________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) પ્રકાશે જ છે, અર્થાત્ તેમાં તત-અતર્ આદિ અનેક ધર્મો સ્વયમેવ સિદ્ધ થઈ જાય છે એમ પણ આપ કહો છો; તો પછી સર્વજ્ઞ પરમાત્મા અર્હતદેવ તેના સાધન તરીકે અનેકાન્તને-સ્યાદ્વાદને શા માટે ઉપદેશે છે? આ તેનો ઉત્તર-સમાધાન કહે છે:
ઉત્તર:- “અજ્ઞાનીઓને જ્ઞાનમાત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધિ કરવા માટે ઉપદેશે છે એમ અમે કહીએ છીએ.”
જુઓ, કહે છે- અજ્ઞાનીઓને જ્ઞાનમાત્ર આત્મા પ્રસિદ્ધ નથી. તેથી નિજ આત્મવસ્તુની પ્રસિદ્ધિ અર્થે અનેકાન્ત-સ્યાદ્વાદ વડે તેને ઉપદેશવામાં આવે છે. અહાહા..... આત્મા પ્રજ્ઞાબ્રહ્મ સ્વરૂપ પ્રભુ જ્ઞાનસ્વરૂપથી છે ને પરર્શયસ્વરૂપથી નથી એમ ઉપદેશતાં એને આત્મા જ્ઞાનમાત્ર સિદ્ધ-પ્રસિદ્ધ થાય છે માટે સ્યાદ્વાદથી ઉપદેશ છે. સમજાણું કાંઈ....!
અહા! આત્મા જ્ઞાનમાત્ર વસ્તુ છે એનો નિર્ણય થવા સ્યાદ્વાદથી ઉપદેશ છે. ત્યાં ઉપદેશને ગ્રહણ કરી હું જ્ઞાનમાત્ર આત્મા છું એમ જ ચાલતી દશામાં નિર્ણય થયો તે જ દશામાં પરવસ્તુનો મારામાં અભાવ છે એમ નક્કી થઈ જાય છે. અહા ! જ્ઞાનમાત્ર આત્માનો નિર્ણય થતાં હું દ્રવ્યસ્વરૂપે એક છું અને ગુણ-પર્યાયોના સ્વરૂપથી અનેક છે. તથા સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સત છું ને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસતુ છું એમ પણ ભેગું આવી જાય છે. વળી વસ્તુની પર્યાયો સહજ જ કમથી (ક્રમબદ્ધ) પ્રગટ થાય છે, ને હું તો જાણનાર જ છું એમ પણ એમાં સિદ્ધ થઈ જાય છે. આવી વાત! સમજાણું કાંઈ?
અહા ! અંતરમાં આત્મા જ્ઞાનમાત્ર છે એમ જ્યાં દષ્ટિમાં બેઠું ત્યાં જ્ઞાનની સાથે અસ્તિપણે અનંતગુણો અક્રમે છે એનું જ્ઞાન થયું, તથા અનંતગુણની પર્યાયો ક્ષણેક્ષણે ક્રમબદ્ધ પ્રગટ થાય છે એમ જ્ઞાને જાણી લીધું. સાથે ચારિત્ર અને આનંદગુણની દશામાં કિંચિત્ વિકાર છે અને એ વિકાર સ્વથી છે, પરથી નહિ એવું અંદર ભાન થતાં ક્રમે જે જે અવસ્થાઓ થાય તેનો સર્વજ્ઞની જેમ આ પણ જાણનાર-દેખનાર (જ્ઞાતાદ્રષ્ટા ) થઈ રહે છે (પર્યાયોમાં હેરાફેરી કરવાની બુદ્ધિ કરતો નથી). સમજાણું કાંઈ....? આ તો એકદમ અંદરનો કસ છે.
અહા ! જ્ઞાનમાત્ર વસ્તુપોતાથી (સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) છે, ને પરથી (પદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) નથી એમ જ્યાં અંતરંગમાં નિર્ણય થયો ત્યાં પર્યાયના ઉત્પન્ન થવામાં પરની–નિમિત્તની અપેક્ષા-આલંબન રહ્યાં નહિ, ને વસ્તુ જ્ઞાનસ્વભાવમાત્ર જ છે એમ નિર્ણય થતાં પર્યાયને ફેરવવી છે એમ પણ રહ્યું નહિ. એટલે જ્ઞાતા-દષ્ટપણે જ પ્રવર્તન થયું. આમ અનેકાન્ત-સ્યાદ્વાદ વડ વસ્તુને-આત્માને સમજતાં-સાધતાં મહાન આત્મલાભ થાય છે.
ભાઈ ! જેઓ એમ માને છે કે આત્માની અવસ્થા પરથી થાય છે તેઓને આત્મા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com