનામકર્મ કહે છે. તેના ફળને, ધર્મી કહે છે, હું ભોગવતો નથી, હું સ્વસ્વરૂપને જ અનુભવું છું.
“હું સૂક્ષ્મનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સચેતું છું.” –૧૩૧.
“હું બાદરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' –૧૩ર.
જે કર્મના ઉદયથી શરીર, એવું સૂક્ષ્મ હોય કે તે બીજાને (પૃથ્વી આદિને)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com