________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates પરિશિષ્ટઃ ૪૫૩
દઈને અસંખ્યપ્રદેશી એક અખંડ પ્રદેશમાં અનંત ગુણધામ એવા ધ્રુવ આત્માની આશાએ એને જ્યાં તપાસવા જાય છે ત્યાં અજ્ઞાની ભોંઠો પડે છે, અર્થાત્ એને કાંઈ જ હાથ આવતું નથી, કેમકે પર્યાય વિનાનું ધ્રુવ હોઈ શકતું જ નથી. અહા! પર્યાયથી રહિત જુદું એ ધ્રુવ જોવા જાય પણ એને ક્યાં જોવા મળે?
પ્રશ્ન:- તો આપ કહો છો કે –ધ્રુવમાં પર્યાય નથી, ને પર્યાયમાં ધ્રુવ નથી. એ શું
છે?
ઉત્તર:- એ બીજી અપેક્ષાએ વાત છે ભાઈ! એક સમયની અવસ્થાનો અંશ તે ત્રિકાળીવરૂપ નથી, ને ત્રિકાળી ધ્રુવ એક સમયની અવસ્થારૂપ થઈ જતો નથી એમ પરસ્પર અન્યતાની વાત છે. એ તો સમયસાર ગાથા ૪૯ માં ‘અવ્યક્ત' ના પાંચમાં બોલમાં આવે છે કે– “વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળા મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે.” ત્યાં તો (નિશ્ચય) અભેદ એક ધ્રુવ તત્ત્વ કેવું છે તે સિદ્ધ કરવું છે તો કહ્યું કે- ધ્રુવ એક સમયના અંશમાં –પર્યાયમાં નથી–પર્યાયને સ્પર્શતું નથી, ને પર્યાય ધ્રુવમાં નથી-ધ્રુવને સ્પર્શતી નથી. પણ અહીં એ વાત નથી. અહી તો એકાંતવાદી પર્યાયરહિત એકલા ધ્રુવની આશા કરીને બેઠો છે, તેને કહીએ છીએ કે–ભાઈ! તું પર્યાય વિનાનું ધ્રુવ જોવા જાશ પણ તને કાંઈ હાથ નહિ આવે, કેમકે એક તો પર્યાયરહિત ધ્રુવ હોતું જ નથી, અને ધ્રુવનો નિર્ણય કરનારી પર્યાય છે, ધ્રુવ (કાંઈ ) ધ્રુવનો નિર્ણય કરતું નથી. સમજાણું કાંઈ....? અહો! આચાર્યદેવે ચીજ જેવી છે તેવી દીવા જેવી ચોકખી બતાવી છે. અહીં તો કહેવું છે કે પરિણામ અને પરિણામી બે ચીજ એક વસ્તુના અંશો છે. ભાઈ! સર્વજ્ઞ પરમેશ્વરે કહેલું તત્ત્વ બહુ ગૂઢ-સૂક્ષ્મ છે ભાઈ ! અપૂર્વ અંતર-પુરુષાર્થથી જણાય એવું છે.
અહાહા.....! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સત્ નામ શાશ્વત જ્ઞાન ને આનંદની ત્રિકાળ ધ્રુવતા ધરનારું તત્ત્વ છે. એની વર્તમાન દશામાં કાર્ય-પર્યાય થાય છે તે એની ચીજ છે,
એનાથી અભિન્ન છે. પંચાસ્તિકાયમાં આવે છે કે- પર્યાય રહિત દ્રવ્ય ને દ્રવ્યરહિત પર્યાય કોઈ ચીજ નથી. આ વસ્તુસ્થિતિ છે. તથાપિ અનિત્ય પર્યાયને અનેકરૂપ પરિણમતી દેખીને, આ (−પર્યાય ) હું નહિ એમ માનીને, અજ્ઞાની એનાથી જુદા ધ્રુવ આત્મતત્ત્વને શોધવા જાય છે, પણ એને કાંઈ નજરમાં આવતું નથી. જેમ ષ્ટિ-આંખ ફોડીને દેખવા જાય એને કાંઈ દેખાતું નથી. તેમ વર્તમાન નજર-પર્યાયને ઉડાડીને ધ્રુવ તત્ત્વ જોવા જાય તેને કાંઈ જ જણાતું નથી. પણ શું જણાય ? જોનારી નજ૨-૫ર્યાય જ નથી ત્યાં શું જણાય ? વૈદાંતાદિ મતવાળા વસ્તુને સર્વથા ફૂટસ્થ માને છે, પર્યાયને માનતા જ નથી તેમને વસ્તુતત્ત્વની કદીય ઉપલબ્ધિ થતી નથી.
હવે આવી વાત સમજવી આકરી પડે એટલે લોકો દયા, દાન, વ્રત, ભક્તિ,
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com